SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિપત્તિ-૩: મનુષ્યાધિકાર [ ૨૮૭ ] जालुज्जल-पहसियाभिरामेहिं सोभेमाणा;तहेव तेदीवसिहा विदुमगणा अणेगबहुविविह वीससा परिणया उज्जोयविहीए उववेया फलेहिं पुण्णा विसट्टतिकुसविकुसविसुद्धरुक्खमूला जावचिट्ठति ॥४॥ ભાવાર્થ-હે આયુષ્યમાન્ શ્રમણ ! એકોકદીપમાં ઠેકઠેકાણે દીપશિખા નામના વૃક્ષો છે [તે વૃક્ષો મનુષ્યોને દીપક જેવો પ્રકાશ આપે છે.] જેમ- સંધ્યાના સમયે નવ નિધિપતિ(ચક્રવર્તી)ને ત્યાં રહેલા ચારેબાજુ પ્રકાશ ફેલાવતા, અનેક પ્રજ્વલિત જ્યોતવાળા, તેલથી ભરપૂર, પ્રજ્વલિત જ્યોતથી અંધકારનો નાશ કરતા, સુવર્ણ સમૂહ જેવા પ્રકાશિત પુષ્પોથી યુક્ત, પારિજાતક(દેવવૃક્ષ)ના વન જેવા પ્રકાશવાળા, સુવર્ણ, મણિ અને રત્નોની બનેલી અને મલ રહિત વિમલ દીવેટો, મહોત્સવના સમયે જ સ્થાપિત કરવા યોગ્ય, તપનીય સુવર્ણ સમ પ્રકાશમાન દીવેટોના દંડવાળા, એક સાથે, એક જ સમયે પ્રગટેલા અનેક દીવાઓના મનોહર તેજવાળા, નિર્મળ ચંદ્ર આદિ ગ્રહગણની જેમ પ્રભાસિત, અંધકારને દૂર કરનાર, સુર્યની ફેલાયેલી પ્રભા સમ ચમકતા, પોતાની ઉજ્જવળ અને મનોહર પ્રભાથી જાણે હસતા હોય તેવા શોભાયમાન દીવાઓની જેમ અનેક પ્રકારના દીવાઓ રૂપે, તે દીપશિખા વૃક્ષો સ્વાભાવિક પરિણામથી પરિણત થાય છે. વિવિધ પ્રકારની ઉદ્યોત વિધિથી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત પ્રકાશિત પદાર્થોથી યુક્ત દર્ભ અને ઘાસથી રહિત મૂળભાગવાળા યાવત્ તે સ્વચ્છ વૃક્ષો અત્યંત શોભાયમાન હોય છે. १९ एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवेजोइसिहाणामंदुमगणापण्णत्तासमणाउसो!जहा से अच्चिरुग्गयसरयसूरमंडल-पडत-उक्कासहस्सदिप्पत-विज्जुज्जाल-हुयवह-णिभूम जलियणिद्धत-धोयतत्त्तवणिज्ज-किंसुयासोयजवाकुसुम-विमउलियज-मणिरयणकिरण जच्च हिंगुलुयणग-रूवाइरेगरूवातहेवतेजोइसिहा विदुमगणा अणेगबहुविविह वीससा परिणयाए उज्जोयविहीए उववेया सुहलेस्सा मंदलेस्सा मंदायवलेस्सा कूडाइव ठाणठिया अण्णमण्णसमोगाढाहिं लेस्साए साए पभाए सपदेसेसबओसमंता ओभार्सेत उज्जोर्वेति पभार्सत,कुसविकुस विसुद्धरुक्खमूला जावचिट्ठति ॥५॥ ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણ ! એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે જ્યોતિશિખા નામના વૃક્ષો છે. તિ વૃક્ષો મનુષ્યોને જ્યોતિષી દેવ–સૂર્ય જેવો પ્રકાશ આપે છે. જેમ- તત્કાળ ઉદિત થયેલા શરદકાલીન સૂર્ય મંડળ, પડતી હજારો ઉલ્કાઓ, ચમકતી વીજળી, જ્વાળાથી યુક્ત ધુમાડા વગરની પ્રદીપ્ત અગ્નિ, અગ્નિથી શુદ્ધ થયેલું તપ્ત તપનીય સુવર્ણ, ખીલેલા કિંશુકના ફૂલો, અશોક પુષ્પો અને જપાવૃક્ષ(જાસૂદ)ના પુષ્પોનો સમૂહ, મણિરત્નના કિરણો, ઉત્તમ હિંગાળાનો સમૂહ વગેરે પોતપોતાના સ્વરૂપથી તેમજ આભાથી તેજસ્વી લાગે છે, તે જ રીતે અનેક પ્રકારના તેજોમય પદાર્થ રૂપે તે જ્યોતિશિખા વૃક્ષો સ્વાભાવિક રીતે પરિણત થાય છે. વિવિધ પ્રકારની ઉદ્યોતવિધિ(તેજોમય પદાર્થો)થી ઉપચિત, સુખકારી, સૂર્યની જેમ પ્રચંડ અને તીક્ષ્ણ નહીં પણ મંદ આતાવાળા, અસહ્યું નહીં પણ સહ્ય આતાવાળા તે વૃક્ષો મનુષ્ય ક્ષેત્રની બહાર રહેલા જ્યોતિષ ચક્રની જેમ, પર્વતના શિખરની જેમ એક જ સ્થાને અચલ રહે છે. તે વૃક્ષો પરસ્પર મિશ્રિત પોતાના પ્રકાશ દ્વારા પોતાના પ્રદેશમાં રહેલા પદાર્થોને સર્વ દિશાઓમાંથી સંપૂર્ણપણે પ્રકાશિત કરે છે, ઉદ્યોતિત કરે છે, પ્રભાસિત કરે છે. તે વૃક્ષોના મૂળભાગ દર્ભ અને ઘાસથી રહિત યાવતું અત્યંત શોભાયમાન હોય છે. | २० एगोरुयदीवेणंदीवेतत्थ तत्थ बहवे चित्तंगाणाम दुमगणा पण्णत्ता समणाउसो!
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy