SearchBrowseAboutContactDonate
Page Preview
Page 257
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર [ ૧૯૫ ] तएणं से भरहे राया जावणमिविणमीणं विज्जाहरराईणं अट्ठाहिया णिव्वत्ता। ભાવાર્થ :- ત્યારપછી ભરતરાજા તે દિવ્ય ચક્રરત્નને અનુસરતાં વૈતાઢય પર્વતની ઉત્તર દિશાવર્તી તળેટીમાં આવે છે યાવત નમિ-વિનમિ નામના વિદ્યાઘર રાજાઓને ઉદ્દેશીને અઠ્ઠમતપ કરે છે. પૌષધશાળામાં અઠ્ઠમતપમાં નમિ-વિનમિ વિદ્યાઘર રાજાનું મનમાં ચિંતન કરતા રહે છે. ભરત રાજાના અટ્ટમ તપના પરિણામથી નમિ-વિનમિ વિદ્યાઘર રાજાઓ પોતાની દિવ્યમતિ જનિત જ્ઞાનથી પ્રેરિત પરસ્પર મળે છે અને કહે છે- “હે દેવાનુપ્રિય! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં ભરત નામના ચાતુરંત ચક્રવર્તી રાજા ઉત્પન્ન થયા છે. ભૂત, વર્તમાન અને ભવિષ્યવર્તી વિદ્યાઘર રાજાઓનો જીત વ્યવહાર-પરંપરાગત આચાર છે કે તેઓ તે ચક્રવર્તી રાજાને ભેટ આપે. તેથી આપણે પણ ભરતરાજાને આપણા તરફથી ભેટ આપીએ.” આ પ્રમાણે વિચાર કરીને વિનમિ નામના વિદ્યાધર રાજા પોતાની દિવ્યબુદ્ધિથી પ્રેરિત થઈને ચક્રવર્તી ભરતરાજાને ભેટ આપવા માટે સુભદ્રા નામનું સ્ત્રીરત્ન સાથે લે છે. તે સ્ત્રીરત્ન માન, ઉન્માન, પ્રમાણથી યુક્ત હોય છે. તે તેજસ્વી, રૂપ-લાવણ્ય અને ૩ર લક્ષણથી યુક્ત હોય છે, સ્થિર યૌવના હોય છે. તેના કેશ અને નખ મર્યાદાથી વધુ વૃદ્ધિ પામતા નથી. તેનો સ્પર્શ સર્વ રોગનો નાશ કરે છે, તેના ઉપભોક્તાના બળની વૃદ્ધિ કરે છે. તે ઇચ્છિત શીત, ઉષ્ણ સ્પર્શથી યુક્ત હોય છે અર્થાતુ ગ્રીષ્મ ઋતુમાં તે શીત સ્પર્શ- વાળી અને શીત ઋતુમાં ઉષ્ણ સ્પર્શવાળી હોય છે. ગાથાર્થ– તેના કટિ, ઉદર અને ત્વચા, આ ત્રણ અંગ પાતળા; આંખના ખૂણા, અધરોષ્ઠ અને યોનિ આ ત્રણ અંગ લાલ હોય છે. તેનું ઉદર ત્રણ આવલિ-રેખા યુક્ત હોય છે. તેના સ્તન, જઘન-કટિનો પશ્ચાત ભાગ અને યોનિ આ ત્રણ અંગ ઉન્નત-પુષ્ટ હોય છે; નાભિ, સ્વભાવ અને સ્વર આ ત્રણ ગંભીર હોય છે; કેશ, ભ્રમર અને આંખની કીકી, આ ત્રણ કાળા હોય છે; દાંત, સ્મિત અને ચક્ષુ, આ ત્રણ શ્વેત હોય છે; વેણી (ચોટલો), ભુજા અને લોચન આ ત્રણ લાંબા હોય છે; શ્રોણીચક્ર, જઘન અને નિતંબ આ ત્રણ પહોળા હોય છે. તે સમચતુરન્સ સંસ્થાન યુક્ત અને ભરતક્ષેત્રની સ્ત્રીઓમાં પ્રધાન હોય છે. તેના સ્તન, જઘન, બંને કર, ચરણ અને નયન સુંદર હોય છે. મસ્તકના કેશ અને દાંત મનોહર હોય છે. તે પુરુષોના ચિત્તને પ્રસન્ન કરનારી હોય છે. તેનો વેશ નવરસગત શૃંગારના ઘર જેવો હોય છે અર્થાત્ ઉત્તમ શૃંગાર અને ઉત્તમ વેશયુક્ત હોય છે યાવતુ તે લોક વ્યવહારમાં કુશળ અને પ્રવીણ હોય છે. દેવાગંનાઓના સૌંદર્યનું અનુસરણ કરતી તે કલ્યાણકારી-સુખપ્રદ યૌવન યુક્ત હોય છે. ચક્રવર્તીને ભેટ આપવા વિધાધર રાજા વિનમિ સુભદ્રા નામના સ્ત્રીરત્નને અને નમિ રાજા રત્ન, કટક અને ત્રુટિતને ગ્રહણ કરીને ઉત્કૃષ્ટ, ત્વરિત, તીવ્ર, વિદ્યાઘર ગતિથી ભરત રાજા સમીપે આવે છે. આવીને આકાશમાં સ્થિર રહીને જય-વિજય શબ્દોથી ભરતરાજાને વધાવે છે અને કહે છે– “અમે આપના આજ્ઞાનુવર્તી સેવક છીએ. આપ અમારી આ ભેટનો સ્વીકાર કરો.” આ પ્રમાણે કહીને વિનમિ રાજા સ્ત્રીરત્ન અને નમિરાજા રત્ન, આભરણ ભેટ આપે છે યાવતું નમિ-વિનમિ વિદ્યાઘર રાજાઓનો અણહ્નિકા મહોત્સવ ઉજવાય છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy