SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ | આવશ્યક-૪ પ૩ | (૪) અલ્પલેપા– જે પદાર્થનો લેપ પાત્રને કે હાથને ન લાગ્યો હોય, જે પદાર્થો વહોરાવવાથી દાતાને હાથ કે પાત્રને ધોવાની જરૂર ન પડે, તે આહાર લેતાં, વાપરતાં સાધુના હાથ કે પાત્ર લિપ્ત ન થાય અને તેને ધોવાની જરૂર ન પડે તેવા મમરા, પવા, ધાણી, ખાખરા વગેરે પદાર્થો ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અલ્પલેપા પિંડેષણા છે. (૫) અવગ્રહિતા- ગ્રહણ કરેલો. ગૃહસ્થ પીરસવા માટે આહારને વાસણોમાં કાઢીને રાખ્યો હોય અને તે આહારથી હાથ કે પાત્રમાં લેપ લાગે તેવો હોય, જેમ કે– દાળ, શાક વગેરે પદાર્થોને ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે અવગ્રહિત પિડેષણા છે. () પ્રગહિતા- વિશેષ પ્રકારે ગ્રહણ કરેલો. ગૃહસ્થ પોતાના ભોજન માટે કે અન્યના ભોજન માટે થાળીમાં આહાર પીરસ્યો હોય, પરંતુ હજુ જમ્યા ન હોય, તે આહાર દાતાના હાથમાં હોય કે થાળી આદિ વાસણમાં હોય તેવા દાતા પાસેથી આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે પ્રગૃહીત પિંડેષણા છે. () ઉક્ઝિતધમ– ઘરના લોકો જમી લે ત્યાર પછી અનુપયોગી તેમજ જે પદાર્થને અન્ય પશુ-પક્ષીઓ કે યાચકો, સંન્યાસીઓ આદિ ગ્રહણ કરવાની ઇચ્છા કરતા ન હોય, તેવા પ્રકારના અર્થાત્ બીજાઓ દ્વારા અનિચ્છનીય આહાર ગ્રહણ કરવાનો સંકલ્પ કરવો, તે ઉન્દ્રિતધર્મા પિંડેષણા છે. અp૬ પવનBM- માતા જેમ બાળકનું પાલન-પોષણ કરે છે, બાળકની રક્ષા કરે છે તેમ પાંચ સમિતિ અને ત્રણ પ્તિ સાધકના સંયમ જીવનની રક્ષા કરે છે, સંયમ જીવનને પુષ્ટ કરે છે, તેથી જિન પ્રવચનમાં તે માતાનું સ્થાન ધરાવે છે. આગમકારોએ તેને માતાની ઉપમા આપી છે. પાંચ સમિતિ:- (૧) જીવરક્ષાની ભાવનાથી, આગમોક્ત વિધિ પ્રમાણે ઉપયોગ પૂર્વક ચાલવું, તે ઈર્યાસમિતિ છે, (૨) આવશ્યકતા હોય, ત્યારે નિરવધ ભાષાનો પ્રયોગ કરવો, તે ભાષાસમિતિ છે, (૩) પ્રાસુક અને નિર્દોષ આહાર પાણી ગ્રહણ કરવા અને તેને અનાસક્તભાવે ભોગવવા, તે એષણા સમિતિ છે, (૪) પોતાની ઉપધિનું પ્રતિલેખન અને પ્રમાર્જન કરવું, તેને વ્યવસ્થિત રાખવા, તે આયણ ભંડ મત્ત નિઓવણિયા સમિતિ છે, (૫) મળ-મૂત્ર આદિ પરઠવા યોગ્ય પદાર્થોને નિર્દોષ ભૂમિમાં નિર્દોષ રીતે પરઠવા, તે ઉચ્ચાર પાસવણ ખેલ જલ સિંઘાણ પરિઠાવણિયા સમિતિ છે. ત્રણ ગુપ્તિ-મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ. અષ્ટ પ્રવચન માતાના વિસ્તૃત વિવેચન માટે જુઓ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૨૪. Mવ૬ નંબરીખ- બ્રહ્મચર્યની નવ પ્રકારની ગુપ્તિ. બ્રહ્મચર્ય મહાવ્રતની રક્ષા માટે શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના સોળમા અધ્યયનમાં બ્રહ્મચારી સાધુઓને માટે નવ પ્રકારના નિયમોનું કથન છે. તે બ્રહ્મચર્યની નવ ગુપ્તિ કહેવાય છે. (૧) વિવિક્ત શયનાસન સેવન - સ્ત્રી, પશ અને નપુંસકોથી યુક્ત સ્થાનમાં રહેવું નહીં, (૨) સ્ત્રી કથા પરિહાર- સ્ત્રીઓની વિષયવર્ધક કથા, વાર્તા કહેવી નહીં, (૩) નિષધાનુપવશન- સ્ત્રીઓ સાથે એક આસને બેસવું નહીં અથવા સ્ત્રીના આસન પરથી સ્ત્રી ઊઠી ગયા પછી એક મુહૂર્ત સુધી બેસવું નહીં, (૪) સ્ત્રી અંગોપાંગ દર્શન ત્યાગ- સ્ત્રીના અંગોપાંગ વિષય બુદ્ધિથી નિરખવા નહીં, (૫) ફૂડ્યાંતર શબ્દ શ્રવણાદિ વર્જન- ભીંતના આંતરે રહીને સ્ત્રીઓના વિલાસજન્ય શબ્દાદિ સાંભળવા નહીં, (૬) પર્વ ભોગ સ્મરણ ત્યાગ– પૂર્વે ભોગવેલા કામભોગનું સ્મરણ કરવું નહીં, (૭) પ્રણિત
SR No.008785
Book TitleAgam 28 Mool 01 Avashyak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorRupabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages326
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aavashyak
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy