SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમો વક્ષસ્કાર [ ૪૭૫] पण्णत्ता, अंतो संकुया, बाहिं वित्थडा, तं चेव जाव सगडुद्धीमुह-संठिया । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! અંધકાર સંસ્થિતિ અર્થાત્ અંધકાર વ્યાપ્ત ક્ષેત્રનો આકાર કેવો હોય છે? ઉત્તર- હે ગૌતમ! અંધકાર વ્યાપ્ત ક્ષેત્રનો આકાર ઊર્ધ્વમુખી ધતુરાના પુષ્પ જેવો હોય છે. તે અંધકાર ક્ષેત્ર અંદર તરફ સંકુચિત અને બહાર તરફ પહોળું હોય છે. પ્રકાશ ક્ષેત્રના વર્ણન જેવું જ સર્વાત્યંતર બાહા અને સર્વ બાહ્ય બાહા સુધીનું અંધકાર ક્ષેત્રનું વર્ણન સમજવું. ४९ तीसे णं सव्वब्भंतरिया बाहा मंदरपव्वयंतेणं छज्जोयणसहस्साई तिण्णि य चउवीसे जोयणसए छच्च दसभाए जोयणस्स परिक्खेवेणं । से णं भंते ! परिक्खेव-विसेसे कओ आहिएत्ति वएज्जा? गोयमा ! जेणं मंदरस्स पव्वयस्स परिक्खेवे, तं परिक्खेवं, दोहिं गुणेत्ता दसहिं छेत्ता दसहिं भागे हीरमाणे, एस णं परिक्खेव-विसेसे आहिएत्ति वएज्जा । ભાવાર્થ - અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર બાહાની મેરુ તરફની પરિધિ છ હજાર, ત્રણસો ચોવીસ યોજન અને એક યોજનના છ દસમાંશ(૬૩૨૪ યો.)ની છે. પ્રશ્ન- હે ભગવન્! અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ ! મંદર પર્વતની પરિધિ સાથે બેનો ગુણાકાર કરી પ્રાપ્ત ગુણનફળને દસથી ભાગતા જે સંખ્યા પ્રાપ્ત થાય તે અંધકાર ક્ષેત્રની સર્વાત્યંતર પરિધિ સમજવી. (મેરુ પરિધિ ૩૧,૬૨૩ ૪૨ = ૭,૨૪૬+૧૦ = ૬,૩૨૪ૐ યો.) સર્વાત્યંતર બાહાની પરિધિ છે. |५० तीसे णं सव्वबाहिरिया बाहा लवणसमुदंतेणं तेसट्ठी जोयणसहस्साई दोण्णि य पणयाले जोयणसए छच्च दसभाए जोयणस्स परिक्खेवेणं । से णं भंते ! परिक्खेव-विसेसे कओ आहिएति वएज्जा ? गोयमा ! जे णं जंबुद्दीवस्स परिक्खेवे तं परिक्खेवं दोहिं गुणेत्ता दसहि छेत्ता दसहिं भागे हीरमाणे एस णं परिक्खेव-विसेसे आहिएत्ति वएज्जा । ભાવાર્થ - તે અંધકાર ક્ષેત્રની સર્વ બાહ્ય બાહા-લવણ સમુદ્ર તરફની પરિધિ ૩,૨૪૫ યોજન છે. પ્રશ્ન- હે ભગવન્! અંધકાર ક્ષેત્રની સર્વબાહ્ય બાહાની પરિધિનું પ્રમાણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? ઉત્તર- હે ગૌતમ! જંબૂદ્વીપની પરિધિ સાથે બેનો ગુણાકાર કરી, પ્રાપ્ત ગુણન ફળને ૧૦ થી ભાગતા, જે સંખ્યા પ્રાપ્ત થાય તે અંધકાર ક્ષેત્રની સર્વબાહ્ય પરિધિ સમજવી. (જેબૂદ્વીપરિધિ ૩,૧૬,૨૨૮ * ૨ = ૬,૩૨,૪૫૬+ ૧૦ = ૩,૨૪૫ ૪ યોજન પ્રમાણ છે.)
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy