SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ પદપ્રજ્ઞાપના કર્ણપ્રાવરણ, (૨૧) ઉલ્કામુખ, (રર) મેઘમુખ, (૨૩) વિદ્યુમ્મુખ, (૨૪) વિદ્યુદત્ત, (૨૫) ઘનદત્ત, (ર) લષ્ટદંત, (૨૭) ગૂઢદત અને (૨૮) શુદ્ધદંત. આ અઠ્ઠાવીસ દ્વીપમાં જન્મેલા મનુષ્યો અંતરદ્વીપજ મનુષ્યો છે. આ અંતરદ્વીપજ મનુષ્યોની પ્રરૂપણા છે. १२५ से किं तं अकम्मभूमगा? अकम्मभूमगा तीसइविहा पण्णत्ता, तं जहापंचहि हेमवएहिं, पंचहिं हिरण्णवएहिं, पंचहिं हरिवासेहिं, पंचहिं रम्मगवासेहिं, पंचहिं देवकुरूहि, पंचहिं उत्तरकुरूहिं। से तं अकम्मभूमगा । ભાવાર્થ - પ્રશ્ન-અકર્મભૂમિજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- અકર્મભૂમિજ મનુષ્યોના ત્રીસ પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પાંચ હેમવય, પાંચ હરણ્યવય, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યવર્ષ, પાંચ દેવકુરુ અને પાંચ ઉત્તરકુરુ. આ ત્રીસ ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો ત્રીસ અકર્મભૂમિજ મનુષ્યો છે. આ અકર્મભૂમિજ મનુષ્યોની પ્રરૂપણા છે. १२६ से किं तं कम्मभूमगा ? कम्मभूमगा पण्णरसविहा पण्णत्ता, तं जहापंचहि भरहेहिं, पंचहिं एरवएहिं, पंचहि महाविदेहेहिं । ते समासओ दुविहा पण्णत्ता, तं जहा- आरिया य मिलक्खू य । ભાવાર્થ - પ્રશ્ન- કર્મભૂમિજ મનુષ્યોના કેટલા પ્રકાર છે? ઉત્તર- કર્મભૂમિજ મનુષ્યોના પંદર પ્રકાર છે, તે આ પ્રમાણે છે– પાંચ ભરતક્ષેત્ર, પાંચ ઐરાવતક્ષેત્ર અને પાંચ મહાવિદેહ ક્ષેત્ર, તે પંદર ક્ષેત્રોમાં જન્મેલા મનુષ્યો પંદર કર્મભૂમિના મનુષ્યો કહેવાય છે. તે પંદર કર્મભૂમિજ મનુષ્યોના સંક્ષેપથી બે પ્રકાર છે- આર્ય અને સ્વેચ્છ. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રોમાં મનુષ્ય સંસાર સમાપન જીવોના ભેદ-પ્રભેદનું નિરૂપણ છે. મનુષ્ય ભવાનુભવરૂપ સંસાર પરિભ્રમણને પ્રાપ્ત થયેલા જીવોને મનુષ્ય સંસાર સમાપન કહે છે. તેના મુખ્ય બે ભેદ છે– (૧) સંમૂર્છાિમ મનુષ્ય અને (૨) ગર્ભજ મનુષ્ય. (૧) સંમશ્કેિમ મનુષ્ય – માતા-પિતાના સંયોગ વિના ગર્ભજ મનુષ્યોની અશુચિમાં ઉત્પન્ન થનારા મનુષ્યોને સંમૂર્છાિમ મનુષ્ય કહે છે. તે અસંશી, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની અને અપર્યાપ્ત જ હોય છે. તે જીવો અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહના અને અંતર્મુહૂર્તનું જ આયુષ્ય ભોગવીને અપર્યાપ્તાવસ્થામાં મૃત્યુ પામે છે. સંમૂર્છાિમ મનુષ્યો, સંજ્ઞી મનુષ્યોના ચૌદ પ્રકારના અશુચિ સ્થાનોમાં ઉત્પન્ન થાય છે. તે ભાવાર્થથી સ્પષ્ટ છે. મનુષ્યને રહેવાના ૧૦૧ ક્ષેત્રો છે. (૧૫ કર્મભૂમિ + ૩૦ અકર્મભૂમિ + ૫૬ અંતર્લીપ = ૧૦૧ ક્ષેત્રો) તે સર્વ ક્ષેત્રોના ગર્ભજ મનુષ્યોના અશુચિસ્થાનોમાં સંમૂર્છાિમ મનુષ્યો ઉત્પન્ન થાય છે. ક્ષેત્રની અપેક્ષાએ સંમૂર્છાિમ મનુષ્યોના ૧૦૧ ભેદ છે.
SR No.008772
Book TitleAgam 15 Upang 04 Pragnapana Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSudhabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages538
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_pragyapana
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy