SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ બીજો વિભાગ : પ્રદેશી રાજા ૧૩૧ બહાને પ્રદેશીરાજાને હું આપ દેવાનુપ્રિયની પાસે લઈ આવીશ. તો હે દેવાનુપ્રિય ! તે સમયે આપ પ્રદેશી રાજાને ધર્મોપદેશ આપવામાં ગ્લાનિ અનુભવશો નહિ, અગ્લાન ભાવે ઉપદેશ આપજો. હે ભગવન્ ! આપની ઇચ્છાનુસાર અચકાયા વિના તેમને ધર્મ કહેજો. તે સમયે કેશીકુમાર શ્રમણે ચિત્ત સારથિને કહ્યું– તે પ્રસંગે જોઈ લેશું અર્થાત્ તમારી જેમ મારી પણ તેને ધર્મોપદેશ આપવાની ભાવના વર્તે છે. ४१त णं से चित्ते सारही केसिं कुमारसमणं वंदइ णमंसइ, जेणेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, चाउग्घंट आसरहं दुरुहइ, जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । ભાવાર્થ :- ત્યાર પછી ચિત્ત સારથિ કેશીકુમાર શ્રમણને વંદન-નમસ્કાર કરીને, ચાર ઘંટાવાળા અશ્વરથમાં બેસીને, જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા અર્થાત્ પોતાના ઘેર ગયા. કેશી શ્રમણ અને પ્રદેશી રાજાનું મિલન ઃ ४२ तए णं से चित्ते सारही कल्लं पाउप्पभायाए रयणीए फुल्लुप्पल-कमलकोमलुम्मिलियंमि अहापंडुरे पभाए कयणियमावस्सए सहस्सरस्सिम्मि दिणयरे तेयसा जलते साओ गिहाओ णिग्गच्छइ, जेणेव पएसिस्स रण्णो गिहे, जेणेव पएसी राया तेणेव उवागच्छइ, पएसिं रायं करयल जाव एवं वयासी- एवं खलु देवाणुप्पियाणं कंबोएहिं चत्तारि आसा उवणयं उवणीया, ते य मए देवाणुप्पियाणं अण्णया चेव विणइया । तं एह णं सामी ! ते आसे चिट्ठ पासह । ભાવાર્થ:- ત્યાર પછી બીજા દિવસે, સવારે રાત્રિ વ્યતીત થઈ ગઈ અને પરોઢ થયું, ઉત્પલ, કમળો વગેરે ફૂલો ખીલવા લાગ્યા, સોનેરી(પીત ધવલ) પ્રભાત થયું, આવશ્યક કાર્યો તથા નિયમાદિ પૂર્ણ થઈ ગયા પછી જ્યારે સૂર્ય જાજ્વલ્યમાન તેજથી પ્રકાશવા લાગ્યો અર્થાત્ સૂર્યોદય થયો ત્યારે ચિત્ત સારથિ પોતાના ઘેરથી નીકળી પ્રદેશી રાજાના મહેલે ગયો. પ્રદેશી રાજાને હાથજોડી, પ્રણામ કરીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય! કંબોજ દેશના ચાર ઘોડા ભેટમાં આવ્યા હતા, તે ઘોડાને મેં આપ દેવાનુપ્રિયને માટે યોગ્ય શિક્ષા આપીને તૈયાર કર્યા છે, તો હે સ્વામી ! તમે પોતે જ તે ઘોડાઓની ગતિ, ચેષ્ટા વગેરેની પરખ કરવા ચાલો. ४३ तए णं से पएसी राया चित्तं सारहिं एवं वयासी - गच्छाहि णं तुमं चित्ता ! तेहिं चेव चउहिं आसेहिं आसरहं जुत्तामेव उवट्ठवेह एयमाणत्तियं पच्चप्पिणह । तए णं से चित्ते सारही पएसिणा रण्णा एवं वुत्ते समाणे हट्ठतुट्ठे जाव उवट्ठवेह, एयमाणत्तियं पच्चप्पिणह | तएणं से पएसी राया चित्तस्स सारहिस्स अंतिए एयमट्ठे सोच्चा णिसम्म हट्टतुट्टे जाव अप्पमहग्घाभरणालंकियसरीरे साओ गिहाओ णिग्गच्छइ, जेणामेव चाउग्घंटे आसरहे तेणेव उवागच्छइ, चाउग्घंटे आसरहं दुरुहइ, सेयवियाए णयरीए मज्झमज्झेणं णिग्गच्छइ । ભાવાર્થ :- ત્યારે પ્રદેશી રાજાએ ચિત્ત સારથિને આ પ્રમાણે કહ્યું– તું જા અને તે ચાર ઘોડાઓને રથમાં જોડીને અશ્વરથ તૈયાર કરી, તે અશ્વરથ અહીં લઈ આવ અને રથ તૈયાર થઈ જાય એટલે મને ખબર
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy