SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ ત્રીજો વક્ષસ્કાર [ ૧૭૯ ] ચલન સ્વભાવવાળો હોય છે. આરોહક બેસે ત્યારે તેની પીઠ કાંઈક નમી જાય છે અર્થાત્ આરોહક સુખપૂર્વક બેસી શકે તેવી તેની પીઠ હોય છે. તેનો પીઠ ભાગ ક્રમશઃ નીચેની બાજુએ નમતો જાય છે; દેહના પ્રમાણાનુરૂ૫, તેમજ જન્મથી જ દોષ રહિત, પ્રશસ્ત અને વિશિષ્ટ પ્રકારનો હોય છે તથા હરણની જંઘાઓની જેમ ઉન્નત; બંને પાર્શ્વ ભાગમાં વિસ્તૃત અને ચરમ ભાગમાં સુદઢ; નેતર, લતા, ચાબુક, કોડાના માર કે તેના આઘાત જનિત ચિહ્નોથી રહિત હોય છે. તેની ચાલ અસવારને મનોનુકૂલ હોય છે. તેનું હિલા મુખ પર બાંધવામાં આવતું અલંકાર સુવર્ણમય અને આભલા જડિત હોય છે. તેની લગામ શ્રેષ્ઠ સુવર્ણમય પુષ્પો અને આભલાથી શોભિત રત્નમય હોય છે. તેની પીઠ, મણિથી જડિત સુવર્ણમય પાંદડીઓ, ઘૂઘરીઓ તથા મોતીઓથી સુશોભિત હોય છે. તેનું મુખ કેતન રત્ન, ઇન્દ્રનીલ રત્ન, મસારગલ રત્ન તથા માણેક જડિત સૂત્રક' નામના મુખ આભરણથી સજ્જિત હોય છે. તેના કપાળ પર પધાકારે સુવર્ણ તિલક કરવામાં આવે છે. દૈવી કુશળતાથી તેને વિભૂષિત કરવામાં આવે છે તેથી તે દેવેન્દ્રના વાહન સમાન સુંદર શોભે છે. તે અશ્વ ગરદન, ભાલ, મસ્તક અને બે કાન આ પાંચ સ્થાનગત પાંચ ચામરોના મિલાપને મસ્તક ઉપર ધારણ કરે છે અર્થાત્ મસ્તક આદિ પાંચ સ્થાને રહેલા મસ્તકાલંકાર, કર્ણાલંકારાદિથી સુંદર લાગે છે. તેનું ભાલ- લલાટ તેજ યુક્ત હોય છે. તેની આંખ અસંકુચિત (ખુલી) તથા મોટી હોય છે અને તેની પાપણ વિકસિત તથા દઢ હોય છે. ડાંશ-મચ્છરથી રક્ષા માટે અને શોભા માટે નવીન સુવર્ણના તારથી નિર્મિત ઝૂલથી (તેની પીઠ) સદા આચ્છાદિત હોય છે. તેના મુખમાં રહેલા તાલ અને જીહા તપાવેલા સોના જેવા લાલ હોય છે. લક્ષ્મીના અભિષેકસૂચક 'અભિસેચન' નામનું લક્ષણ (ચિહ્ન) તેની નાસિકા ઉપર હોય છે. તે નાસિકા સરોવરગત કમળપત્ર પરનાં પાણીનાં ટીપાં(ઝાકળબિંદુ)ઓની જેમ લાવણ્યમય દેખાય છે. તે સ્વામીના કાર્યમાં અચંચલ-સ્થિર હોય છે પરંતુ તેનું શરીર અને અંગોપાંગ જાતિ સ્વભાવજન્ય ચંચળતાથી યુક્ત હોય છે. સ્નાનાદિ દ્વારા શરીરની શુદ્ધિ કરેલા ચરકાદિ પરિવ્રાજકો, અશુચિમય પદાર્થોનો સ્પર્શ થઈ ન જાય તે માટે અશુચિમય પદાર્થો અને સ્થાનોથી પોતાને દૂર રાખે છે તેમ આ અશ્વ પણ ઊંચા-નીચા સ્થાનો તથા અપવિત્ર સ્થાનો છોડીને, પવિત્ર અને સુગમ્ય માર્ગો પર જ ચાલે છે. તે પગની ખરીથી પૂરોવર્તી ભૂમિને તાડિત કરતો ચાલે છે અર્થાત્ પોતાના ડાબલાનો તબડક-તબડક અવાજ કરતો ચાલે છે. તે અશ્વ નૃત્ય સમયે આગળના બંને પગ એક સાથે ઊંચા કરીને નીચે મૂકે ત્યારે મુખરૂપી ગુફામાંથી જાણે બંને પગ બહાર નીકળી રહ્યા હોય, તેવું લાગે છે. તેની ચાલ એવી લઘુ અને મૃદુ હોય છે કે તે કમળતંતુ અને પાણી ઉપર પણ ચાલવામાં સમર્થ હોય છે અર્થાત્ કમળ તંતુ પર ચાલવા છતાં તે તૂટે નહીં અને પાણી પર ચાલવા છતાં તે ડૂબે નહીં. તેના જાતિ, કુળ, રૂપ વગેરે પ્રશસ્ત હોય છે. તે દ્વાદશાવર્ત વગેરે અશ્વશાસ્ત્ર કથિત લક્ષણથી યુક્ત હોય છે. તે સુકૂળ પ્રસૂત, મેધાવી-માલિકના અભિપ્રાયને સંકેત માત્રથી સમજી લેનાર, ભદ્ર અને વિનીત હોય છે. તેની રોમરાજી અતિ સૂક્ષમ-સુકોમળ, મુલાયમ હોય છે. તેની ચાલ સુંદર હોય છે અને તેની ગતિ દેવ, મન, પવન, ગરુડ પક્ષીની ગતિને જીતી જાય તેવી ચપળ અને શીઘગામી હોય છે. તે ઋષિઓની જેમ ક્ષમાવંત હોય છે અર્થાત્ તે કોઈને લાત કે પૂછડાથી મારતો નથી. તે સુશિષ્યની
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy