SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી વક્ષસ્કાર ( ૮૫ | કાયના જીવોનું સ્વરૂપ દર્શાવતો ઉપદેશ આપતા વિચરવા લાગ્યા. તે પૃથ્વીકાયાદિ જીવનિકાય તથા ભાવના સહિત પાંચ મહાવ્રતોનું વિસ્તૃત વર્ણન આચારાંગ સૂત્ર પ્રમાણે જાણવું. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં કૈવલ્ય પ્રાપ્તિ પૂર્વેની અવસ્થા, કૈવલ્ય સ્વરૂપ અને તેના ફળનું કથન છે. ફારિયા:- શુક્લ ધ્યાનના ચાર ભેદ છે. (૧) પ્રથકૃત્વ વિતર્ક સવિચાર (૨) એકત્વવિતર્ક અવિચાર (૩) સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ (૪) બુચ્છિન્ન ક્રિયા નિવૃત્તિ. તેમાંથી મારબ્ધધ્યાનસ્થ સમાપ્તિપૂર્વાના ન્માનિત્યર્થ |–વૃત્તિ. આદિના બે ભેદની સમાપ્તિ અને પછીના બે ભેદની હજુ પ્રાપ્તિ થઈ ન હોય, તેની વચ્ચેની અવસ્થાને ધ્યાનાંતરિકા કહે છે. કેવળજ્ઞાન પ્રાપ્તિ પૂર્વેની અવસ્થા :- કેવળજ્ઞાનની પ્રાપ્તિ પૂર્વે કેવળજ્ઞાનની અત્યંત નજીક પહોંચી ગયેલા જીવના જ્ઞાનાદિ અનુત્તર હોય છે. અરે બાળાં – અનુત્તર જ્ઞાનથી. ક્ષપક શ્રેણી પર આરૂઢ જીવને નિશ્ચિતરૂપે કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. ૧૨મા ગુણસ્થાનના અંતે જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મનો ક્ષય થાય છે. તેની સમીપનું જ્ઞાન તે અનુત્તર જ્ઞાન કહેવાય છે. અનુત્તરતિ- ક્ષ ણિપ્રતિપન્નત્વેન વત્તાસનત્વેન પરમવિશુદ્ધપછાતવેન નવિદતે સત્તર પ્રધાનમપ્રવર્તિ-વૃત્તિ. ક્ષપકશ્રેણીને પ્રાપ્ત, કેવળજ્ઞાનની આસન(સમીપ) પરમ વિશુદ્ધ પદ પ્રાપ્ત થવાથી, તેમજ જેની પછી તેવા ઉત્કૃષ્ટ સ્વરૂપવાળું જ્ઞાન ન હોય તેને અનુત્તર કહે છે તેવા અનુત્તર, જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, વગેરેની પરાકાષ્ટા દ્વારા આત્માને ભાવિત કરતા કેવળજ્ઞાનદર્શન પ્રગટ થાય છે. કેવળજ્ઞાન-કેવળદર્શનનો અર્થ :- સામાન્યવિશેષોમાભશે રેયવસ્તુનિ જ્ઞાનં વિશેષાવનોધરુપ, વર્ણન સામાન્યાવવોયરુપતિ - જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ વૃત્તિ. લોકાલોકના સામાન્ય વિશેષ ઉભયાત્મક શેય વસ્તુનો વિશેષરૂપે અવબોધ કરનારું, વિશેષરૂપે નિશ્ચય કરનારું જ્ઞાન અને સામાન્યરૂપે વસ્તુને જાણનારું દર્શન કહેવાય છે. કેવળજ્ઞાન-કેવળદર્શન સર્વ પદાર્થને જાણે છે. કેવળજ્ઞાન વડે વસ્તુના વિશેષ ગુણધર્મો અને કેવળ દર્શન વડે વસ્તુના સામાન્ય ગુણધર્મો જણાય છે. કેવળજ્ઞાન નિરાવરણ હોવાથી તેમના જ્ઞાન ઉપયોગ સમયે સામાન્ય અને દર્શન ઉપયોગ સમયે વિશેષ ગુણધર્મો પણ પ્રકાશિત થઈ જાય છે પણ જ્ઞાનમાં વિશેષ ગુણધર્મની અને દર્શનમાં સામાન્ય ગુણધર્મની પ્રધાનતા રહે છે. કેવળજ્ઞાન-દર્શનનું સ્વરૂપ - સૂત્રકારે કેવળજ્ઞાન-દર્શનનું સ્વરૂપ સમજાવવા અનેક વિશેષણોનો પ્રયોગ કર્યો છે. અનંત- આ કેવળજ્ઞાન-દર્શન અવિનાશી હોવાથી અનંત છે. અનુત્તર- સર્વોત્તમ-સર્વોત્કૃષ્ટ હોવાથી અનુત્તર છે. નિર્ચાઘાત- તે દિવાલાદિ દ્વારા અપ્રતિહત છે માટે નિર્વાઘાત છે. નિરાવરણ– કર્મરૂપી આવરણનો સર્વથા ક્ષય થવાથી નિરાવરણ છે. કુસ્ન- મૂર્ત-અમૂર્ત સકલ અર્થને ગ્રહણ કરતું હોવાથી સ્ત્ર છે. પ્રતિપુર્ણ ચંદ્રની જેમ પોતાના સર્વ અંશોથી પૂર્ણ હોવાથી પરિપૂર્ણ છે. કેવળ
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy