SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર समंता संपरिक्खित्ते जंबुद्दीव-जगइप्पमाणा, गवक्खकडए वि तह चेव पमाणेणं । ભાવાર્થ :- તે પદ્મદ્રહની બરાબર મધ્યમાં એક મોટું પદ્મ કમળ છે. તે એક યોજન લાંબુ, પહોળું, અર્ધયોજન જાડું, દસ યોજન પાણીની અંદર ઊડું અને બે ગાઉ અર્થાત્ અર્ધ યોજન પાણીની ઉપર ઊંચુ છે. તેની સર્વ મળીને ઊંચાઈ સાતિરેક ૧૦ યોજન છે. તે કમળ ચારે બાજુ જગતીથી પરિવૃત્ત છે. તે જગતીની ઊંચાઈ, વિખ્ખુંભ, આકાર વગેરે જંબુદ્રીપની જગતીની સમાન છે અને જગતી પરના ગવાક્ષ કટક-જાલક સમૂહ પણ તે જ પ્રમાણવાળા જાણવા. २४० ६ तस्स णं परमस्स अयमेवारूवे वण्णावासे पण्णत्ते, तं जहा- वइरामया मूला, रिट्ठामए कंदे, वेरुलियामए णाले, वेरुलियामया बाहिरपत्ता, जंबूणयामया अब्भिंतरपत्ता, तवणिज्जमया केसरा, णाणामणिमया पोक्खरत्थिभाया, कणगामई कण्णिगा । सा णं अद्धजोयणं आयामविक्खंभेणं, कोसं बाहल्लेणं, सव्वकणगामई, अच्छा जाव पडिरूवा । ભાવાર્થ :- તે પદ્મનું વર્ણન આ પ્રમાણે છે– તે કમળનું મૂળ વજ્રમય, કંદરિષ્ટ રત્નમય, નાલ વૈડૂર્ય રત્નમય, બાહ્યપત્રો વૈડૂર્યરત્નમય, આત્યંતર પત્ર-જાંબૂનદ-લાલાશ યુક્ત સુવર્ણમય, કેસરા-તંતુઓ લાલ સુવર્ણમય, તેના ડોડાનો ભાગ-બીજ ભાગ વિવિધ પ્રકારના રત્નમય અને તેની કર્ણિકા સુવર્ણમય છે. તે કર્ણિકા અર્ધયોજન(૨ ગાઉ) લાંબી-પહોળી અને ૧ ગાઉ જાડી છે. તે સંપૂર્ણપણે સુવર્ણમયી તથા સ્વચ્છ યાવત્ મનોહર છે. ७ तीसे णं कण्णियाए उप्पिं बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा । तस्स णं बहुसमरमणिज्जस्स भूमिभागस्स बहुमज्झदेसभाए एत्थ णं महं एगे भवणे पण्णत्ते - कोसं आयामेणं, अद्धकोसं विक्खभेणं, देसूणगं कोसं उड्डुं उच्चत्तेणं, अणेगखंभसयसण्णिविट्टे, पासाईए दरिसणिज्जे अभिरूवे पडरूवे । तस्स णं भवणस्स तिदिसिं तओ दारा पण्णत्ता । तेणं दारा पञ्चधणुसयाइं उड्डुं उच्चत्तेणं, अड्डाइज्जाई धणुसयाइं विक्खंभेणं, तावइयं चेव पवेसेणं, सेयावरकणग-थुभिया जाव वणमालाओ णेयव्वाओ । ભાવાર્થ :- તે કર્ણિકાની ઉપર અત્યંત સમતલ અને સુંદર ભૂમિભાગ છે. તે ચર્મમઢિત ઢોલક જેવો સમતલ છે. તે સમતલ રમણીય ભૂમિભાગની બરાબર વચ્ચમાં એક વિશાળ ભવન આવેલું છે. તે એક ગાઉ લાંબુ, અર્ધો ગાઉ પહોળું અને કાંઈક ન્યૂન એક ગાઉ ઊંચું, સેંકડો થાંભલાઓથી યુક્ત છે, તે સુંદર અને દર્શનીય છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy