SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આવયb-૫ [ ૧૩૩ ] મૂ આવવાથી, સૂક્ષ્મરૂપે અંગોના હલવાથી, સૂક્ષ્મરૂપે કફ નીકળવાથી, સૂક્ષ્મ રૂપે દષ્ટિમાં સંચાર થવાથી શરીરમાં હલન-ચલન થાય, તો મારો કાયોત્સર્ગ અગ્નિ (અખંડિત) અને અવિરાધિત રહે છે. વિવેચન - પ્રસ્તુત સૂત્રોમાં કાયોત્સર્ગના આગારનું નિરૂપણ છે. કાયોત્સર્ગમાં કાયિક ચેનો સંપૂર્ણ ત્યાગ હોય છે, પરંતુ શરીરની કેટલીક સહજ ક્રિયાઓને કે તેના વેગને રોકી શકાતો નથી. તે ક્રિયાઓથી શરીરમાં સૂક્ષ્મ સંચાર થાય છે. તેનાથી કાયોત્સર્ગનો ભંગ ન થાય, તે માટે કાયોત્સર્ગની પ્રતિજ્ઞાનો સ્વીકાર કરતાં પહેલાં સાધક તેના આગાર-છૂટનો સ્વીકાર કરે છે. આગાર(2)- કાયોત્સર્ગમાં બાર આગાર છે-(૧) શ્વાસ લેવો, (૨) શ્વાસ છોડવો, (૩) ખાંસી-ઉધરસ, (૪) છીંક, (૫) બગાસું, (૬) ઓડકાર, (૭) વાયુનું અધોગમન, (૮) ચક્કર, (૯) મૂચ્છ, (૧૦) હૃદયના ધબકાર આદિ સૂક્ષ્મ અંગ સંચાર, (૧૧) સૂક્ષ્મ કફનો સંચાર, (૧૨) આંખના પલકારા આદિ સૂક્ષ્મ દષ્ટિનો સંચાર, આ બાર સ્વાભાવિક ક્રિયાઓના વેગને રોકી શકાતો નથી અને પ્રયત્નપૂર્વક જો તેના વેગને રોકવામાં આવે, તો માનસિક સ્થિરતા ખંડિત થાય છે, તેથી સાધક ત્રણે યોગની સ્થિરતા રૂપ કાયોત્સર્ગ માટે ઉપરોક્ત બાર પ્રકારના આગાર–છૂટ રાખે છે. પવનહં આ હં.... ઉપરોક્ત બાર પ્રકારના આગાર તથા પ્રસ્તુત પ્રસંગમાં ઇત્યાદિ શબ્દથી વ્યાખ્યાકારો અન્ય ચાર પ્રકારના આગારનું કથન કરે છે. अगणीओ छिदिज्ज य बोहियखोभाइ दीहडक्को वा । આVITદં અમનો ૩ળો માર્દિ ૨૧દ્દા આવશ્યક નિર્યુક્તિ (૧) અચાનક અગ્નિનો સ્પર્શ થાય, (૨) કોઈ શરીરનું છેદન કરે, (૩) મનુષ્યોનું અપહરણ કરનાર ચોર કે રાજા અંતરાય કરે, (૪) સર્પ આદિ ઝેરી જંતુનો ઉપસર્ગ આવે, આ ચાર કારણથી શરીરમાં હલનચલન થાય, તો કાયોત્સર્ગ નિરાોિ - અખંડિત રહે છે, કાયોત્સર્ગનો ભંગ થતો નથી. કાયોત્સર્ગની કાલમર્યાદા અને પ્રતિજ્ઞા :| ३ | जाव अरिहंताणं भगवंताणं णमुक्कारेणं ण पारेमि ताव कायं ठाणेणं, मोणेणं, झाणेणं, अप्पाणं वोसिरामि । શબ્દાર્થ :- નાવ - જ્યાં સુધી, રિહંતાણં – અરિહંત, માવંતા – ભગવંતોને, ખમુા – નમસ્કાર કરીને એટલે પ્રગટ રૂપે નમો અરિહંતાણં બોલીને, ન પામ – કાયોત્સર્ગ ન પાળું, તાવ – ત્યાં સુધી જયં- મારા શરીરને, તને – એક સ્થાન પર સ્થિર રહી, મો – મૌન રહી, ક્ષાને - ધ્યાનસ્થ રહી, અખાનું – પોતાના, કષાયાત્મા અને યોગાત્માને વોસિરામિ – વોસિરાવું છું ત્યાગ કરું છું. ભાવાર્થ :- જ્યાં સુધી અરિહંત ભગવાનને નમસ્કાર કરીને, અર્થાત્ 'નમો અરિહંતાણં ' બોલીને કાયોત્સર્ગ પૂર્ણ ન કરું, ત્યાં સુધી એક સ્થાન પર સ્થિર રહી, મૌન રહી, ધર્મ ધ્યાનમાં ચિત્તની એકાગ્રતા કરી પોતાના(મારા) શરીરને પાપાચારોથી વોસિરાવું છું અલગ કરું છું. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં કાયોત્સર્ગની કાલમર્યાદા અને તેની પ્રતિજ્ઞાનું પ્રતિપાદન છે.
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy