SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૨/સાત નામ – સાત સ્વર હોય અર્થાત્ એક–બીજાના મેળમાં હોય. (૮) સપ્તસ્વર સીભર– જેમાં ષડ્જ વગેરે સાત સ્વર, તંત્રી વગેરે વાદ્ય ધ્વનિને અનુરૂપ હોય અથવા વાદ્ય ધ્વનિ ગીતના સ્વરની સમાન હોય. १२ अक्खरसमं पयसमं, तालसमं लयसमं गहसमं च 1 णिस्ससियउस्ससियसमं, संचारसमं सरा सत्त ॥५०॥ ભાવાર્થ :- પૂર્વગાથામાં 'સપ્તસ્વરસીભર' નામનો અંતિમ ગુણ બતાવ્યો છે. ગીત જો સાત પ્રકારે સ્વર સાથે અનુરૂપ હોય તો તે ગીત 'સપ્ત સ્વરસીભર' બને છે. તે સપ્ત સીભરતા આ પ્રમાણે છે– (૧) અક્ષરસમ– જે ગીત હૃસ્વ, દીર્ઘ, પ્લુત અને સાનુનાસિક અક્ષરોને અનુરૂપ હૃસ્વાદિ સ્વરયુક્ત હોય તે. (૨) પદસમ— સ્વર અનુરૂપ પદ અને પદ અનુરૂપ સ્વરથી ગવાતું ગીત.(૩) તાલસમ– તાલવાદનને અનુરૂપ સ્વરથી ગવાતું ગીત. (૪) લયસમ– વીણા વગેરે વાધની ધુન અનુસાર ગવાતું ગીત. (૫) ગ્રહસમ—વીણા વગેરે દ્વારા ગૃહીત સ્વર અનુસાર ગવાતું ગીત. (૬) નિશ્વસિતોચ્છવસિતસમ– શ્વાસ લેવા અને મૂકવાના ક્રમાનુસાર ગવાતું ગીત. (૭) સંચારસમ-સિતાર વગેરે વાદ્યોના તાર પર થતાં આંગળીના સંચાર સાથે ગવાતું ગીત. ગેય પદના આઠ ગુણ : १३ णिद्दोसं सारवंतं च, हेउजुत्तमलंकियं । વળીય સોવયાર્ં ૬, મિયં મહુરમેવ ય ॥૧॥ ૨૩૪ ભાવાર્થ :- ગેય પદોના આઠ ગુણ આ પ્રમાણે છે. (૧) નિર્દોષ– અલીક, ઉપઘાત વગેરે ૩ર દોષથી રહિત ગીતના પદથી યુક્ત હોવું. (૨) સારવંત– સારભૂત વિશિષ્ટ અર્થથી યુક્ત હોવું. (૩) હેતુયુક્ત– અર્થસાધક હેતુથી યુક્ત હોવું. (૪) અલંકૃત- કાવ્યગત ઉપમા, ઉત્પ્રેક્ષા વગેરે અલંકારથી યુક્ત હોવું. (૫) ઉપનીત– ઉપસંહારથી યુક્ત હોવું. (૬) સોપચાર– અવિરુદ્ધ–અલજ્જનીય અર્થના પ્રતિપાદન યુક્ત હોવું. (૭) મિત− અલ્પપદ અને અલ્પ અક્ષરવાળું હોવું. (૮) મધુર- સુશ્રાવ્ય શબ્દ, અર્થ અને પ્રતિપાદનની અપેક્ષાએ પ્રિય હોવું. ગીતના વૃત્ત-છંદ १४ -- समं अद्धसमं चेव, सव्वत्थ विसमं च जं । तिणिण वित्तप्पयाराई, चउत्थं गोवलब्भइ ॥५२॥ શબ્દાર્થ :-વિત્ત - વૃત્ત-છંદ, યાપારૂં = પ્રકારાદિ. = ભાવાર્થ :- ગીતના વૃત્ત–છંદ ત્રણ પ્રકારના હોય છે.(૧) સમ– જે ગીતમાં ચરણ અને અક્ષર સમ
SR No.008782
Book TitleAgam 32 Chulika 02 Anuyogdwar Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSubodhikabai Mahasati, Artibai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages642
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_anuyogdwar
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy