SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ ] શ્રી નંદી સૂત્ર પ્રીતિ થાય એ દષ્ટિકોણને લક્ષ્યમાં રાખીને ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્નો પૂછયા કર્યા હોય એમ જણાય છે. આ પ્રશ્નોથી એમ પણ સમજી શકાય છે કે જો જ્ઞાની ગુરુદેવ પ્રત્યક્ષ બિરાજમાન હોય તો શિષ્યએ ગુરુદેવના સાન્નિધ્યમાં રહીને વિનમ્રભાવે જ્ઞાનની વૃદ્ધિ માટે પ્રશ્રની પરંપરા ચાલુ રાખવી જોઈએ. તે લિં વં મળપુજવળ :- નંદી સૂત્રની રચના પદ્ધતિ અનુસાર અવધિજ્ઞાન, કેવળજ્ઞાન, મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનનાં પ્રકરણોમાં પણ આ જ પ્રશ્ન પ્રારંભમાં કરેલ છે અને તેનો ઉત્તર પણ તે ચારે ય પ્રકરણમાં તેના મુખ્ય ભેદ દર્શાવતાં આપેલ છે. આ વાત દરેક પ્રકરણના પ્રારંભમાં આપણે જોઈ શકીએ છીએ. પ્રસ્તુત મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં આ પ્રશ્નનો ઉત્તરપાઠ નથી પરંતુ તે પ્રશ્નના ઉત્તર વિના જ નવો પ્રશ્ન અને ઉત્તર ભગવાન અને ગૌતમના નામે શરૂ કરેલ છે. તે પ્રથમ પ્રશ્નનો ઉત્તર નંદી સૂત્રના બીજા પ્રકરણોની સમાન હોવો જોઈએ તે પાઠ પાછળ ઉપસંહાર પાઠની સાથે આવેલ છે. દરેક જ્ઞાનના પ્રકરણમાં ઉપસંહાર રૂપમાં અંતિમ પાઠ તે સમાજ વ્ય€ પmત્ત સંગ- પરંતુ અહીં મન:પર્યવ જ્ઞાનના પ્રકરણમાં તે ઉપસંહાર પાઠની સાથે આ પ્રથમ પ્રશ્નનો ઉત્તર જોડાઈ ગયેલ છે. આમ થવામાં લિપિદોષ હોવાની વિશેષ શક્યતા છે. જે ટીકાકારના પહેલાના સમયથી ચાલ્યો આવે છે. આ વિચારણા અનુસાર પ્રારંભનો મૂળપાઠ આ પ્રકારે હોવો જોઈએ-સે તિ मणपज्जवणाणं? मणपज्जवणाणं दुविहं पण्णत्तं तं जहा- उज्जुमइ य, विउलमइ ય | આ પ્રકારનો પ્રશ્ન અને ઉત્તર સહિત પાઠ આવ્યા પછી આગળનો પ્રશ્ન પાઠ હોવો જોઈએ કેબાપાને છે કિંજમણલ્લા ૩પ્પwફ, અનપુણ ? ઉપસંહાર પાઠની સાથે જોડાયેલ તે મન:પર્યવ જ્ઞાનના બે પ્રકારે ઉત્પન્ન થવાનો પાઠ ન હોવો જોઈએ. ત્યાં બીજા પ્રકરણોની જેમ- તે HIો વર્ષાવિદ પUUત્ત... વગેરે પાઠ હોવો યોગ્ય છે. આ વિચારણાના આધારે પ્રતોમાં ન મળવાને કારણે પ્રસ્તુતમાં ઉક્ત મૂળપાઠ કોષ્ટકમાં રાખવામાં આવેલ છે. જે ત્યાં હોવો જરૂરી પણ છે. નહિતર પાઠકોને પાઠની અપૂર્ણતા જણાય છે. બતે નોયT:- ભગવતી સૂત્ર જેવા પ્રશ્નોત્તરાત્મક આગમમાં પ્રાયઃ પ્રશ્નકર્તા ગૌતમ સ્વામી, અગ્નિભૂતિ આદિ ગણધરો કે અન્ય અણગારો છે, તેમના પ્રશ્નોમાં મતે ના સંબોધનથી પ્રશ્ન કરેલા છે અને ભગવાન ઉત્તર આપે ત્યારે ગોયમા' આદિ સંબોધન દ્વારા ઉત્તરો આપેલા છે. પ્રસ્તુત આગમમાં પાંચજ્ઞાનનું વર્ણન પણ પ્રશ્નોત્તર શૈલીથી કરવામાં આવ્યું છે. તેમા મનઃ પર્યવજ્ઞાન સિવાયના ચારે જ્ઞાનના વર્ણનનાં પ્રશ્નોમાં મતે કે ઉત્તરમાં નયન શબ્દનો પ્રયોગ નથી પરંતુ
SR No.008781
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPrankunvarbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages380
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_nandisutra
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy