SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૪૮] શ્રી નદી સૂત્ર પારિણામિકીબુદ્ધિ : अणुमाण-हेउ-दिटुंतसाहिआ, वय-विवाग-परिणामा । हिय-णिस्सेयस फलवई, बुद्धी परिणामिया णाम ॥ શબ્દાર્થ :- પુના = અનુમાન, ૩ = હેતુ, હિત = દષ્ટાંતથી, = કાર્યને સિદ્ધ કરનારી, વય = ઉંમર, વિવાન = વિપાકના, પરિણામ = પરિણામવાળી, હિય = આત્મહિત, fસ્તેયસ = મોક્ષ, નવ = ફળ દેનારી, પરિણાકિયા = પારિણામિકી. ભાવાર્થ :- અનુમાન, હેતુ અને દષ્ટાંતથી કાર્યને સિદ્ધ કરનારી, ઉંમર પરિપક્વ થવા પર પ્રાપ્ત થનારી આત્મહિતકારી તથા મોક્ષ ફળને પ્રદાન કરનારી બુદ્ધિ પારિણામિકી બુદ્ધિ કહેવાય છે. अभए सिट्ठी कुमारे, देवी उदियोदए हवइ राया । साहू य णंदिसेणे, धणदत्ते सावग अमच्चे ॥ खमए अमच्चपुत्ते चाणक्के चेव थूलभद्दे य । णासिक्क सुदरीणदे, वइरे परिणाम बुद्धीए ॥ चलणाहण आमंडे, मणी य सप्पे य खग्गिथूभिंदे । परिणामिय-बुद्धीए, एवमाई उदाहरणा ॥ से त्तं अस्सुयणिस्सियं । ભાવાર્થ :- (૧) અભયકુમાર (ર) શેઠ (૩) કુમાર (૪) દેવી (૫) ઉદિતોદય રાજા (૬) સાધુ અને નંદિષેણ (૭) ધનદત્ત (૮) શ્રાવક (૯) અમાત્ય (૧૦) ક્ષપક (૧૧) અમાત્યપુત્ર (૧૨) ચાણક્ય (૧૩) સ્થૂલિભદ્ર (૧૪) નાસિકના સુંદરીનંદ (૧૫) વજસ્વામી (૧૬) ચરણાહત (૧૭) આંબળા (૧૮) મણિ (૧૯) સર્પ (૨૦) ગેંડા (૨૧) સ્તૂપ–ભેદન ઈત્યાદિ પારિણામિકીબુદ્ધિના ઉદાહરણ છે. આ રીતે અશ્રુતનિશ્ચિત મતિજ્ઞાનનું વર્ણન પૂર્ણ થયું. (૧) ભાર :- માલવદેશમાં ઉજ્જયિની નામની નગરી હતી. ત્યાં ચંદ્રપ્રદ્યોતન રાજા રાજ્ય કરતા હતા. એક વાર તેણે પોતાના સાઢુભાઈ રાજગૃહના રાજા શ્રેણિકને દૂત દ્વારા કહેવડાવ્યું કે- જો તમે તમારું અને તમારા રાજ્યનું ભલું ઈચ્છતા હો તો અનુપમ વંકચૂડ હાર, સેચનક હાથી, અભયકુમાર પુત્ર અને રાણી ચેલણાને વિલંબ કર્યા વગર મારી પાસે મોકલી દો. દૂત દ્વારા ચંદ્રપ્રદ્યોતનનો આ સંદેશ સાંભળીને શ્રેણિક રાજા ક્રોધથી ધમધમાયમાન બન્યા. તેમણે દૂતને કહ્યું– દૂત અવધ્ય હોય છે માટે તમને હું છોડી દઉં છું. તમે તમારા રાજાને જઈને કહેજો કે જો તમે
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy