SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ઉદ્દેશક-૭. [ ૩૨૯ ] પર્યાય- વાળા સાધુને આચાર્ય પદ ઉપર નિયુક્ત કરવા સંબંધી વર્ણન ત્રીજા ઉદ્દેશક પ્રમાણે જાણવું. શ્રમણના મૃતશરીરની ઉત્તર ક્રિયા:| २१ गामाणुगामं दूइज्जमाणे भिक्खू य आहच्च वीसुंभेज्जा, तं च सरीरगं केइ साहम्मिए पासेज्जा, कप्पइ से तं सरीरगं 'मा सागारियं' ति कटु एगंते अचित्ते बहुफासुए थंडिले पडिलेहित्ता पमज्जित्ता परिट्ठवेत्तए । अत्थियाइं स्थ केइ साहम्मियसंतिए उवगरणजाए परिहरणारिहे, कप्पइ से सागारकड गहाय दोच्चपि ओग्गहं अणुण्णवेत्ता परिहारं परिहारित्तए । ભાવાર્થ - ગ્રામાનુગ્રામ વિહાર કરતા સાધુ માર્ગમાં જ મૃત્યુ પામે, તેના શરીરને અન્ય કોઈ સાધર્મિક શ્રમણ જુએ અને તે જાણે કે અહીં કોઈ ગૃહસ્થ નથી તો તેને તે સાધુના મૃત શરીરને એકાંત નિર્જીવ ભૂમિનું પ્રતિલેખન તથા પ્રમાર્જન કરીને પરઠવું કલ્પ છે. જો એ મૃત સાધુના કોઈ ઉપકરણ ઉપયોગમાં લેવા યોગ્ય હોય તો તેને સાગારકૃત-આચાર્યાદિની આજ્ઞાના આગારપૂર્વક ગ્રહણ કરી ફરી આચાર્યાદિની આજ્ઞા લઈને ઉપયોગમાં લેવા કલ્પે છે. વિવેચન : બૃહત્કલ્પ ઉદ્દેશક- ૪માં ઉપાશ્રયમાં કાળધર્મને પ્રાપ્ત થનાર સાધુને પરાઠવા સબંધી વિધિનું વિધાન છે અને પ્રસ્તુત સૂત્રમાં વિહાર કરતા કોઈ સાધુ માર્ગમાં જ કાળધર્મ પામી જાય તો તેના મૃતશરીરને પરઠવાની વિધિ બતાવી છે. વિહારમાં કોઈ સાધુ કાળધર્મ પામે અને તેના મૃત શરીરને કોઈ એક અથવા અનેક સાધર્મિક સાધુ જુએ તો સહવર્તી સાધુઓએ તે મૃતદેહને વિધિપૂર્વક એકાંતમાં લઈ જઈને પરઠી દેવો જોઈએ. આ સીરિય– સાધુ જાણે કે સાધુના શરીરની અંતિમ ક્રિયા કરે તેવા કોઈ ગૃહસ્થ ત્યાં આસપાસમાં નથી ત્યારે સાધુઓ તે મૃત શરીરને ઉપાડીને એકાંત અચિત્ત સ્થાનમાં પરઠે છે. જો કોઈ ગૃહસ્થ ત્યાં ઉપસ્થિત હોય, તો ગૃહસ્થો મૃતશરીર સંબંધી વિધિ કરે છે, ત્યારે સાધુએ તે વિધિ કરવાની રહેતી નથી. જો એ મૃત સાધુના કોઈ ઉપકરણ ઉપયોગમાં આવે તેવા હોય તો આચાર્યની આજ્ઞાનો આગાર રાખીને તેને ગ્રહણ કરી શકે છે. આચાર્ય તે ઉપકરણોને રાખવાની આજ્ઞા આપે તો તે ઉપકરણોને સાધુ રાખી શકે છે અને ઉપયોગમાં લઈ શકે છે. કોઈ એક અથવા અનેક સાધુ કોઈ પણ કારણથી કાળધર્મ પામેલા સાધુના મૃતશરીરને માર્ગમાં છોડીને ચાલ્યા જાય તો તેમાં શાસનની હીલના થાય છે, તે બધા સાધુઓ ગુરુચીમાસી પ્રાયશ્ચિત્તને પાત્ર થાય છે. પરિષ્ઠાપના સબંધી અન્ય જાણકારી માટે જુઓ- બૃહકલ્પ, ઉદ્. ૪. શય્યાતરનો નિર્ણય - २२ सागारिए उवस्सयं वक्कएणं पउंजेज्जा, से य वक्कइयं वएज्जा- इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा परिवसंति, से सागारिए पारिहारिए । से य णो वएज्जा वक्कइए वएज्जा-इमम्मि य इमम्मि य ओवासे समणा णिग्गंथा
SR No.008811
Book TitleAgam 26 Chhed 03 Vyavahara Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorDolarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages234
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vyavahara
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy