SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૮૬ ] શ્રી જતીપ પ્રાપ્તિ સૂત્ર અસહાય- અન્ય જ્ઞાનાદિની સહાય રહિત હોવાથી કેવળ અને વર એટલે શ્રેષ્ઠ એવું કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રભુને પ્રગટ થયું. કેવળજ્ઞાન-દર્શનન ફળ – કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્તિના ફળ સ્વરૂપે જીવ સમસ્ત પદાર્થના જ્ઞાતાદષ્ટા બની જાય છે. તો રૂપ -દેવ, નારકી, તિર્યંચ, મનુષ્યથી યુક્ત પંચાસ્તિકાયાત્મક ક્ષેત્રના અર્થાતુ લોકના અને ઉપલક્ષણથી અલોકની સર્વ અવસ્થાઓના હાથમાં રહેલા આમળાની જેમ જ્ઞાતાદષ્ટા થઈ જાય છે. તેની ગતિ, આગતિ, ચ્યવન પ્રતિસેવનાદિ-મૈથુનાદિને જાણે અને જૂએ છે. તેઓ માટે કોઈ વસ્તુ રહસ્યમય રહેતી નથી. કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તેઓ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મ તેમજ છ કાયનું સ્વરૂપ લોકો સમક્ષ પ્રગટ કરે છે. બાષભદેવ સ્વામીની સંઘ સંપદાદિ :७३ उसभस्सणं अरहओ कोसलियस्स चउरासीइं गणा चउरासीइं गणहरा होत्था। ભાવાર્થ - કૌશલિક ઋષભ દેવ તીર્થકરને ઉત્કૃષ્ટ ૮૪ ગણ અને ૮૪ ગણધર હતા. ७४ उसभस्स णं अरहओ कोसलियस्स उसभसेणपामोक्खाओ चुलसीइं समण साहस्सीओ उक्कोसिया समणसंपया होत्था । ભાવાર્થ - કૌશલિક ઋષભ અને ઋષભસેન પ્રમુખ ઉત્કૃષ્ટ ૮૪,૦૦૦(ચોર્યાસી હજાર) શ્રમણોની સંપદા હતી. | ७५ उसभस्सणं अरहओ कोसलियस्स बंभीसुंदरीपामोक्खाओ तिण्णि अज्जियासयसाहस्सीओ उक्कोसिया अज्जियासंपया होत्था । ભાવાર્થ - કૌશલિક ઋષભ અહને બ્રાહ્મી-સુંદરી પ્રમુખ ઉત્કૃષ્ટ ૩,૦૦,૦૦૦(ત્રણ લાખ) આર્યાઓની સંપદા હતી. ७६ उसभस्सणं अरहओ कोसलियस्स सेज्जंसपामोक्खाओ तिण्णि समणोवासगसयसाहस्सीओ पंच य साहस्सीओ उक्कोसिया समणोवासगसंपया होत्था ।। ભાવાર્થ :- કૌશલિક ઋષભ અહંને શ્રેયાંસપ્રમુખ ઉત્કૃષ્ટ ૩,૦૫,૦૦૦(ત્રણ લાખ પાંચ હજાર) શ્રાવકોની સંપદા હતી.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy