SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાનતા. પોતે શેય થઈને બીજાને જોય જાણે છે. જ્ઞાતા થઈને શેયને જાણો. ૨૪૮૯ જ્યાં જાણપણે ત્યાં કર્તાપણું ના હોય. કર્તાપણું છે ત્યાં જાણપણું ના હોય. ૨૪૯૦ જ્યાં કિંચિત્માત્ર કર્તાભાવ છે એ બંધભાવ છે. જે ગુણધર્મ નથી તેનો આરોપ કેમ અપાય ? ૨૪૯૧ “આત્મા અકર્તા છે' એવું ભાન થાય ત્યારે સમકિત થયું કહેવાય. ૨૪૯૨ કર્તાભાવ હોય ત્યારે યોજના રૂપકમાં આવે, નહીં તો યોજના બંધ થઈ જાય. ૨૪૯૩ જયાં સુધી હું કરું છું, તે કરે છે, તેઓ કરે છે એ હોય ત્યાં સુધી તરણતારણ ના થઈ શકે કોઈ. ૨૪૯૪ આ જગતમાં કર્તા પુરુષો માટે મહેનત છે અને અકર્તા પુરુષો માટે જાહોજલાલી છે ! ૨૪૯૫ સંસાર સુખને માટે, ભૌતિક સુખો માટે ‘કરવાનું છે. બાકી, મોક્ષ માટે કે ભગવાન પ્રાપ્તિ કરવા માટે કશું કરવાનું નથી અને આજના લોકોએ શું શિખવાડ્યું? કરો, કરો, કરો. ૨૪૯૬ કરવા જશો ત્યાં બંધન થશે. જ્યાં જ્યાં કરીશ ત્યાં બંધન અને સમજણથી મુક્તિ. ૨૪૯૭ જ્યાં કંઈ પણ કરવામાં આવે છે ત્યાં પુણ્ય બંધાય કે પાપ બંધાય. ૨૪૯૮ કરે છે બીજો ને કહે છે હું કરું છું' એ આરોપણ છે. તેનાથી આવતો ભવ મળે છે. “કોણ કરે છે? એ સમજી જાય તો આવતો ભવ બંધ થઈ જાય. આરોપણ જ આવતા ભવનું બીજ ૨૪૯૯ જ્યાં સુધી હું કર્તા છું’ એ ભાન છે ત્યાં સુધી આત્માનો એક અંશ પણ પામ્યા નથી. હું કંઈ પણ કરું છું' એ ભાન આત્મા પ્રાપ્ત કરાવે નહીં. ૨૫૦૦ કંઈ પણ કર્યું એનું નામ ભ્રાંતિ અને જાણ્યું એનું નામ “જ્ઞાન”. ૨૫૦૧ “જ્ઞાની' વગર જ્ઞાન ક્યાંથી લાવશો ? આ તો અજ્ઞાનનું ‘જ્ઞાન' કર્યું. હવે ‘જ્ઞાન'નું ‘જ્ઞાન' કરો. ૨૫૦૨ આ સંસારનું “રૂટ કોઝ' (મૂળ કારણ) અજ્ઞાન જાય ત્યારે જાય. અજ્ઞાન જાય તેની ખબર કેવી રીતે પડે ? “સ્વરૂપ'નું ભાન થાય ત્યારે. ૨૫૦૩ જીવને જ્ઞાન કેમ પ્રાપ્ત થતું નથી ? અજ્ઞાન બહુ પ્રિય છે તેથી. ૨૫૦૪ અજ્ઞાન એ પણ જ્ઞાન છે. અજ્ઞાન એ કંઈ બીજી વસ્તુ નથી અંધારું નથી. પણ એ પરવસ્તુને બતાવનારો પ્રકાશ છે. બહારની વસ્તુ બતાવનારો પ્રકાશ છે અજ્ઞાન. અને “જ્ઞાન” પોતાને પ્રકાશ કરે ને પારકાને ય પ્રકાશ કરે. ૨૫૦૫ અજ્ઞાન તો પોતે કોણ છું' એ જાણવા ના દે, એ અનુભવવા ના દે અને “જ્ઞાન' તો પોતે પોતાને જાણવા દે. ૨૫૦૬ સંસાર નડતો નથી, અજ્ઞાન નડે છે. પોતાના સ્વરૂપનું અજ્ઞાન નડે છે. ૨૫૦૭ “હું ચંદુભાઈ છું' એ ભાન રહ્યું કે તરત ‘આ સંસાર બધો મારો છે' એવું લાગ્યા કરે. ‘હું ચંદુભાઈ છું' એ “ડ્રામેટિક’ હોવું જોઈએ, એટલે આપણને એ અંદર નડે નહીં. ૨૫૦૮ અજ્ઞાનનું પરિણામ અહંકાર છે. ૨૫૦૯ જ્યાં અહંકાર શૂન્યતા પર છે ત્યાં નિરાકૂળતા પ્રાપ્ત થાય.
SR No.008822
Book TitleAptasutra Full
Original Sutra AuthorN/A
AuthorDada Bhagwan
PublisherDada Bhagwan Foundation
Publication Year
Total Pages235
LanguageGujarati
ClassificationBook_Gujarati & Akram Vigyan
File Size723 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy