SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ | १३० । શ્રી રાયપસણીય સૂત્ર |३८ चउहि ठाणेहिं चित्ता ! जीवे केवलिपण्णत्तं धम्म लभइ सवणयाए, तं जहाआरामगयं वा उज्जाणगयं वा समणं वा माहणं वा अभिगच्छइ, वंदइ णमंसइ जाव पज्जुवासेइ; अट्ठाई जाव पुच्छइ, एएणं वि ठाणेणं जाव लभइ सवणयाए । एवं उवस्सयगयं, गोयरग्गगयं, समणं वा जाव पज्जुवासेइ, विउलेणं जाव पडिलाभेइ, अट्ठाई जाव पुच्छइ। एएण वि ठाणेणं चित्ता ! जीवे केवलिपण्णत्तं धम्म लभइ सवणयाए । जत्थ वि य णं समणेण वा माहणेण वा सद्धिं अभिसमागच्छइ तत्थ वि य णं णो हत्थेण वा वत्थेण वा, छत्तेण वा अप्पाणं आवरेत्ताणं चिट्ठइ । एएण वि ठाणेणं चित्ता ! जीवे केवलिपण्णत्तं धम्म लभइ सवणयाए । ભાવાર્થ - હે ચિત્ત ! ચાર કારણોથી જીવ કેવળી કથિત ધર્મનું શ્રવણ કરી શકે છે. તે આ પ્રમાણે છે(૧) જે મનુષ્યો આરામ કે ઉદ્યાનમાં પધારેલા શ્રમણ-માહણની સામે જાય છે અર્થાત્ તેનો આદર કરે છે, વંદન-નમસ્કાર કરે છે યાવત સેવા શુશ્રુષા કરે છે, જીવાદિ પદાર્થ, મોક્ષના ઉપાય સંબંધી પૃચ્છા કરે છે, તે મનુષ્યો ધર્મ સાંભળવાનો, સમજવાનો કે મેળવવાનો લાભ મેળવી શકે છે. (૨) જે મનુષ્યો ઉપાશ્રયમાં સ્થિત શ્રમણો વગેરેની સામે જાય, તેમને ધર્મ સંબંધી પૃચ્છા કરે, તો તે મનુષ્યો ધર્મને પામી શકે છે. (૩) જે મનુષ્યો ગોચરીએ નીકળેલા શ્રમણાદિની સેવા કરે, તેમને વિપુલ પ્રમાણમાં અશનાદિથી પ્રતિલાભિત કરે, જીવાદિ પદાર્થ સંબંધી પૃચ્છા કરે, તે મનુષ્યો કેવળી કથિત ધર્મ શ્રવણનો લાભ મેળવી શકે છે. (૪) જે મનુષ્યો શ્રમણ-માહણ સામે મળી જાય તો હાથ, વસ્ત્ર, છત્રથી પોતાની જાતને છુપાવતા નથી, તે મનુષ્ય કેવળી પ્રરૂપિત ધર્મ સાંભળવાનો લાભ મેળવી શકે છે. ३९ तुझं च णं चित्ता ! पएसी राया आरामगयं वा तं चेव सव्वं भाणियव्वं आइल्लएणं गमएणं जाव अप्पाणं आवरेत्ता चिट्ठइ । तं कहं णं चित्ता! पएसिस्स रणो धम्ममाइक्खिस्सामो? ભાવાર્થ:- હે ચિત્ત! તારા પ્રદેશી રાજા આરામ કે ઉદ્યાનમાં આવેલા શ્રમણાદિ પાસે જતા નથી, તેમનો સત્કાર, સન્માન કરતા નથી ભાવતું પોતાને છુપાવીને રાખે છે.(તે સર્વ કથન પૂર્વવત્ કહેવું) તે અમારી પાસે આવતા જ નથી, તો હું તેને ધર્મોપદેશ કેવી રીતે આપી શકું? ४० तए णं से चित्ते सारही केसिकुमार-समणं एवं वयासी- एवं खलु भंते ! अण्णया कयाइ कंबोएहिं चत्तारि आसा उवायणं उवणीया, ते मए पएसिस्स रण्णो अण्णया चेव उवणेया । तं एएणं खलु भंते ! कारणेणं अहं पएसिं रायं देवाणुप्पियाणं अंतिए हव्वमाणेस्सामि । तं मा णं देवाणुप्पिया ! तुब्भे पएसिस्स रण्णो धम्ममाइक्खमाणा गिलाए ज्जाह । अगिलाए णं भते ! तुब्भे पएसिस्स रण्णो धम्माइक्खेज्जाह । छंदेणं भंते! तुब्भे पएसिस्स रण्णो धम्ममाइक्खेज्जाह। तए णं से केसी कुमारसमणे चित्तं सारहिं एवं वयासी- अवि याई चित्ता ! जाणिस्सामो। ભાવાર્થ - ત્યાર પછી ચિત્ત સારથિએ કેશીકુમાર શ્રમણને વિનંતી કરતાં કહ્યું– કોઈ એક સમયે કંબોજ દેશના ચારઘોડા ભેટમાં આવેલા છે. તે ઘોડા મારે રાજાને અર્પણ કરવાના છે. હે ભગવનું ! તે ઘોડાઓના
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy