SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ ] શ્રીવ્યવહાર સૂત્ર परिवसंतु से सागारिए पारिहारिए । दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । ભાવાર્થ :- શય્યાદાતા જો ઉપાશ્રય-મકાનાદિ સ્થાન ભાડે આપે અને ભાડૂતને કહે કે આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિર્ગસ્થ રહે છે. (તે ભલે રહે) આ રીતે કહેનાર ગૃહસ્વામી-માલિક સાગરિક (શય્યાતર) છે, તેથી તે પરિહાર્ય છે અર્થાતુ તેના ઘરેથી આહારાદિ લેવા કલ્પતા નથી. જો શય્યાતર કંઈ ન કહે પરંતુ ભાડૂત કહે કે આટલા-આટલા સ્થાનમાં શ્રમણ નિગ્રંથ રહે છે(તે ભલે રહે, તો તે ભાડૂત શય્યાતર છે, તેથી તે પરિહાર્ય (છોડવા યોગ્ય) છે. જો માલિક અને ભાડૂત બંને કહે તો બંને શય્યાતર છે અને બંને પરિહાર્ય છે. |२३ सागारिए उवस्सयं विक्किणेज्जा, से य कइयं वएज्जा- इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा परिवसति, से सागारिए पारिहारिए । से य णो वएज्जा, कइए वएज्जा- इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा परिवसंतु, से सागारिए पारिहारिए । दो वि ते वएज्जा, दो वि सागारिया पारिहारिया । ભાવાર્થ:- શય્યાતર જો ઉપાશ્રય વેંચે અને ખરીદનારને કહે કે આટલા આટલા સ્થાનમાં શ્રમણ-નિર્ઝન્ય રહે છે(તે ભલે રહે), તો તે (વેંચનાર માલિક) શય્યાતર છે, તેથી તે પરિહાર્ય છે. જો ઉપાશ્રયનો વિક્રેતા કંઈ ન કહે પરંતુ ખરીદનાર કહે, તો તે ખરીદનાર શય્યાતર છે, તેથી તે પરિહાર્ય છે. જો વિક્રેતા અને ખરીદનાર બંને કહે તો બંને સાગારિક છે, તેથી તે બંને પરિહાર્ય છે. વિવેચન : સાધુ જે મકાનમાં રહ્યા હોય તેના માલિક મકાન ભાડે આપે અથવા તેને વેંચી નાખે, ત્યારે સાધુના શય્યાતરનો નિર્ણય કેવી રીતે કરવો, તેનું સ્પષ્ટીકરણ પ્રસ્તુત સૂત્રમાં છે. ખરીદનાર અથવા ભાડૂત સાધુને પોતાના મકાનમાં પ્રસન્નતાપૂર્વક રહેવાની આજ્ઞા આપે, તો તે મકાન ખરીદનાર કે ભાડે લેનાર ભાડૂત શય્યાતર કહેવાય છે. જો મકાનના ભાડૂત કે ખરીદનાર વ્યક્તિ સાધુને રાખવામાં ઉપેક્ષાભાવ રાખે અને આજ્ઞા ન આપે ત્યારે મકાનના પૂર્વના માલિક જ તે ભાડૂતને કે મકાન ખરીદનારને કહી દે કે આટલા સમય સુધી આટલા સ્થાનમાં સાધુ રહેશે, ત્યાર પછી તે સ્થાન તમારું થઈ જશે, ત્યારે પૂર્વ શય્યાદાતા જ શય્યાતર રહે છે. આ રીતે મકાન વેંચનાર કે ખરીદનાર અથવા મકાન ભાડે દેનાર કે લેનાર ભાડૂત, આ બેમાંથી જે સાધુને રહેવા માટે પોતાની સંમતિ દર્શાવે છે, તે શય્યાતર થાય છે. જે શય્યાતર થાય, તેના ઘરના આહારાદિ શય્યાતરપિંડ કહેવાય છે અને તે સાધુને માટે અગ્રાહ્ય છે. કયારેક પૂર્વશપ્યાદાતા પણ કહે કે મારી આજ્ઞા છે અને નવા માલિક પણ કહે કે મારી પણ આજ્ઞા છે, ત્યારે બંનેને શય્યાતર માનવા જોઈએ. સાધુ તે બંનેને સમજાવીને કહે અને તે સમજી જાય, તો કોઈ પણ એકની જ આજ્ઞા રાખવી ઉચિત છે કારણ કે બૃહત્કલ્પ ઉ. ૨. સૂ. ૧૩માં અનેક સ્વામીઓવાળા મકાનમાં કોઈ એક સ્વામીની આજ્ઞા લેવાનું વિધાન છે. સુત્રમાં ગૃહસ્થના ઘરને માટે ઉપાશ્રય શબ્દનો પ્રયોગ થયો છે. સાધુને રહેવાના સ્થાન, મકાન આદિ માટે ઉપાશ્રય શબ્દનો પ્રયોગ થાય છે. જ્યાં જે સ્થાનમાં સાધુ રહ્યા હોય અથવા તેને જે સ્થાનમાં રહેવાનું હોય, તે બંને મકાનોને માટે આગમકાર ઉપાશ્રય શબ્દનો પ્રયોગ કરે છે.
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy