SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર [ ૧૮૫] શસ્ત્ર ઉઠાવી શકતા નથી, યુદ્ધ કરી શકતા નથી; તે છિદ્રાદિ દોષરહિત, સુપ્રશસ્ત લક્ષણ યુક્ત, વિશિષ્ટ, મનોહર હોય છે અથવા વિશિષ્ટ લક્ર-અતિ વિશાળ હોવાથી અનેક સુવર્ણમય પ્રતિદંડ-અનેક સળિયાઓ તેમાં જોડાયેલા હોય છે. તે છત્ર ઉન્નત અને ગોળ હોય છે. તેનો દંડ(હાથી) કમળકર્ણિકા જેવો ગોળ, મૃદુ અને રજતમય શ્વેત હોય છે. તે છત્ર મધ્યભાગમાં (દંડ સાથે અનેક સળિયા જોડાયેલા હોય છે તે ભાગમાં) પાંજરા જેવું લાગે છે. તે છત્ર અનેક પ્રકારના ચિત્રોથી ચિત્રિત હોય છે. તેના ઉપર મણિ, મોતી, પ્રવાલ, રક્ત સુવર્ણ તથા પંચવર્ણી દેદીપ્યમાન રત્નોથી કળશાદિ આકારો બનાવ્યા હોય છે. રત્નના કિરણો જેવા રંગની આભા ઉપસાવવામાં નિપુણ કારીગરોએ તેમાંકિરણો રેલાવતા રંગો પૂર્યા હોય છે. તે રાજ્યલક્ષ્મીના ચિહ્નથી અંકિત હોય છે. તે છત્ર અર્જુન નામના શ્વેતસુવર્ણમય વસ્ત્રથી આચ્છાદિત હોય છે અર્થાત્ શ્વેત સુવર્ણમય વસ્ત્રથી તે છત્ર બનેલું હોય છે અને તેને ફરતો રક્ત સુવર્ણમય વસ્ત્રનો પટો હોય છે. તે અતિ શોભનીય હોય છે. શરદકાલીન ચંદ્રની જેમ તે નિર્મળ અને પૂર્ણ ગોળાકાર હોય છે. તે છત્ર રત્નનો સ્વાભાવિક વિસ્તાર ચક્રવર્તીના ધનુષ્ય પ્રમાણ લાંબુ-પહોળું હોય છે. તે ચંદ્ર વિકાસી કમળોના વન જેવું શ્વેત હોય છે. તે રાજાના સંચરણશીલ-જંગમ વિમાન રૂપ હોય છે. તે સૂર્યનો તાપ, વાયુ, વર્ષાદિ વિનોનું વિનાશક હોય છે. પૂર્વ જન્મના આચરિત તપ-પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. ગાથાર્થ– તે છત્રરત્ન વિશિષ્ટ યોદ્ધાઓ દ્વારા પણ ખંડિત થતું નથી, ઐશ્વર્યાદિ અનેક ગુણોનું પ્રદાયક હોય છે. ઋતુથી વિપરીત, સુખદાયી છાયા કરે છે અર્થાત્ શીત ઋતુમાં ઉષ્ણછાયા અને ગ્રીષ્મઋતુમાં શીતછાયા આપે છે. આવું પ્રધાન છત્રરત્ન અલ્પપુણ્યવાન માટે દુર્લભ હોય છે. I/૧il. તે છત્રરત્ન પ્રમાણોપેત ૧૦૦૮ લક્ષણયુક્ત શરીરધારી ચક્રવર્તીના પૂર્વાચરિત તપ, સંયમાદિ ગુણોના ફળના એક દેશભાગરૂપે હોય છે અર્થાત્ પૂર્વોપાર્જિત પુણ્યના ફળરૂપે છત્રરત્ન પ્રાપ્ત થાય છે. વિમાનવાસી દેવોને પણ તે દુર્લભ હોય છે. તે છત્રની ચારેબાજુ ફૂલની માળાઓ લટકતી હોય છે. શરદકાલીન ધવલ મેઘ તથા ચંદ્રના પ્રકાશની જેમ તે ભાસ્વર-ઉદ્યોતિત હોય છે. તે દિવ્ય(એક હજાર દિવોથી અધિષ્ઠિત) છત્રરત્ન પૃથ્વી પર પરિપૂર્ણ ચંદ્રમંડળ જેવું શોભે છે. ભરતરાજા તેને ગ્રહણ કરે કે તરત જ તે સાધિક ૧૨ યોજન વિસ્તૃત થઈ જાય છે. ७१ तए णं से भरहे राया छत्तरयणं खंधावारस्सुवरि ठवेइ, ठवेत्ता मणिरयणं परामुसइ वेढो जाव छत्तरयणस्स वत्थिभागसि ठवेइ । ભાવાર્થ :- ભરતરાજા છત્રરત્ન ઉઘાડી પોતાની (ચર્મરત્ન ઉપર સ્થિત) સેના ઉપર ધારણ કરે છે. ત્યારપછી તેઓ મણિરત્નને ગ્રહણ કરે છે. મણિરત્નનું વર્ણન પૂર્વવતુ જાણવું. ચર્મરત્ન અને છત્રરત્નના સંપુટમાં પ્રકાશ અર્થે ભરત રાજા મણિરત્નને છત્રરત્નના મધ્યભાગમાં પ્રતિદંડ-સળિયાઓ વચ્ચે સ્થાપિત કરે છે. |७२ तस्स य अणतिवरं चारुरूवं सिल-णिहियत्थमंत-सेत्तुसालि-जव-गोहूम-मुग्गमास-तिल-कुलत्थ-सट्ठिग-णिप्फाव-चणग-कोद्दव-कोत्थुभरि-कंगुवरग-रालग
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy