SearchBrowseAboutContactDonate
Page Preview
Page 287
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષાર [ ૨૨૫ | पडिविसज्जेइ, पडिविसज्जेत्ता बत्तीसं रायवरसहस्सा सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता सेणावइरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता जाव पुरोहियरयणं सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता एवं तिण्णि सटुं सूवयारसए अट्ठारस सेणिप्पसेणीओ सक्कारेइ सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता अण्णे य बहवे राईसर तलवर जाव सत्थवाहप्पभिइओ सक्कारे सम्माणेइ, सक्कारेत्ता सम्माणेत्ता पडिविसज्जेइ, पडिविसज्जित्त उप्पिं पासायवरगए जाव विहरइ । ભાવાર્થ - જ્યારે પ્રમોદ—ઉત્સવમાં બાર વર્ષ પૂરા થાય ત્યારે ભારત રાજા સ્નાનગૃહમાં સ્નાન કરીને, તૈયાર થઈને, બાહ્ય ઉપસ્થાનશાળામાં આવી સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસે છે. સિંહાસન ઉપર બેસીને સોળ હજાર દેવોનો સત્કાર કરે છે, સન્માન કરે છે, તેનો સત્કાર-સન્માન કરીને વિદાય આપે છે. બત્રીસ હજાર મુખ્ય રાજાઓનો સત્કાર-સન્માન કરે છે, સત્કારિત-સન્માનિત કરીને તેમને વિદાય આપે છે; સેનાપતિરત્ન, પુરોહિતરત્ન વગેરેનો, ત્રણસો સાઠ રસોઈયા, અઢાર શ્રેણિ-પ્રશ્રેણિજનો, ઘણા માંડલિક રાજાઓ, ઐશ્વર્યશાળી અને સાર્થવાહ આદિનો સત્કાર-સન્માન કરે છે. તેઓને સત્કારિત-સન્માનિત કરીને વિદાય આપે છે, વિદાય આપીને તે પોતાના શ્રેષ્ઠ-ઉત્તમ મહેલમાં જાય છે અને ત્યાં વિપુલ સુખ ભોગવતાં રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં ભારત રાજાના દિગ્વિજય પછી ચક્રવર્તીપણાના રાજ્યાભિષેકનું વર્ણન છે. રાજ્યાભિષેક સમયે સમારોહ નિર્વિઘ્ન સંપન્ન થાય તે માટે ભરત રાજા અઠ્ઠમ તપ કરે છે. રાજ્યાભિષેક સ્થાન – વિનીતા નગરીની બહાર ઈશાન ખૂણામાં. રાજ્યાભિષેક સ્થાન રચના તથા કર્તા - રાજ્યાભિષેક સ્થાનની રચના ચક્રવર્તીના આભિયોગિક દેવો, ચક્રવર્તીની આજ્ઞાથી બનાવે છે. તેઓ સહુ પ્રથમ વિશાળ જમીનને સમતલ બનાવે છે. તે સમતલ ભૂમિની મધ્યમાં અભિષેક મંડપ અને અભિષેક મંડપની મધ્યમાં અભિષેકપીઠ રચે છે. તે અભિષેકપીઠની પૂર્વ, ઉત્તર, દક્ષિણ ત્રણ દિશામાં પીઠ ઉપર ચડવા ત્રણ-ત્રણ પગથિયા અને તે અભિષેક પીઠની મધ્યમાં ચક્રવર્તીનું સિંહાસન બનાવે છે. ચક્રવર્તી તેની ૬૪,000 સ્ત્રીઓ તથા ૩ર,000 નાટક મંડળીઓ સાથે પૂર્વ સોપાન શ્રેણીથી અભિષેક પીઠ ઉપર ચડી પૂર્વાભિમુખ બેસે છે. ૩૨,000 રાજાઓ ઉત્તરી સોપાન શ્રેણીથી અભિષેક પીઠ ઉપર ચડી રાજાની ડાબી બાજુ ઉત્તર દિશામાં બેસે છે. સેનાપતિ આદિ રત્નો, ૧૮ શ્રેણી-પ્રશ્રેણીજનો દક્ષિણી સોપાન શ્રેણીથી ચડી ચક્રવર્તીની જમણી બાજુ દક્ષિણ દિશામાં બેસે છે. આભિયોગિક દેવો પંડગવન, નંદનવન આદિ વનોની ઔષધિઓ, ક્ષીરસમુદ્ર તથા સર્વતીર્થો,
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy