SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ કરાવી, તેને હટાવવાની વાત બહુ ઝીણવટ-પૂર્વક ૨૫ ગાથામાં સમજાવી છે. તે વાંચી, કર્મપ્રકૃતિનો નાશ કરી સ્વસ્વરૂપમાં સ્થિત થવાનો પુરુષાર્થ કરવો જોઈએ. * ચૌદમી કળાના અજવાળે આત્મ-અધ્યવસાયમાં ક્ષણેક્ષણે થતા ફેરફારોને જોવાના છે. તેના છ પ્રકાર છે, જેનું નામ લેશ્યા છે. તેની ઓળખ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પરિણામના દષ્ટાંત સહિત વિવિધ પ્રકારે દર્શાવી છે. વેશ્યાના સથવારે જ અધ્યવસાયના વ્યવસાયને જાણી શકાય છે. ૬૧ ગાથામાં સુંદર ભાવોનું અવગાહન કરી આત્માને લેશ્યાતીત બનાવવો જોઈએ. * પંદરમી કળાના અજવાળે સાચો અણગાર કેવો હોય તેનું દર્શન કરવાનું છે. તે જુઓ, સંસારનો ત્યાગ કરતો, સર્વ જીવો પ્રતિદયાળુ હૃદયવાળો બનતો, આકર્ષક સ્થાનમાં ન લોભાતો, નેત્રને ઢાળતો, વિષય-કષાયની વાર્તા ન સાંભળતો, સુંદર, કોમળ સ્પર્શમાં ન સ્પર્ધાતો, રસાસ્વાદમાં લોલુપ ન બનતો, પરિગ્રહની ગાંઠ ન બાંધતો, ક્રય-વિક્રયના ધંધાને છોડતો, ગૃહસ્થીના સંગમાં ન ફસાતો, લુખા-સૂકા આહારાદિમાં સંતુષ્ટ થતો, સત્કાર-સન્માનમાં ન લપાતો, નિર્મમત્વી નિરહંકારી, વીતરાગભાવ પામી ગયેલો અનાશ્રવી સાધક અણગાર કર્મ સંગ્રામ ખેલી, કર્મક્ષય કરી, કેવળજ્ઞાન પામી શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરે છે. આ અધ્યયનની અણમોલ ૨૧ ગાથાનું અવલોકન, અધ્યયન કરી અણગાર ભાવની ચેતના વિકસાવો. * સોળમી કળાના અજવાળે, વિશ્વેશ્વર બનવા કર્મસંગ્રામ ખેલી વિશ્વની વિદાય લેતા આત્માનું દર્શન કરવાનું છે, જીવને કર્મ રાજાની સતામણીથી કયા સ્થાનમાં કેટલીવાર જવું પડયું છે, બંધાઈને ગોંધાઈ રહેવું પડયું છે, તેનું સંપૂર્ણ આલેખન ૨૭૪ ગાથાથી જાણવાનું છે, જગતની આખરી અલવિદા લઈને સાધક બધા જીવો સાથે ખમતખમણા કરી, અજીવથી વિભક્ત થઈ, પોતાના સ્વભાવમાં રમણતા કરવા માટે તૈજસ-કામણ શરીરનો ત્યાગ ઓગણત્રીસમા અધ્યયનમાં દર્શાવ્યા મુજબ કરીને કર્મરાજાની સત્તામાંથી છૂટી, નિવૃત્ત થઈ જાય છે અને સાદિ અનંત ભાગે સિદ્ધ પ્રભુ મહાવીર થયા તેમ થાય છે. વિશ્વ કોને કહેવાય? તે માહિતી આ અધ્યયનથી મેળવવી, મેળવ્યા પછી વિશ્વનો ત્યાગ કરી પોતાની શુદ્ધ દશા પામી, વિશ્વથી કયારે ય ન બંધાય તેવી વિશ્વેશ્વર દશા મને તમને સૌને પ્રાપ્ત થાઓ, પ્રાપ્ત થાઓ તેવી અભિલાષા સાથે વિરામ પામું છું. સર્વમંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણમ્ | પ્રધાનં સર્વ ધર્માણાં જૈન જયતિ શાસનમ્ | આ છે આપણા ઉત્તરાધ્યયન મૂળ-સૂત્રનો સાર, પ્રભુ મહાવીરનો આખરી શુભ સંદેશ.... વિનયથી આગળ વધો, વિરતિથી (0)
SR No.008779
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages532
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_uttaradhyayan
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy