SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ ક્ષય કરો, નવા કર્મ ન બાંધો અને સ્વરૂપમાં લીન બની, અજીવથી વિભક્ત બની, જીવને મુક્ત બનાવી લોકાગ્રે વાસ કરો.. આભાર-ધન્યવાદ-સાધુવાદ : પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરી અણમોલો અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુરુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું. આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું. મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્ય નિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ અપું . પ્રસ્તુત આગમના અનુવાદિતા થયા છે– અમારા બારમા નંબરના સુશિષ્યા સુમતિબાઈ મહાસતીજી. જેઓ સદાનંદી તરીકે ઓળખાય છે, તેઓ આનંદી, બુલંદ સુસ્વરકંઠી, વ્યવસ્થાના આયોજનમાં દક્ષ, વ્યવહાર કુશલા, નિડર, સ્પષ્ટવક્તા, વિદુષી છે. તેઓનું નામ સુમતિ છે, તે તેવા જ સમિતિવાન, ગુપ્તિવાન બને અને બીજા ભાગમાં આલેખાયેલા ભાવો અંતરમાં ઉતારી નામ પ્રમાણે ગુણવાન બની રહે તેવી મંગલ કામના કરું છું, સાથે જ ધન્યવાદ, સાધુવાદ આપું છું. આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ., પ્રભાબાઈ મ. એવં ધીરમતી, હસુમતી, વીરમતી સહિત સેવારત રેણુકા-રૂપા આદિ દરેક ગુરુકુલવાસી સાધ્વીવૃંદને અનેકશઃ ધન્યવાદ આપું છું. સતત પ્રયત્નશીલ, અનેક આગમોનું અવગાહન કરીને અનુવાદની કાયાપલટ કરી, આગમને સરલ, સુમધુર, સંમાર્જિત કરનાર, શબ્દાર્થ-ભાવાર્થ અને વિવેચનનું સંતુલન જાળવી રાખનાર, ભગીરથ કાર્યના યશસ્વી સહ સંપાદિકા મમશિષ્યા-પ્રશિષ્યા સાધ્વી રત્ના ડૉ. સાધ્વીશ્રી આરતી એવં સાધ્વીશ્રી સુબોધિકાને અભિનંદન સહિત 38
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy