SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ સૂત્ર उवागच्छइ, उवागच्छित्ता विणीयाए रायहाणीए अदूरसामंते दुवालसजोयणायामं णवजोयण-वित्थिण्णं वरणगरसरिच्छं विजय-खंधावारणिवेसं करेइ, करेत्ता वड्डइरयणं सद्दावेइ सद्दावेत्ता जाव विणीयाए रायहाणीए अट्ठमभत्तं पगिण्हइ, पगिहित्ता अट्ठमभत्तं पडिजागरमाणे- पडिजागरमाणे विहरइ | ૧૨ ભાવાર્થ :- ત્યારપછી તે નરેન્દ્ર, ભરતક્ષેત્રના અધિપતિ કે જેનું વક્ષસ્થળ હારોથી વ્યાપ્ત, સુશોભિત અને પ્રીતિકર છે યાવત્ અમરપતિ-દેવરાજ ઇન્દ્ર જેવી જેની સમૃદ્ધિ છે, પ્રસિદ્ધ કીર્તિ છે, ચક્ર નિર્દેશિત માર્ગ પર ચાલતા અનેક હજારો રાજાઓ દ્વારા જેનું અનુસરણ થઈ રહ્યું છે, તેવા ભરત રાજા સમુદ્રના ઘૂઘવાટાની જેમ નાદ કરતાં, સર્વ પ્રકારની ઋદ્ધિ અને ધૃતિથી સહિત યાવત્ ભેરી વગેરે વાજિંત્રોના ધ્વનિ સાથે દિવ્ય ચક્રરત્નની પાછળ ચાલતાં ચાલતાં, એક-એક યોજનના અંતરે પડાવ કરતાં-કરતાં, વિનીતા રાજધાની સમીપે આવે છે. રાજધાનીથી ન અતિ દૂર ન અતિ નજીક બાર યોજન લાંબો, નવ યોજન પહોળો ઉત્તમનગર જેવો સૈન્યનો પડાવ નાંખીને પોતાના વર્ધકી રત્નને બોલાવે છે. આ સર્વ વર્ણન પૂર્વવત્ જાણવું યાવત્ વિનીતા રાજધાનીને ઉદ્દેશીને ભરત રાજા અઠ્ઠમતપ કરે છે યાવત્ અક્રમની તપશ્ચર્યામાં જાગૃતિપૂર્વક લીન બનીને રહે છે. ११० तए णं से भरहे राया अट्ठमभत्तंसि परिणमणंसि पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता तहेव जाव अंजणगिरि-कूडसण्णिभं गयवई णरवइ दुरुढे । तं चैव सव्वं जहा हेट्ठा णवरिं णव महाणिहिओ चत्तारि सेणाओ ण पविसंति सेसो सो चेव गमो जावणिग्घोसणाइएणं विणीयाए रायहाणीए मज्झमज्झेणं जेणेव सए गिहे जेणेव भवणवरवडिंसगपडिदुवारे तेणेव पहारेत्थ गमणाए । ભાવાર્થ :- અઠ્ઠમ તપ પૂર્ણ થતાં ભરતરાજા પૌષધશાળામાંથી બહાર નીકળે છે, બહાર નીકળીને સેવક પુરુષોને બોલાવે છે યાવત્ ભરતરાજા અંજનગિરિના શિખર જેવા ઊંચા ગજપતિ ઉપર આરૂઢ થાય છે. નગર પ્રવેશ સંબંધી તે સર્વ વર્ણન પૂર્વ સૂત્ર વર્ણિત ક્રમિક ઋદ્ધિની સમાન જાણવું, તેમાં વિશેષતા એ છે કે નવ મહાનિધિઓ અને ચાર સેનાઓ રાજધાનીમાં પ્રવેશ કરતી નથી યાવત્ ભરતરાજા વાજિંત્રની ધ્વનિ સાથે વિનીતા રાજધાનીની મધ્યમાં થઈને પોતાના રાજભવનના તથા સર્વોત્કૃષ્ટ પ્રાસાદ-મહેલના પ્રવેશ દ્વારની દિશાભિમુખ પ્રયાણ શરૂ કરે છે. १११ तए णं तस्स भरहस्स रण्णो विणीयं रायहाणि मज्झमज्झेणं अणुपविसमाणस्स अप्पेगइया देवा विणीयं रायहाणिं सब्भिंतरबाहिरियं आसिय- सम्मज्जिय - ओवलित्तं करेंति, अप्पेगइया मंचाइ - मंच - कलियं करेंति, एवं सेसेसुवि पएसु,
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy