SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૪ ] શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર उभओवि अद्धजोयण सअद्धकोसं च तं हवति खेतं । હો સો ઝોયા, નોટૂળ વાળા II – નિર્યુક્તિ ગાથા ૭૮ સાધુ જે સ્થાનમાં રહ્યા હોય, તે ક્ષેત્રથી બે ગાઉ દૂર ગૌચરી આદિ માટે જઈ શકે છે. સાધુના સ્થાનથી બંને દિશામાં બે-બે ગાઉની ગણના કરતાં ચાર ગાઉ અર્થાતુ એક યોજનાની ક્ષેત્ર મર્યાદા થાય છે, પરંતુ ક્યારેક બે ગાઉ દૂર ગૌચરી ગયેલા સાધુને ઉચ્ચારાદિ બાધાના નિવારણ માટે જવું પડે, તો તે અર્ધા ગાઉ વધુ આગળ જઈ શકે છે. બંને દિશાના અર્ધા-અ ગાઉની ગણના કરતા એક ગાઉ થાય છે. આ રીતે સાધુની ક્ષેત્ર મર્યાદા એક યોજન અને એક ગાઉ થાય છે, તેને સૂત્રકારે સોસ નોયને કહ્યું છે. (૩) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીએ વિનયનો ઉપયોગ ન કરવો જોઈએ. રોગાદિના કારણે વિષયનો ઉપયોગ કરવો હોય, તો આચાર્યાદિની આજ્ઞા લઈને કરી શકે છે. विगतिं वितगीभीओ विगइगयं जो उ भुंजए भिक्खू । વિના વિકાસ મા વિતી વિહિં વન છે – નિર્યુક્તિ-૮૪ વિરત નામ આવતત્વ રામન ભિક્ષુ-સાધુ સંયમથી વિવિધ પ્રકારે અસંયમ તરફ લઈ જનાર વિગયયુક્ત ભોજન કરે તો વિગત સ્વભાવવાળો તે આહાર સાધુને બલાત્ અસંયમમાં લઈ જાય છે. (૪) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીને શય્યા સસ્તારક ગ્રહણ કરવા કહ્યું છે, જીવરક્ષા માટે તે આવશ્યક છે. कारणओ उडुगहिते उज्झिऊण गेण्हति अण्णंपरिसाडी। વારસ તિરિ કરેલા નિ પજેજ | – નિર્યુક્તિ-૮૬ ઋતુકલ્પ–શેષ કાળમાં કારણ વિશેષથી ગ્રહણ કરેલા સંસ્તારક છોડી દીધા પછી ચાતુર્માસમાં આવશ્યકતાનુસાર સંસ્તારક ગ્રહણ કરે. ગુરુ આદિને આપવાના હોય તો ત્રણ અને શેષ સર્વ સાધુ એક-એક સંસ્તારક ગ્રહણ કરી શકે છે. (૫) ચાતુર્માસામાં સાધુ-સાધ્વીને ત્રણ માત્રક(પાત્ર) ગ્રહણ કરવા કહ્યું છે, જેમ કે- (૧) ઉચ્ચાર (વડીનીતનું) માત્રક (૨) પ્રશ્રવણ(લઘુનીતનું) માત્રક (૩) કફ માત્રક. उच्चार-पासवण-खेल मत्तए तिन्नि तिहि गेहति । સંગ-આઇસક્કા મુઝવણ ૩ોતિ ! – નિર્યુક્તિ-૮૭ (૬) સાધુ-સાધ્વીએ પર્યુષણા–સંવત્સરીની આરાધના સમયે ગાયની રુંવાટી જેટલા વાળ રાખવા કલ્પતા નથી અર્થાતુ ગાયની રુંવાટી જેટલા વાળ હોય તો પણ લોન્ચ કરવો આવશ્યક છે. धुवलोओ उ जिनाणं निच्चं थेराण वासवासासु । અભિનાગસ વ, નાસિમે II નિયુક્તિ-૮૭ જિનકલ્પી, સ્થવિરકલ્પી, ગચ્છવાસી સર્વ સાધુઓએ વર્ષાવાસમાં (સંવત્સરી પૂર્વે) ધ્રુવ લોચમાથાના વાળ, મૂંછ આદિનો લોચ કરવો આવશ્યક છે. અસમર્થ, ગ્લાન સાધુએ પણ તે રાત્રિનું (સંવત્સરીનું) અતિક્રમણ ન કરવું જોઈએ. (૭) સાધુ-સાધ્વીને ચાતુર્માસ પહેલા ભાવ થયેલા શ્રદ્ધાવાન સિવાય કોઈને ચાતુર્માસમાંદીક્ષાદેવી કલ્પતી નથી. (૮) ચાતુર્માસમાં સાધુ-સાધ્વીએ સમિતિ, ગુપ્તિના પાલનમાં વિશેષ સાવધાની રાખવી જોઈએ.
SR No.008812
Book TitleAgam 27 Chhed 04 Dashashrutskandh Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages203
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_dashashrutaskandh
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy