SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મતિજ્ઞાન ૧૪૭ ચોકસાઈપૂર્વક બતાવી શકતો હતો કે આટલી સંખ્યાના સૂતરના ફાળકાથી આ વસ્ત્ર તૈયાર થઈ જશે. આ વણકરની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૪) કોવ :- કડછી– એક ઘાર અનુમાનથી જ કહી દેતો કે આ કડછીમાં આટલી માત્રામાં વસ્તુ સમાય શકશે. તેને કર્મજા બુદ્ધિ પ્રાપ્ત થઈ હતી. (૫) મોતી :- સિદ્ધહસ્ત મણિકાર મોતીઓને એવી રીતે યત્નાપૂર્વક ઉછાળતો કે નીચે રાખેલા સૂવરના વાળમાં જઈને પરોવાઈ જતા. આ સિદ્ધહસ્ત મણિકારની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૬) વૃત્ત :- કોઈ કોઈ ઘીના વ્યાપારી પણ એટલા કુશળ હોય છે કે તેઓ ગાડામાં અથવા રથમાં બેઠા બેઠા જ નીચે રહેલ કુંડીમાં એક ટીપું પણ ઢોળાયા વગર થી ભરી શકે છે. આ તેની કર્મજા બુદ્ધિનું ઉદાહરણ છે. (૭) વિ(નટ) :-નટ લોકોની ચતુરાઈ જગ પ્રસિદ્ધ છે. તેઓ દોરી પર અદ્ધર ચડીને અનેક પ્રકારના ખેલ કરે છે, તોપણ નીચે પડતા નથી. એ નટ લોકોની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૮) તુળ (દરજી) :- કુશળ દરજી કપડાની એવી સફાઈથી સિલાઈ કરે છે કે તેણે કઈ જગ્યાએ સિલાઈ કરી છે એ પણ દેખાવા ન દે. આ દરજીની કર્મજા બુદ્ધિની ચતુરાઈ છે. (૯) વ૪૫ :- ચાર લાકડા પર સુંદર કોતરણી કરી શકે છે. તેમજ તેની ઉપર ભિન્ન ભિન્ન પ્રકારની સુંદર આકૃતિ બનાવી શકે છે. જાણે કે તે સજીવ આકૃતિ ન હોય ? તેવી લાગે છે. તેઓ પોતાની કળામાં એવા પ્રવીણ હોય છે. અમુક મકાન, રથ, આદિમાં કેટલું લાકડું જોઈશે તે ગણતરી કર્યા વગર બતાવી શકે છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૦) આપૂપિયા :- ચતુર કંદોઈ વિવિધ પ્રકારની મીઠાઈઓ બનાવે છે. તેને માપ્યા વિના જ કેટલી ચીજ કેટલા વજનની જોઈએ તેનું અનુમાન કરી લે છે. કોઈ કોઈ પુરુષ પોતાની કળામાં એટલા પ્રસિદ્ધ થઈ જાય છે કે દૂર–દૂરના દેશો સુધી તેની કીર્તિ ફેલાય જાય છે. એ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૧) ઘટ :- કુંભકારો ઘડો બનાવવામાં એટલા ચતુર હોય છે કે ચાલતા ચાકડા પર જલ્દી જલ્દી રાખવા માટે માટીનો પિંડ એટલો જ લે છે કે જેનાથી ઘડો બરાબર બની જાય છે. આ તેની કર્મજા બુદ્ધિની કળા છે. (૧૨) ચિત્રાર :- કુશળ ચિત્રકાર પોતાની કળાથી ફૂલ, પાંદડા, ઝાડ, નદી, ઝરણા, મૂર્તિ આદિના એવા ચિત્રો બનાવી આપે છે કે તેમાં અસલી, નકલીનો ભેદ કરવો કઠિન થઈ પડે છે. તે પશુ, પક્ષી, દેવ અથવા માનવના જીવંત ચિત્રો બનાવે છે અને ક્રોધ, ભય, હાસ્ય તથા ઘૃણા આદિના ભાવો તેના ચહેરા પર એવા અંકિત કરે છે કે જોનાર થંભી જાય છે. ઉપરના બારે ઉદાહરણ કાર્ય કરતાં, તેના અભ્યાસથી ઉત્પન્ન થયેલ કર્મજા બુદ્ધિના છે. આવી બુદ્ધિ માનવને પોતાના વ્યવસાય કાર્યમાં દશ બનાવે છે.
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy