SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ નહીં તો ત્યાં સુધી એક ક્ષણવાર પણ નિરાકૂળતા પ્રાપ્ત થાય નહીં. ૨૫૧૦ જો તારો અહંકાર નથી, તો તું મોક્ષમાં છે ને મોક્ષમાં નથી તો તું અહંકારમાં છે ! ૨૫૧૧ જ્યાં ‘હમ’ છે ત્યાં બધા જ પ્રકારનો સંસાર ઊભો છે. આ ‘હમ' જ પરણે છે, “હમ' જ પાળે છે અને એ જ રડે છે પાછો ! એ જ ત્યાગી થાય છે અને એ જ સંસારી થાય છે. એ હમ' જ છે બધું. એ ‘હમ’ ગયું કે બધું કલ્યાણ થઈ ગયું. ૨૫૧૨ દરેકનામાં ગાંડો અહંકાર હોય. એ ગાંડો અહંકાર સવળાને અવળું દેખાડે. ગાંડો અહંકાર ઘરનાનું ય અવળું દેખાડે. વીતરાગી વિજ્ઞાની શું કહે છે ? ઘરનાંની પ્રકૃતિને જીતો, બહાર દુનિયા જીતવાની નથી. ૨૫૧૩ “નથી કરવું એ ય અહંકાર છે ને “કરવું છે' એ ય અહંકાર ૨૫૧૮ આ દુનિયામાં કોનાથી કામ ના થાય ? કર્તા હોય તેનાથી. ૨૫૧૯ સંજોગ બાઝે ત્યારે કહે, “મેં કર્યું. અને સંજોગ ના બાઝે ત્યારે ?! ૨૫૨૦ કર્તાપદનું ભાન ગયું નહીં, એટલે ભોક્તાપદનું ભાન છે. એટલે કષાય ઊભા રહ્યા છે. કર્તાપદનું ભાન ઊડે એટલે ભોક્તાપદનું ભાન ના હોય, તો કષાય જતાં રહે. ૨૫૨૧ જેને કરવાપણું બાકી ના રહ્યું, તેને ભોગવવાપણું બાકી ના રહ્યું. બંધન ભોક્તાથી નથી, કર્તાથી છે ! ૨૫૨૨ “સેલ્ફીનું ‘રિયલાઈઝેશન' (આત્મજ્ઞાન) કર્યા વિના જે જે કંઈ કરવામાં આવે છે તે નરી ખોટ, ખોટ ને ખોટ જ છે ! ૨૫૨૩ જગતના લોક કહે છે, “કેવળ જ્ઞાન' કરવાની ચીજ છે. ના, એ તો જાણવાની ચીજ છે ! કરવાની ચીજ તો કુદરત ચલાવી રહી છે. કરવું એ જ ભ્રાંતિ છે. આ શક્તિ કેટલી જાહોજલાલીથી તમારા માટે કરી રહી છે ! એ શક્તિને તો ઓળખો. ભગવાન આવું કરે જ નહીં. આ તો “વ્યવસ્થિત શક્તિનું કામ છે. ૨૫૨૪ કુદરત જે કંઈ કરે છે તે તમારાં હિતનું જ કરે છે, તમારા દોષને માર માર કરે છે. કર્તા પદ હોય તો સ્વચ્છેદ કહેવાય, પણ કર્તાપદ જાય ત્યાર પછી કોણ કરે છે ? કુદરત જ ! ૨૫૨૫ કુદરત એ આપણો જ ફોટો છે. કુદરત વાંકી નથી, તમે વાંકા ૨૫૧૪ જો તમે ઈશ્વરને કર્તા માનો તો પછી તમે તમારી જાતને કર્તા શું કામ માનો છો ? ૨૫૧૫ પોતે કર્તા માને છે તેથી કર્મ થાય છે. પોતે જો પોતાને એ કર્મનો કર્તા ના માને તો કર્મને વિલય થાય છે. ૨૫૧૬ જ્ઞાનદશામાં આત્મા અકર્તા છે, અજ્ઞાનદશામાં આત્મા કર્તા ૨૫૧૭ મનુષ્ય એકલો જ એવો છે કે જે હું કર્તા છું' એવું ભાન ધરાવે છે અને જ્યાં કર્તા થયો ત્યાં આશ્રિતતા તૂટી જાય છે. તેને ભગવાન કહે છે, “ભઈ, તું કરી લે છે તો તું છૂટો ને હું છૂટો.” પછી ભગવાનને ને તમારે શું લેવા-દેવા ? ૨૫૨૬ કુદરતે એવી ગોઠવણ કરી છે કે તમારું સારું જ થાય, પણ તમે ભડકો તો બગડે. ૨૫૨૭ કુદરત એનું નામ કે જે વિરોધાભાસી બિલકુલ હોય નહીં. “Ho' અને 'O' બે ભેગા થાય, બીજા અમુક સંજોગો ભેગા
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy