SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૬ ] શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર | ५१ तया णं भंते ! अंधयारे केवइए आयामेणं पण्णत्ते ? गोयमा ! अट्ठहत्तर जोयणसहस्साइं तिण्णि य तेत्तीसे जोयणसए जोयण-तिभागं च आयामेणं पण्णत्ते । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન ! જ્યારે અંધકારની ઉપરોક્ત પહોળાઈ હોય ત્યારે તે અંધકાર ક્ષેત્રની લંબાઈ કેટલી હોય છે. - ઉત્તર- હે ગૌતમ! તે સમયે અંધકાર ક્ષેત્રની કુલ લંબાઈ ૭૮,૩૩૩ ; (એક તૃતીયાંશ સાધિક ઈટોત્તેર હજાર ત્રણસો તેત્રીસ) યોજનની હોય છે. ५२ जया णं भंते ! सूरिए सव्वबाहिरमंडलं उवसंकमित्ता चारं चरइ, तया णं किंसंठिया तावक्खित्तसंठिई पण्णता ? ___ गोयमा ! उड्डीमुहकलंबुयापुप्फसंठाणसंठिया पण्णत्ता, तं चेव सव्वं णेयव्वं, णवरं- जं अंधयारसंठिइए पुव्व-वणियं पमाणं तं तावखित्तसंठिईए णेयव्वं, जं ताव खित्तसंठिईए पुव्क्वणियं पमाणं तं अंधयारसंठिईए णेयव्वं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! સૂર્ય જ્યારે સર્વ બાહ્ય મંડળ ઉપર પરિભ્રમણ કરતો હોય ત્યારે તાપક્ષેત્ર- (પ્રકાશ વ્યાપ્ત ક્ષેત્ર)નો આકાર કેવો હોય છે? ઉત્તર- હે ગૌતમ! તેનો આકાર ઊર્ધ્વમુખી ધતુરાના પુષ્પ જેવો હોય છે. તે સર્વ વર્ણન પૂર્વવતુ જાણવું. વિશેષતા એ છે કે પૂર્ણવર્ણિત અંધકાર ક્ષેત્ર પ્રમાણ અહીં તાપક્ષેત્રનું પ્રમાણ સમજવું અને પૂર્વ વર્ણિત તાપક્ષેત્ર પ્રમાણ અહીં અંધકાર ક્ષેત્રનું પ્રમાણ સમજવું. liદ્વાર–ા. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં 'તાપક્ષેત્ર સંસ્થાન દ્વાર' નામના નવમાં દ્વારનું વર્ણન છે. તાપ ક્ષેત્ર-અંધકાર ક્ષેત્ર સંસ્થિતિ :- જેટલા આકાશ ખંડમાં, જેટલા ક્ષેત્રમાં પ્રકાશ ફેલાતો હોય, તે ક્ષેત્રને તાપ ક્ષેત્ર કહે છે. જે ક્ષેત્રમાં સૂર્યનો પ્રકાશ પહોંચતો ન હોય, તે ક્ષેત્રમાં પ્રકાશના અભાવમાં અંધકાર ફેલાય છે, તે ક્ષેત્રને અંધકાર ક્ષેત્ર કહે છે. આ પ્રકાશ, અંધકાર ક્ષેત્રની જે વ્યવસ્થા છે તેને સંસ્થિતી કહે છે. સૂર્યાસ્ત વ્યાપ્તાવારાઈડર્સ સંસ્થિતિ વ્યવસ્થા પ્રજ્ઞતા | સૂર્યના આતપથી વ્યાપ્ત આકાશખંડ-વિભાગની વ્યવસ્થાને સંસ્થિતિ કહે છે. તાપક્ષેત્ર, પ્રકાશક્ષેત્ર, આતપ ક્ષેત્ર આ ત્રણે શબ્દો એકર્થક છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy