SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ | શ્રી જતીપ પ્રાપ્તિ સત્ર 5 5... - જલવાળા પ્રચંડ પવનથી આહત, તીક્ષ્ણ, તીવ્રવેગી જલધારા વરસાવતા પ્રચુર મેઘો વરસ્યા કરશે. તે મેઘ વર્ષા ભરતક્ષેત્રના ગામ આદિમાં વસતા મનુષ્યો, ગાય વગેરે ચોપગા પ્રાણીઓ, આકાશમાં ઉડતા પક્ષી ગણ અને અન્ય પણ ગામ અને વનોમાં સંચરતા અનેક પ્રકારના બેઇન્દ્રિયાદિ ત્રસ પ્રાણીઓ, આગ્રાદિ વૃક્ષો, ગુચ્છ, નવમાલિકાદિ ગુલ્મ, અશોક આદિ લતાઓ, કારેલા વગેરેના વેલાઓ, પલ્લવ રૂપ પ્રવાલ, અંકુરા, તૃણ, બાદર વનસ્પતિકાય, ધાન્યાદિરૂપ ઔષધિ વગેરેનો નાશ કરશે. તે મેઘવર્ષા વૈતાઢય પર્વતને વર્જિને ઉજ્જયંત, વૈભાર વગેરે ક્રીડા પર્વતો; ગોપાલગિરિ વગેરે ગિરિ પર્વતો, ડુંગરાઓ; ટીંબાઓ, બ્રાષ્ટા-ધૂળ રહિતની વિશાળ ભૂમિ અને મહેલ, શિખર આદિ સર્વસ્થાનોનો નાશ કરશે. ગંગા, સિંધુ નદીને વર્જિને સલિલબિલ-પૃથ્વી પરના પાણીના સ્ત્રોતોને(ઝરણાઓને); વિષમગર્તાખાડાઓને, નીચે રહેલા પાણીના કહોને, ઉપર-નીચે આવેલા પાણીના સ્થાનોને સમાન કરી નાંખશે. ११० तीसे णं भंते ! समाए भरहस्स वासस्स भूमीए केरिसए आयारभावपडोयारे મવિરૂદ્દ ? गोयमा ! भूमी भविस्सइ इंगालभूया, मुम्मुरभूया, छारियभूया, तत्तकवेल्लुयभूया, तत्तसमजोइभूया, धूलिबहुला, रेणुबहुला, पंकबहुला, पणयबहुला, चलणिबहुला, बहूणं धरणिगोयराणं सत्ताणं दुण्णिक्कमा यावि भविस्सइ । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયમાં ભરતક્ષેત્રની ભૂમિનું સ્વરૂપ કેવું હશે? ઉત્તર- હે ગૌતમ! તે દુષમદુષમા કાળમાં તે ભૂમિ જ્વાલારહિત અગ્નિપિંડ જેવી અંગારભૂત, છૂટા અગ્નિઓના તણખા જેવી મુશ્મરભૂત, ગરમ ભસ્મ જેવી ક્ષારિકભૂત, તપેલી કડાઈકે તપેલા નળીયા જેવી, સર્વ ભાગમાં સમાન જ્વાલાવાળી અગ્નિ જેવી હશે. તે ભૂમિ પ્રચુર માત્રામાં ધૂળ, રેતી, કાદવ, કીચડ ચાલતા પગ ખેંચી જાય તેવા ગારાવાળી થશે અને તેથી પ્રાણીઓને ચાલવામાં ખૂબ મુશ્કેલી પડશે. १११ तीसे णं भंते ! समाए भरहे वासे मणुयाणं केरिसए आयारभावपडोयारे भविस्सइ ? गोयमा ! मणुया भविस्संति दुरूवा दुव्वण्णा दुगंधा दुरसा दुफासा अणिट्ठा अकंता अप्पिया असुभा अमणुण्णा अमणामा हीणस्सरा दीणस्सरा अणिट्ठस्सरा अकंतस्सरा, अप्पियस्सरा, अमणामस्सरा, अमणुण्णस्सरा, अणादेज्ज वयण पच्चायाता, णिल्लज्जा, कूङकवङकलहबंधवेरणिरया, मज्जायातिक्कमप्पहाणा, अकज्जणिच्चु-ज्जुया गुरुणियोगविणकरहिया य, विकलरूवा,
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy