SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજી વક્ષસ્કાર [ ૨૧૧] સેનાપતિરત્ન, ગાથાપતિ રત્ન, વર્ધકીરત્ન અને પુરોહિત રત્ન ચાલે છે. તેની પાછળ સ્ત્રી રત્ન(પરમ સુંદરી સુભદ્રા) ચાલે છે. તેની પાછળ બત્રીસ હજાર &તું કલ્યાણિકા સ્ત્રીઓ (જેનો સ્પર્શ &તુથી પ્રતિકૂળ રહે છે અર્થાત્ શીતકાળમાં ગરમ અને ગ્રીષ્મકાળમાં શીતલ રહે છે, તેવી રાજકુલોત્પન્ન કન્યાઓ) ચાલે છે. તેની પાછળ બત્રીસ હજાર જનપદ કલ્યાણિકા સ્ત્રીઓ(દેશના અગ્રગણ્ય પુરુષોની કન્યાઓ) યથાક્રમે ચાલે છે. તેની પાછળ બત્રીસ બત્રીસ પાત્રોથી આબદ્ધ બત્રીસ હજાર નાટક મંડળીઓ ચાલે છે. તેની પાછળ ત્રણસો સાઠ સૂપકાર(રસોઈયા) ચાલે છે. તેની પાછળ અઢાર શ્રેણિ-પ્રશ્રેણિના લોકો ચાલે છે. તેની પાછળ ક્રમશઃ ચોર્યાસી લાખ ઘોડાઓ ચાલે છે. તેની પાછળ ચોર્યાસી લાખ હાથીઓ ચાલે છે. તેની પાછળ છન્ન કરોડ પદાતીઓ(પદયાત્રી) ચાલે છે. તેની પાછળ અનેક રાજા, તલવર-રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિકો યાવતુ સાર્થવાહો આદિ યથાક્રમે ચાલે છે. તેની પાછળ તલવારધારી, લાઠીધારી, ભાલાધારી, ધનુર્ધારી, ચામરધારી, ઉદ્ધત ઘોડા અને બળદોને વશમાં રાખવા માટે ચાબુક આદિ લઈને ચાલતા પાશધારી; લાકડાનું પાટિયું લીધેલા ફલકધારી, કહાડા લીધેલા પરશધારી, પુસ્તકધારી, વીણા ગ્રહણ કરનારા વીણા ધારી, કરિયાણાના ડબ્બાઓ ધારણ કરનારા કુષ્યગ્રાહી, મશાલચી, દીવાઓ લઈને ચાલનારા દીપકધારી, પોતપોતાના કાર્યને અનુરૂપ આકાર, વસ્ત્રાલંકાર, ચિહ્ન અને આભરણથી યુક્ત થઈને તે કાર્યને યોગ્ય વસ્ત્રો ધારણ કરીને અનુક્રમે ચાલે છે. તેની પાછળ ઘણા દંડ ધારણ કરનારા, મસ્તક મંડેલા; શિખાધારી; જટાધારી; મયૂરપિચ્છને ધારણ કરનારા, હસાવનારા, ધુત વિશેષમાં પ્રવૃત્તિ કરનારા; ક્રીડા, ખેલ, તમાશા કરનારા; ખુશામતિયા-હાજી હા કરનારા; કામુક અથવા શૃંગારિક ચેષ્ટા કરનારા, ભાંડ આદિ કાયિક કુચેષ્ટા કરનારા વાચાળ લોકો ગાતા, ખેલ કરતા(તાળીઓ વગાડતા), નાચતા, હસતા, પાસા આદિ દ્વારા રમતા, પ્રમોદકારી ક્રીડા કરતા, બીજાને ગીત વગેરે શીખવાડતાં, સંભળાવતાં, કલ્યાણકારી વાક્ય બોલતાં, ભિન્ન ભિન્ન પ્રકારના અવાજ કરતાં, મનોજ્ઞ વેશ આદિથી શોભતાં અને બીજાને શોભાવતા, પ્રસન્ન કરતા, ભરતરાજાને જોતા, તેનો જયનાદ કરતા લોકો યથાક્રમે ચાલે છે. આ પ્રસંગ વિસ્તારથી ઔપપાતિકસૂત્ર પ્રમાણે, કોણિક રાજાના વર્ણન અનુસાર સંગ્રાહ્ય છે. યાવત્ ભરતરાજાની આગળ મોટા કદાવર ઘોડા, ઘોડેસવારો, તેની બંને બાજુ હાથી, હાથી પર સવાર થયેલા પુરુષો અને તેની પાછળ રથોનો સમૂહ યથાક્રમથી ચાલે છે. १०९ तएणं से भरहाहिवेणरिंदे हारोत्थयसुकयरइयवच्छे जावअमरवइ-सण्णिभाए इड्डीए पहियकित्ती चक्करयण-देसियमग्गे अणेगरायवर- सहस्साणुयायमग्गे जाव समुद्दरव-भूयंपिव करेमाणे-करेमाणे सव्विड्डीए सव्वजुईए जाव णिग्घोसणाइयरवेणं जाव जोयणंतरियाहिं वसहीहिं वसमाणे- वसमाणे जेणेव विणीया रायहाणी तेणेव
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy