SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪૫ કર્તા પોતે છે જ નહીં. ‘વ્યવસ્થિત' કર્તા છે. આ જ્ઞાન અને ખુલ્લું કર્યું છે તેથી જ ‘લિફટ માર્ગ’ કહીએ છીએ ! ૨૫૪૬ શુદ્ધાત્મા સિવાય મન-વચન-કાયા-બુદ્ધિ બધું ‘વ્યવસ્થિત'ના તાવે છે. બધું ‘સાયન્ટિફિક સરકમસ્ટેન્સિયલ એવિડન્સ' છે. આ મારું છે, હું છું'માં વિભાજન થયું ને તેથી આ બધી મુશ્કેલીઓ, આરોપિત ભાવો થયા. તેથી આ પોતાનું સ્વરૂપ ચૂક્યા ! ૨૫૪૭ એકને ગાળ ભાંડવાની ને એકની ગાળ સાંભળવાની. બન્ને અવસ્થાઓ છે. આ જગતમાં કોઈ કર્તા નથી. તેવું જ આપણને દેખાવું જોઈએ. બધું ‘વ્યવસ્થિત' છે અને ‘વ્યવસ્થિત' ‘વ્યવસ્થિત' જ રાખે છે ! ૨૫૪૮ ગાડીમાં ‘ડૉકટર' બેસાડે છે તે વ્યવહારથી છે. ‘રિયલી સ્પીકિંગ' (ખરી રીતે) “વ્યવસ્થિત’ બેસાડે છે. ૨૫૪૯ જગત વ્યવહારને ‘વ્યવસ્થિત’ કહેશો એટલે આશા, તૃષ્ણા બધી ઊડી જશે. ૨૫૫૦ ડુંગર ચઢવાનો યોગ આવશે ત્યારે પગમાં શક્તિ પણ હશે એવું ‘વ્યવસ્થિત છે ! ૨૫૫૧ તમારી પાસે એવું જ્ઞાન છે કે ‘વ્યવસ્થિત' તોડ્યું, પેલાએ તોડ્યું નથી. આ બધાં નિમિત્ત છે. ૨૫૫૨ ‘વ્યવસ્થિત' જો પૂરું સમજતા હોય તો ખેંચ શબ્દ હોય જ નહીં. સામાને કહીએ તમને જેમ અનુકૂળ આવે તેમ કરો. આપણે અનુકૂળ થઈ જઈએ. ‘વ્યવસ્થિત'ની બહાર કશું થાય નહીં. ૨૫૫૩ આ બિલાડીનું ‘ટિફીન’ બધું આવે છે ને ‘ટાઈમ' ! ને આ લોકો કહે છે, “મારો ધંધો ગયો, હવે મારું શું થશે ?” બિલાડીને દુધ ને રોટલી ‘ટાઈમ” મળે છે. ત્યારે આ મનુષ્યો કહે છે કે વખતે દૂધ નહીં મળે તો શું કરીશું ? બુદ્ધિ વાપરી કે બગડ્યું ! ૨૫૫૪ આ અહંકાર ના હોત તો દુનિયા આવી ગાંડી ના હોત. અહંકારને લઈને દુઃખો છે. કામ કર્યું જાવ તેનો વાંધો નથી. પણ અહંકાર નકામાં તોફાનો માંડે છે. ૨૫૫૫ આ ‘વ્યવસ્થિત' શું કહે છે કે તારે કશું કરવું ના પડે એવો સામાન તૈયાર છે. તું તારી મેળે જોયા કર, આ મન-વચન કાયા ‘વ્યવસ્થિત'ને તાબે છે. ૨૫૫૬ આ “અક્રમ વિજ્ઞાન’ જેમ છે તેમ બહાર પાડ્યું છે. આ ‘વ્યવસ્થિત’ ‘એઝેક્ટ' ‘વ્યવસ્થિત' છે. “અમે' આ જગત જોયું કે કેટલું થઈ ગયેલું છે ને કેટલું કરવાનું છે. થઈ ગયેલું હોય, એને ફરી દળ દળ દળ્યા કરીએ એનો શો અર્થ ? ૨૫૫૭ “ક્રમિક માર્ગ'માં ‘વ્યવસ્થિત' અપાય એવું છે જ નહીં. કારણ કે એમાં ઠેઠ સુધી કર્તાપદ રહે છે. ૨૫૫૮ જયાં સુધી કર્તા છે ત્યાં સુધી મોક્ષ હોય નહીં. કર્તા જ ભ્રાંતિ. ૨૫૫૯ જે કડવાશ ભોગવે તે જ કર્તા. કર્તા તે જ વિકલ્પ. ૨૫૬૦ સમજીને સમાઈ જવાનું છે. જે કરવા ગયા, તે ક્યારેય મોક્ષ ના જાય. કરવા જાય તે કર્તા થયો ને સમજ્યો તે સમાઈ ગયો ! ૨૫૬૧ જ્યાં ‘કરું' ત્યાં પરમાત્મા નહીં ને જ્યાં પરમાત્મા ત્યાં ‘કરું' નહીં. ૨૫૬૨ કોઈ ‘આ કરે છે તેમ કહેવું, તે ગુનો છે. કોઈ “આ નથી કરતો” તે કહેવું, તે ગુનો છે. અને ‘કરું છું' તેમ બોલવું તે ય ગુનો છે. ઉદયકર્મ કરાવે છે ને કહે છે, આણે આમ કર્યું.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy