SearchBrowseAboutContactDonate
Page Preview
Page 360
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાજીવાભિગમ સૂત્ર ભાવાર્થ :– હે આયુષ્યમાન્ શ્રમણ ! તે એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે ભૃતાંગા નામના વૃક્ષો છે. [તે વૃક્ષો ત્યાંના મનુષ્યોને વિવિધ પ્રકારના ભાજન આપે છે]. જેમ– વારક–મંગલઘટ, નાનો ઘટ, મોટો ઘટ, કળશ, નાનો કળશ, પગ ધોવાની સોનાની પદકંચનિકા, ઉદંક-પાણી ભરવાનું પાત્ર, લોટો, (કોડીયું) સુપ્રતિષ્ઠકફૂલદાની, પારી—ઘી, તેલના પાત્ર, ચષક-પાનદાની, શૃંગારક-જારી, કટોરી, શરક-પાત્ર વિશેષ, પાત્રી, થાળી, મલ્લક-શરાવલું, ચપલક-પાત્ર વિશેષ, દગવારક—પાણી ભરવાનો ઘડો, વિચિત્ર વર્તક–ભોજન સમય ઘી આદિ રાખવામાં ઉપયોગી પાત્ર, મણિમય પાત્ર, શુક્તિ–ઘસેલું ચંદન રાખવાનું પાત્ર વિશેષ જેવા સુવર્ણ, મણિ, રત્નમય, ચિત્રોથી ચિત્રિત અનેક પ્રકારના પાત્ર રૂપે તે ભૃતાંગા વૃક્ષો વિસસા પરિણામ (સ્વાભાવિક રૂપે) થી પરિણત થાય છે. વિવિધ પ્રકારની ભાજનવિધિ(પાત્રો)થી ઉપચિત, ફળોથી પરિપૂર્ણ, સુવિકસિત, દર્ભ—ઘાસ વગેરેથી રહિત તથા વિશુદ્ધ-સ્વચ્છ મૂળભાગવાળા તે વૃક્ષો અતીવ શોભાયમાન હોય છે. ૨૮૬ १७ गोदीवेणीवे तत्थ तत्थ बहवे तुडियंगा णाम दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से आलिंग-मुयंग-पणक्-पड़ह दद्दरण करडिडिंडिम-भंभाहोरंभ-कण्णिया-खरमुहि-मुयंगसंखियपरिलीवच्चग परिवाइणि वंसवेणुवीणा सुघोसविवंचि महइ कच्छभिरिगसिगातलतालकंसताल सुसंपउत्ता आतोज्जवि - हिणिउणगंधव्वसमय-कुसलेहिं फंदिया तिट्ठाणसुद्धा तहेव ते तुडियंगा वि दुमगणा अणेग बहुविविहवीससा-परिणयाए ततविततघणसुसिराए चडव्विहाए आतोज्जविहीए उववेया फलेहिं पुण्णा, विसति कुस - विकुस - विसुद्धरुक्खमूला નાવવિદ્વતિ રૂા ભાવાર્થ :– હે આયુષ્યમાન્ શ્રમણ ! એકોરુકદ્વીપમાં ઠેકઠેકાણે ત્રુટિતાંગા નામના વૃક્ષો છે [તે વૃક્ષો મનુષ્યોને છે વાધની પૂર્તિ કરે છે.] જેમ- મુરજ, મૃદંગ, પણવ-નાનો ઢોલ, પટહ–નગારું, લાકડાની ચોકી પર રાખીને વગાડવામાં આવતું અને ગોધાદિના ચામડાથી મઢેલું દર્દરક વાઘ, કરટી, ડિંડંમ, ભંભા, (ઢક્કા), હોરંભ, વીણા, ખરમુખી-મૃદંગ, શંખિકા-નાનો શંખ, પરિણી-વચ્ચક-ઘાસના તૃણોથી ગુંથીને બનાવેલા વાધ વિશેષ; પરિવાદિની(સાતતારવાળી વીણા), વંશ–બંસરી, વીણા, સુઘોષા વીણા, વિપંચી મહતી, કચ્છપી, રિગસિકા-ઘસીને વગાડવામાં આવતું વાઘ, તલતાલ–તાલી, કાંસ્યતાલ પર તાલ આપી વગાડવામાં આવતું વાઘ, કાંસાના વાદ્ય આદિ વાજીંત્ર જે સમ્યક્ પ્રકારે વગાડવામાં આવે છે. વાદ્ય-કળામાં નિપુણ તેમજ ગંધર્વશાસ્ત્રમાં કુશળ વ્યક્તિઓ દ્વારા જે સ્પંદિત કરવામાં આવે છે, અર્થાત્ વગાડવામાં આવે છે, જે આદિ, મધ્ય અને અંત રૂપ ત્રણે ય સ્થાનોથી શુદ્ધ છે, તેવા વિવિધ પ્રકારના વાધરૂપે ત્રુટિતાંગ વૃક્ષો સ્વાભાવિક પરિણત થાય છે. તત, વિતત, ઘન અને શુષિર આ ચાર પ્રકારની વાદ્ય વિધિથી ઉપચિત ફળાદિથી પરિપૂર્ણ, વિકસિત, દર્ભ અને ઘાસથી રહિત તથા સ્વચ્છ મૂળભાગવાળા તે વૃક્ષો અત્યંત શોભાયમાન હોય છે. १८ गोदीवेणं दीवेतत्थ तत्थ बहवे दीवसिहा णामं दुमगणा पण्णत्ता समणाउसो ! जहा से संझाविरागसमए णवणिहिपइणो दीविया चक्कवालविंदे पभूय वट्टिपलित्तणेहिं घणि-उज्जालियतिमिरमद्दए कणगणिगर कुसुमित पारिजातग वणप्पगासे कंचणमणिरयणविमल महरिह तवणिज्जुज्जल विचित्तदडाहिं दीवियाहिं सहसा पज्जलिय-उसवियणिद्धतेय-दिप्पंत-विमलगहगण-समप्पहाहिं वितिमिरकरसूरपसरियउज्जोय-चिल्लियाहिं
SR No.008771
Book TitleAgam 14 Upang 03 Jivabhigam Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPunitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages860
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jivajivabhigam
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy