SearchBrowseAboutContactDonate
Page Preview
Page 164
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૨ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર માટે અધાર્મિક યોગનો-પાપકારી પ્રવૃત્તિનો વારંવાર પ્રયોગ કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ સત્તાવીસમું મહામોહ બંધસ્થાન છે. जे य माणुस्सए भोए, अदुवा पारलोइए । तेऽतिप्पयंतो आसयइ, महामोह पकुव्वइ ॥३२॥ ભાવાર્થ :- જે વ્યક્તિ માનુષિક (મનુષ્ય સંબંધી) અને પારલૌકિક અર્થાત્ દૈવી ભોગોની અતૃપ્તિથી તેની વારંવાર તીવ્ર અભિલાષા કરે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ અઠ્યાવીસમું મહામોહ બંધસ્થાન છે. इड्डी जुई जसो वण्णो, देवाणं बलवीरियं । तेसिं अवण्णवं बाले, महामोहं पकुव्वइ ॥३३॥ ભાવાર્થ :- જે વ્યક્તિ, દેવોની ઋદ્ધિ, ધુતિ(શરીર, આભૂષણોની કાંતિ), યશ, વર્ણ(સૌંદર્ય) અને બલ-વીર્ય (દિવ્ય સામર્થ્ય)ના અવર્ણવાદ બોલે છે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ઓગણત્રીસમું મહામોહ બધસ્થાન છે. अपस्समाणो पस्सामि, देवे जक्खे य गुज्झगे । अण्णाणी जिणपूयट्ठी, महामोहं पकुव्वइ ॥३४॥ ભાવાર્થ :- જે અજ્ઞાની વ્યક્તિ, જિન ભગવાનની જેમ મારો પણ આદર-સત્કાર થાય, તેવી ઇચ્છાને વશ બનીને દેવ, યક્ષ અને અસુરોને ન જોવા છતાં હું તે બધાને જોઉં છું, તેવું મિથ્યાભાષણ કરે, તે મહામોહનીયકર્મ બાંધે છે. આ ત્રીસમું બંધસ્થાન છે. ઉપસંહાર: एए मोहगुणा वुत्ता, कम्मंता चित्तवद्धणा । जे उ भिक्खू विवज्जेज्जा, चरेज्जत्तगवेसए ॥३५॥ ભાવાર્થ :- જે મહામોહના બંધસ્થાનો છે, તે મોહથી ઉત્પન્ન થનારા, અશુભકર્મનું ફળદેનારા, ચિત્તની મલિનતાને વધારનારા દોષો છે, તેથી સાધુ તેનું આચરણ ન કરે, પરંતુ આત્મગવેષણા-આત્મદર્શનમાં લીન રહે. जं पि जाणे इतो पुव्वं, किच्चाकिच्चं बहु जद । तं वंता ताणि सेविज्जा, तेहिं, आयारवं सिया ॥३६॥ ભાવાર્થ :- સાધુ પહેલાં(દીક્ષા પૂર્વે અજ્ઞાન વશ) કરેલા પોતાના કૃત્યાકૃત્યોને જાણી તેનો સંપૂર્ણપણે પરિત્યાગ કરે અને તે સંયમસ્થાનોનું–શ્રેષ્ઠ આચારનું સેવન કરે કે જેના દ્વારા તે આચારવાન થાય છે. आयार-गुत्ती सुद्धप्पा, धम्मे ठिच्चा अणुत्तरे । ततो वमे सए दोसे, विसमासीविसो जहा ॥३७॥ ભાવાર્થ :- જેમ આશીવિષ-સર્પ વમેલા વિષનું પુનઃ પાન કરતો નથી, તેમ પંચાચારના પાલક, શુદ્ધાત્મા, અનુત્તર ધર્મમાં સ્થિત સાધક ઉપરોક્ત(મહામોહનો બંધ કરનારા) દોષોનો ત્યાગ કરે છે, તેનું પુનઃ સેવન ન કરે. सुचत्तदोसे सुद्धप्पा, धम्मट्ठी विदितायरे । इहेव लभते कित्ति, पेच्चा य सुगतिवरं ॥३८॥
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy