SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષાર | २१७ । अज्झत्थिए जाव समुप्पज्जत्था- अभिजिए णं मए णियग- बलवीरिय-पुरिसक्कारपरकम्मेण चुल्लहिमवंत-गिरिसागरमेराए केवलकप्पे भरहे वासे, तं सेयं खलु मे अप्पाणं महया रायाभिसेएणं अभिसिंचावित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कल्लं पाउप्पभाए जलंते जेणेव मज्जणघरे जाव पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव बाहिरिया उवट्ठाणसाला जेणेव सीहासणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणवरगए पुरत्थाभिमुहे णिसीयइ, णिसीइत्ता सोलह देवसहस्से, बत्तीसं रायवरसहस्से, सेणावइरयणे, गाहावइरयणे, वड्डइरयणे पुरोहियरयणे तिण्णि सढे सूवसए, अट्ठारस सेणिप्पसेणीओ, अण्णे य बहवे राईसर, तलवर जाव सत्थवाहप्पभिइओ सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- अभिजिए णं देवाणुप्पिया! मए णियगबल वीरिय जाव केवलकप्प्पे भरहे वासे, तं तुब्भे णं देवाणुप्पिया! ममं महयारायाभिसेयं वियरह । ભાવાર્થ - રાજ્યધુરાનું વહન કરતા ભરત રાજાના મનમાં એકદા આ પ્રકારનો ભાવ ઉત્પન્ન થાય છે કે મેં મારા બળ, વીર્ય, પુરુષાર્થ અને પરાક્રમથી એક તરફ ચુલ્લહિમવંત પર્વત અને ત્રણ બાજુ સમુદ્રોથી મર્યાદિત સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી હવે હું ભવ્ય રાજ્યાભિષેક કરાવું, તે યોગ્ય છે. આ પ્રમાણે વિચાર કરીને યાવત્ બીજે દિવસે સવારે ભરત રાજા સ્નાનઘરમાં પ્રવેશ કરી, સ્નાન આદિ કરીને, બાહ્ય ઉપસ્થાનશાળામાં આવીને સિંહાસન ઉપર પૂર્વાભિમુખ બેસીને, સોળ હજાર આભિયોગિક દેવો, બત્રીસ હજાર મુખ્ય રાજાઓ, સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકીરત્ન, પુરોહિત રત્ન, ત્રણસો સાઠ રસોઈયા. અઢાર શ્રેણિ-પ્રશ્રેણિના લોકો અને બીજા ઘણાં માંડલિક રાજાઓ, ઐશ્વર્યશાળી અને પ્રભાવશાળી પુરુષો યાવતુ સાર્થવાહોને બોલાવીને કહે છે કે- “હે દેવાનુપ્રિયો ! મેં મારા બળ, વીર્યથી સંપૂર્ણ ભરતક્ષેત્રને જીતી લીધું છે. તેથી હે દેવાનુપ્રિયો! તમે મારા રાજ્યાભિષેકના ભવ્ય સમારોહની તૈયારી કરો.” ११६ तए णं से सोलसदेवसहस्सा जाव सत्थवाह-पभिइओ भरहेणं रण्णा एवं वुत्ता समाणा हटूतु? जाव करयलमत्थए अंजलिं कटु भरहस्स रण्णो एयमटुं सम्मं विणएणं पडिसुणेति । ભાવાર્થ :- ભરતરાજા આ પ્રમાણે કહે છે ત્યારે સોળ હજાર આભિયોગિકદેવો યાવત સાર્થવાહ વગેરે ઘણા હર્ષિત અને સંતુષ્ટ થાય છે. તેઓ અંજલિ બદ્ધ હાથ મસ્તકે અડાડી ભરતરાજાના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરે છે. ११७ तए णं से भरहे राया जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता जाव अट्ठमभत्तं पडिजागरमाणे विहरइ ।
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy