SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તુતિ ગાથાઓ [૧૧] [૧૪] સંઘરૂપ સુમેરુમાં જીવદયારૂપ સુંદર ગુફાઓ છે. તે ગુફાઓ કર્મરૂપ શત્રુઓનો પરાજય કરનાર, પરવાદીરૂપ મૃગો પર વિજય પ્રાપ્ત કરવામાં શ્રેષ્ઠ એવા તેજસ્વી મુનિગણ રૂપ સિંહથી આકીર્ણ છે અને જ્યાં સેંકડો હેત રૂપ સોના ચાંદી વગેરે ધાતુઓ નિયંદમાન- વહી રહી છે, જ્ઞાન, દર્શન, ચરિત્રરૂપ વિવિધ દેદીપ્યમાન રત્નોથી અને આમાઁષધિ આદિ ૨૮ લબ્ધિઓરૂ૫ રહસ્યમય જડીબુટ્ટીઓથી સંઘરૂપી સુમેરુ શોભાયમાન છે. [૧૫] સંઘરૂપ સુમેરુ સંવરરૂપ શ્રેષ્ઠ જળના સતત પ્રવાહરૂપ ઝરણાઓથી હીરાના હારની જેમ શોભાયમાન છે. તેમજ શ્રાવકગણરૂપ મયૂરો ધર્મસ્થાન રૂપ રમ્યપ્રદેશોમાં આનંદવિભોર થઈ સ્વાધ્યાય સ્તુતિરૂપ પ્રચુર ધ્વનિ કરી રહ્યા છે. [૧૬] સંઘરૂપ સુમેરુપર વિનય ગુણથી વિનમ્ર, ઉત્તમ મુનિગણ રૂપ હુરાયમાન વિધુતથી ચમકતા શિખર સુશોભિત છે. જ્યાં વિવિધ સંયમ ગુણોથી સંપન્ન મુનિવર જ કલ્પવૃક્ષ છે. જેઓ ધર્મરૂપ ફળ અને વિવિધ રિદ્ધિરૂ૫ ફૂલોથી યુક્ત છે. એવા મુનિવરોથી ગચ્છરૂ૫ વન પરિવ્યાપ્ત છે. [૧૭] સંઘરૂપ સુમેરુ પર સમ્યગુ જ્ઞાનરૂપી શ્રેષ્ઠ રત્નોથી દેદીપ્યમાન, મનોજ્ઞ નિર્મળ વૈડૂર્યમથી ચૂલિકા છે એવા તે મહામંદર પર્વતરાજ રૂપ સંઘને હું વિનયપૂર્વક નમ્રતા સાથે વંદન કરું છું. વિવેચન : પ્રસ્તુત ગાથામાં સ્તુતિકારે શ્રી સંઘને મેરુ પર્વતની ઉપમાથી અલંકૃત કરેલ છે. દરેક સાહિત્યકારે સુમેરુ પર્વતનું મહાભ્ય બતાવ્યું છે. મેરુ પર્વત જંબૂદ્વીપના મધ્યભાગમાં સ્થિત છે. જે એક હજાર જોજન પૃથ્વીમાં ઊંડો છે અને નવ્વાણુ હજાર જોજન ઊંચો છે. મૂળમાં તેની જાડાઈદસ હજાર જોજન છે. તેના પર ચાર વન છે– (૧) ભદ્રશાલવન (૨) સોમનસવન (૩) નંદનવન (૪) પંડગવન. તેને ત્રણ કાંડ છે– રજતમય, સુવર્ણમય અને વિવિધરત્નમય. તેને ચાલીસ જોજનની ચૂલિકા છે. આ પર્વત વિશ્વના સર્વ પર્વતોથી ઊંચો છે. મેરુપર્વતને વજમય પીઠિકા, સુવર્ણમય મેખલા અને કનકમય અનેક શિલાઓ છે. તેને દેદીપ્યમાન ઊંચા અનેક ફૂટ છે. વનોમાં નંદનવન સવિશેષ રમણીય છે. જેમાં અનેક કંદરાઓ, ગુફાઓ છે. તેની અંદર અનેક પ્રકારની ધાતુઓ છે. મેરુ પર્વત વિશિષ્ટ રત્નોનું ઉદ્ભવસ્થાન છે. તે અનેક પ્રકારની ઔષધિઓથી પરિવ્યાપ્ત છે. તેની ગુફાઓમાં અનેક પક્ષીઓનો સમુહ આનંદવિભોર બનીને કલરવ કરે છે, તેમજ મયૂરો નૃત્ય કરે છે. તેના ઊંચા ઊંચા શિખરો વિધુતની પ્રભાની જેમ ચમકી રહ્યા છે. તેના વનવિભાગો કલ્પવૃક્ષોથી સુશોભિત છે. તે કલ્પવૃક્ષો સુગંધિત ફૂલો અને ફળોથી યુક્ત છે. આવી અનેક પ્રકારની વિશેષતાઓથી તે મહાગિરિરાજ શોભાયમાન છે, જેની તુલના થઈ શકે એમ નથી. એવા શ્રેષ્ઠ પર્વતરાજની ઉપમાથી ચતુર્વિધ શ્રી સંઘને ઉપમિત કરેલ છે. મેરુની ભૂપીઠિકા વજમયી છે અર્થાતુ વજ નિર્મિત છે. એમ સંઘરૂ૫ મેરુની ભૂપીઠિકા શ્રેષ્ઠ સમ્યગુદર્શન છે. જેમ મેરુને ઉજ્જવળ સોનાની આધારશિલા છે એમ સંઘમેરુને સમ્યગુદર્શનરૂપ સુદઢ
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy