SearchBrowseAboutContactDonate
Page Preview
Page 278
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૧૬] શ્રી જબૂતીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર પામતા, શ્રેષ્ઠ તરુણ રાણીઓ સાથે વાજિંત્રો સાંભળતા, નૃત્યોનું અવલોકન કરતાં, ગીતો સાંભળતા થાવત્ વિપુલ સુખો ભોગવતાં રહે છે. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ચક્રવર્તીના દિગ્વિજય-છ ખંડ પરના વિજય મેળવી લીધા પછી, ગંગાનદીના પશ્ચિમી કિનારેથી અયોધ્યા નગરી તરફનું પ્રયાણ અને નગર પ્રવેશનું સુસ્પષ્ટ, વિસ્તૃત વર્ણન છે. તર્ગત કેટલાક વિશિષ્ટ શબ્દોના અર્થ આ પ્રમાણે છે– ૩૦eciળયા :- ઋતુકલ્યાણિકા. ચક્રવર્તી ૩૨,૦૦૦ રાજાઓના વિજેતા બને છે. તે રાજાઓ પોતાની કન્યાઓ ચક્રવર્તીને ભેટરૂપે અર્પણ કરે છે અને ચક્રવર્તી તેમની સાથે લગ્ન કરે છે. તે કન્યાઓ ઋતુ કલ્યાણિકા હોય છે અર્થાત્ તેઓનો સ્પર્શ ઋતુને અનુકૂળ હોય છે. ઠંડીમાં તેનો સ્પર્શ ઉષ્ણ અને ગ્રીષ્મ ઋતુમાં તેનો સ્પર્શ ઠંડો હોય છે. નવયબ્રાળિયા :- જનપદકલ્યાણિકા. ચક્રવર્તી ૩ર,000 દેશ જીતે છે. તે દેશોના અગ્રણીજન, પણ પોતાની એક એક કન્યા રાજાને ભેટ ધરે છે અને ચક્રવર્તી તે ૩૨,૦૦૦ કન્યાઓ સાથે લગ્ન કરે છે. તે કન્યાઓ જનપદ કલ્યાણિકા કહેવાય છે. વરસફળ ગાડી:- ૩૨,000 રાજાઓ જ્યારે પોતાની કન્યાના ચક્રવર્તી સાથે લગ્ન કરાવે છે ત્યારે પાણિગ્રહણ મહોત્સવમાં કર મોચનના સમયે પોતાની કન્યા સાથે એક-એક નાટક મંડળી પણ ભેટરૂપે આપે છે. તે પ્રત્યેક નાટક મંડળીમાં ૩ર-૩ર પાત્રો હોય છે. તે નાટક મંડળી ચક્રવર્તીની ૩૨,૦૦૦ રાણીઓ સાથે મહેલમાં જ રહે છે. વિળીયાર રાયલીપ મકમાં પતિ :- દિગ્વિજય કરીને વિનીતા નગરીમાં પાછા ફરી રહેલા ચક્રવર્તી વિનીતા નગરીના અધિષ્ઠાયક દેવોને અનુલક્ષી અટ્ટમ પૌષધ કરે છે. દિગ્વિજય દરમ્યાન માગધાદિ તીર્થ, પર્વત, નદી આદિના અધિષ્ઠાયક દેવો, વિધાધરાદિ નરપતિઓ પર અધિકાર મેળવવા અટ્ટમ કરે છે. વિનીતા નગરીના દેવો તો પ્રથમથી જ ચક્રવર્તીની આજ્ઞામાં હોય છે પણ આ પ્રવેશ સમયનો અટ્ટમ, નગરમાં ઉપદ્રવ ન થાય, તે અર્થે કરે છે. નગરજનોની સર્વ પ્રકારની સુખ, શાંતિ અને સમાધિ માટે ચક્રવર્તી અઠ્ઠમ તપની આરાધના કરે છે. વિજયમાં સહયોગી બનેલા સર્વદેવો, પંચેન્દ્રિય રત્નો, અનેક દેશોના રાજા, મહારાજાઓ તેમજ સમસ્ત પ્રજાજનોનો ઉચિત સત્કાર કર્યા પછી જ ગૃહપ્રવેશ અને અઠ્ઠમ તપનું પારણું કરે છે. આ સર્વ પ્રવૃત્તિમાં ચક્રવર્તીની નગરજનો પ્રત્યેની હિતચિંતા, ઉદારતા, જનવત્સલતા જેવા ગુણો દષ્ટિગોચર થાય છે. ચક્રવર્તી રાજાનો અભિષેક :११५ तए णं तस्स भरहस्स रण्णो अण्णया कयाइ रज्जधुरं चिंतेमाणस्स इमेयारूवे
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy