SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૫૮ ] શ્રી જંબુદ્વીપ પ્રાપ્તિ સૂત્ર ઉત્તર- હા ગૌતમ!તે સમયે શાલિ આદિ ધાન્ય હોય છે પરંતુ તે મનુષ્યોના ઉપયોગમાં આવતા નથી. |४१ अत्थिणं भंते ! तीसे समाए भरए वासे गड्ढाइ वा, दरी ओवायपवायविसम विज्जलाइ वा ? गोयमा ! णो इणटे समटे, तीसे समाए भरहे वासे बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते, से जहाणामए आलिंगपुक्खरेइ वा० । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે સમયે ભરતક્ષેત્રમાં ખાડા, દરી-ગુફાઓ, અવપાત-ગુપ્ત ખાડા કે જ્યાં પ્રકાશમાં ચાલતાં પણ પડવાની શંકા રહે; પ્રપાત-નૃપાપાત સ્થાન કે જ્યાંથી વ્યક્તિ મનમાં કોઈ કામના લઈને પડે અને પ્રાણ આપી દે, તેવું સ્થાન. વિષમ સ્થાન-જ્યાં ચડવું-ઊતરવું મુશ્કેલ હોય તેવા સ્થાન; કાદવવાળા લપસણા સ્થાન; વગેરે વિષમસ્થાનો હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સમયે ખાડા આદિ વિષમ સ્થાનો હોતા નથી. તે સમયે ભરતક્ષેત્રમાં અતિ સમતલ અને રમણીય ભૂમિ હોય છે. તે મૃદંગના ચર્મમઢિત ભાગ જેવી સમ હોય છે. ४२ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे खाणूइ वा, कंटगतणयकयवराइ वा, पत्तकयवराइ वा ? गोयमा ! णो इणटे समटे, ववगयखाणुकंटगतणक्कयवस्पत्तकयवरा णं सा समा पण्णत्ता । ભાવાર્થ – પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં સ્થાણુ-હૂંઠાં, કાંટા, ઘાસનો કચરો અને પાંદડાનો કચરો આદિ હોય છે? ઉત્તર- હે ગૌતમ! તે સમયે સૂંઠાં આદિ હોતા નથી. તે કાળ દૂઠાં, કંટક, ઘાસના કચરા અને પાંદડાઓના કચરાથી રહિત હોય છે. ४३ अत्थि णं भंते ! तीसे समाए भरहे वासे डंसाइ वा, मसगाइ वा, जूआइ वा, लिक्खाइ वा, ढिंकुणाइ वा, पिसुआइ वा ? गोयमा ! णो इणटे समढे, ववगयडंसमसगजूयलिक्ख टिंकुणपिसुयाउवद्दवविरहिया णं सा समा पण्णत्ता । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! તે સમયે ભરતક્ષેત્રમાં ડાંસ, મચ્છર, જૂ, લીખ, માંકડ અને પિશૂક-ડાંસ આદિ શુદ્ર જંતુઓ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! તે સમયે ડાંસ, મચ્છર આદિ હોતા નથી. તે કાળ ડાંસ, મચ્છર, જૂ, લીખ, માંકડ અને પિશૂક આદિ ક્ષુદ્ર જંતુઓના ઉપદ્રવરહિત હોય છે.
SR No.008775
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorMuktabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages696
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy