SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ | શ્રી જેબલીપ પ્રાપ્તિ સત્ર નદીઓ, સરોવરાદિના પાણી વગેરે લઈને આવે છે. ત્યાર પછી ૧૦૦૮ સુવર્ણાદિ કુંભથી ૩ર,૦૦૦ રાજાઓ, સેનાપતિ આદિ, ૧૬,000 દેવો અનુક્રમથી ચક્રવર્તીપણાનો અભિષેક કરે છે. ચક્રવર્તીપણાના અભિષેક પછી ૧૨ વર્ષ પર્યત પોતાના રાજ્યને કરમુક્ત કરે છે અને ૧૨ વર્ષ ઉત્સવ ઉજવાય છે. ૧૨ વર્ષ પર્યત ૩ર,૦૦૦ રાજા વગેરે વિનીતામાં જ રહે છે. ૧૨ વર્ષે ઉત્સવ સંપન્ન થતાં બધાનું સન્માન કરી રાજા તેઓને વિદાય કરે છે. ૩રપોકુવા – ઉત્તરભાદ્રપદા નક્ષત્રનો ચંદ્ર સાથે યોગ થાય ત્યારે ભરત ચક્રવર્તીનો અભિષેક કરવામાં આવે છે. રાજાના અભિષેક યોગ્ય ૧૩ નક્ષત્રો છે. શ્રવણ, જ્યેષ્ઠા, હસ્ત, અશ્વિની, અભિજિત, પુષ્ય, રોહિણી, ત્રણ ઉત્તરા–ઉત્તરાષાઢા, ઉત્તરા ફાલ્ગની, ઉત્તરભાદ્રપદા, મૃગશિર, અનુરાધા અને રેવતી નક્ષત્રમાં અભિષેક કરાયેલા રાજા ઘણા કાળ પર્યત પૃથ્વીનું પાલન કરે છે. વિના , ભરત ચક્રવર્તીનો અભિષેક વિજય મહર્તમાં કરવામાં આવે છે. દિવસના પ્રથમ બે પ્રહરમાં એક ઘડી ન્યૂન હોય અથવા એક ઘડી અધિક બે પ્રહર દિવસ બાકી રહે ત્યારે સર્વ કાર્યને સિદ્ધ કરનાર એવું વિજય મુહૂર્ત હોય છે. રત્ન તથા નિધિઓનું ઉત્પત્તિસ્થાન :१३३ भरहस्स रण्णो चक्करयणे दंडरयणे असिरयणे छत्तरयणे एते णं चत्तारि ए गिदियरयणा आउहघरसालाए समुप्पणा । चम्मरयणे मणिरयणे कागणिरयणे णव य महाणिहीओ एए णं सिरिघरंसि समुप्पण्णा । सेणावइरयणे, गाहावइरयणे, वड्डइरयणे, पुरोहियरयणे एएणं चत्तारि मणुयरयणा विणीयाए रायहाणीए समुप्पण्णा। आसरयणे, हत्थिरयणे एए णं दुवे पंचिंदियरयणा वेयड्डगिरिपायमूले समुप्पण्णा। सुभद्दा इत्थीरयणे उत्तरिल्लाए विज्जाहरसेढीए समुप्पण्णे । ભાવાર્થ:- ભરત રાજાના ચક્રરત્ન, દંડરન, અસિરત્ન અને છત્રરત્ન, આ ચાર એકેન્દ્રિયરત્ન આયુધગૃહ શાળામાં(શસ્ત્રાગારમાં) ઉત્પન્ન થાય છે. ચર્મરત્ન, મણિરત્ન, કાકણિરત્ન અને નવમહાનિધિઓ લક્ષ્મી ગુહમાં(ભંડારમાં) ઉત્પન્ન થાય છે. સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધકીરત્ન અને પુરોહિતરત્ન આ ચાર મનુષ્યરત્ન વિનીતા રાજધાનીમાં ઉત્પન્ન થાય છે. અશ્વરત્ન અને હસ્તિત્વ આ બે પંચેન્દ્રિયરત્ન વૈતાઢયપર્વતની તળેટીમાં ઉત્પન્ન થાય છે. સુભદ્રા નામનું સ્ત્રીરત્ન ઉત્તર વિદ્યાધરની શ્રેણીમાં ઉત્પન્ન થાય છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ચક્રવર્તીના ચૌદ રત્ન અને નવ નિધિના ઉત્પત્તિ સ્થાનનો નિર્દેશ છે. ચક્રરત્નાદિ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy