SearchBrowseAboutContactDonate
Page Preview
Page 488
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર મઘમઘાયમાન કરે છે, તેથી તે રાજધાની અત્યંત સુગંધથી યુક્ત સુગંધની ગુટિકા(અગરબત્તી) સમ લાગે છે. કેટલાક દેવો ચાંદીની વર્ષા કરે છે, કેટલાક દેવો સુવર્ણની વર્ષા કરે છે, કેટલાક દેવો રત્નની, વજરત્નની, પુષ્પ માળાઓની સુગંધિત દ્રવ્યોની, સુગંધિત ચૂર્ણની, વસ્ત્રોની, આભૂષણોની વર્ષા કરે છે, કેટલાક દેવો મંગલ પ્રતીકરૂપે એકબીજાને ચાંદી, સુવર્ણ, રત્નો, વજરત્ન, પુષ્પ, માળા, સુગંધિતચૂર્ણ, સુગંધિત ગંધ દ્રવ્યો, વસ્ત્ર, આભૂષણની ભેટ આપે છે. કેટલાક દેવો દ્રત નાવિધિ બતાવે છે, કેટલાક દેવો વિલંબિત નાવિધિ બતાવે છે, કેટલાક દેવો દ્રત વિલંબિત નાવિધિ બતાવે, કેટલાક દેવો અંચિત નાવિધિ, કેટલાક દેવોરિભિત નાટ્યવિધિ, કેટલાક દેવો અંચિત રિભિત નાવિધિ, કેટલાક દેવો આભટ નાવિધિ, કેટલાક દેવો ભસોલ નાવિધિ, કેટલાક દેવો આરભટ ભસોલ નાટ્યવિધિ, કેટલાક ઉપર ઉછળવા રૂપ, નીચે પડવારૂપ, સંકુચિત પ્રસારિત કરવા રૂપ, ગમનાગમન રૂપ, બ્રાંત-સંબ્રાંત નામની નાટ્યવિધિઓ પ્રદર્શિત કરે છે. કેટલાક દેવો વીણા આદિ તત, ઢોલ આદિ વિતત, તાલ આદિ ઘન, વાંસળી આદિ શુષિર આ ચાર પ્રકારના વાજીંત્રો વગાડે છે. કેટલાક દેવો ઉસ્લિપ્ત, પ્રવૃત્ત, મંદ અને રોચિતાવસાન આ ચાર પ્રકારના ગીતો ગાય છે, કેટલાક દેવો દાન્તિક, પ્રતિશ્રુતિક, સામન્સોવિનિપાતિક અને લોકમધ્યાવસાન, આ ચાર પ્રકારના અભિનયો બતાવે છે. કેટલાક દેવો ખુશ થઈને ગીત ગાય છે, કેટલાક દેવો તાંડવ નૃત્ય કરે છે, કેટલાક દેવો લાસ્યનૃત્યકોમળનૃત્ય કરે છે, કેટલાક દેવો બુચકારા કરે છે, કેટલાક દેવો ખુશ થઈને ગીત ગાવા, તાંડવ નૃત્ય, લાસ્યનૃત્ય, બુચકારા કરવા વગેરે ચારે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો આસ્ફોટન–પોતાની ભુજા થપથપાવે છે, કેટલાક દેવો પહેલવાનની જેમ કુદે છે, કેટલાક દેવો ત્રિપદી છેદન-પહેલવાનની જેમ પેતરા-દાવ બદલે છે, કેટલાક દેવો ભુજા થપથપાવવી, કૂદવું, દાવ બદલવા રૂપ ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો ઘોડાની જેમ હણહણાટ કરે છે, કેટલાક હાથીની જેમ ગુલગુલાટ(ચીંઘાડ) કરે છે, કેટલાક રથની જેમ રણઝણાટ કરે છે, કેટલાક દેવો આ ત્રણે પ્રકારના અવાજો કરે છે. કેટલાક દેવો ઉપર ઉછળે છે, કેટલાક દેવો નીચે ઉછળે છે, કેટલાક દેવો છલાંગ મારે છે, કેટલાક દેવો આ ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો સિંહનાદ કરે છે, કેટલાક દેવો ભૂમિ ઉપર પગ પછાડે છે, કેટલાક દેવો ભૂમિ ઉપર હાથ પછાડે છે, (પ્રહાર કરે છે. કેટલાક દેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો હુંકાર કરે છે, કેટલાક દેવો ફૂત્કાર કરે છે, કેટલાક દેવો ધૂત્કાર કરે છે, કેટલાક દેવો પોતાના નામનું ઉચ્ચારણ કરે છે, કેટલાક દેવો ઉક્ત બધી ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો ઉપર છલાંગ મારે છે, કેટલાક દેવો નીચે છલાંગ મારે છે, કેટલાક દેવો ત્રાંસી છલાંગ મારે છે, કેટલાક દેવો આ ત્રણે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો જ્વલિત થાય છે, કેટલાક તપ્ત થાય છે, કેટલાક પ્રતપ્ત થાય છે, કેટલાક આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો વાદળાની જેમ ગર્જના કરે છે, કેટલાક દેવો વીજળીની જેમ ચમકે છે, કેટલાક દેવો જળ વર્ષા કરે છે, કેટલાકદેવો આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાકદેવો સમૂહ એકત્રિત કરે છે, કેટલાક વાયુ તરંગ ફેલાવે છે, કેટલાક કલશોર કરે છે, કેટલાક દેવો દુહ-દુહ' શબ્દ ઉચ્ચારે છે, કેટલાક આ ચારે ય ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો દિવ્ય પ્રકાશ કરે છે, કેટલાક વીજળીના ચમકારા કરે છે, કેટલાક દેવો વસ્ત્ર ફરકાવે છે, કેટલાક આ ત્રણે ક્રિયાઓ કરે છે. કેટલાક દેવો હાથમાં ઉત્પલ કમળ ગ્રહણ કરે છે યાવતુ કેટલાક દેવો હાથમાં સહસંપત્ર કમળો ગ્રહણ કરે છે, કેટલાક દેવો હાથમાં કળશો ગ્રહણ કરે છે યાવતુ કેટલાક દેવો હાથમાં ધૂપદાનીઓ ગ્રહણ કરીને હર્ષાતિરેકમાં પ્રફુલ્લિત હૃદયે વિજયા રાજધાનીમાં ચારે બાજુ દોડાદોડી
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy