SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૦૪] શ્રી રાયપસણીય સૂત્ર પુષ્કરિણી સમીપે આવી, તે સર્વ કાર્યો કર્યા. ત્યાર પછી સુધર્માસભા સમીપે આવીને, તેના પૂર્વી દ્વારથી પ્રવેશ કરીને, માણવક ચૈત્યસ્તંભ અને વજમય ગોળ દાબડા સમીપે આવીને મોરપીંછથી તે દાબડાઓનું અને તેમાંથી જિન અસ્થિઓ કાઢીને તેનું પ્રમાર્જન કર્યું દિવ્ય ગંધોદકનું સિંચન કર્યું શ્રેષ્ઠ સુગંધી પદાર્થો અને માળાઓથી અર્ચના કરી, ધૂપ કર્યો અને તે અસ્થિઓને દાબડામાં પાછા મૂકી દીધા. ત્યાર પછી વજમય માણવક સ્તંભનું પ્રમાર્જન કર્યું, જલધારાથી સિંચન કર્યું. સરસ ગોશીર્ષ ચંદન લગાવ્યું, પુષ્પાદિ ચઢાવ્યા યાવતુ ધૂપ કર્યો. ત્યાંના સિંહાસન, દેવશય્યા અને ક્ષુલ્લક માહેન્દ્રધ્વજ પાસે પાદિ સર્વ કાર્યો કર્યા. ચોપાલ નામના શસ્ત્રભંડાર પાસે આવીને મોરપીંછથી શસ્ત્રભંડારને સાફ કર્યો, દિવ્ય જલધારાનું સિંચન કર્યું. ગોશીર્ષ ચંદન લગાવ્યું, પુષ્પો ચઢાવ્યા, લાંબીમાળાઓ લટકાવી યાવત ધૂપ કર્યો. સુધર્મ સભાના મધ્યભાગ, મણિપીઠિકા અને ત્યાંની દેવશય્યાના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કર્યા. (ઉપપાત સભાના પૂર્વાદ્વારથી પ્રવેશ કરી ઉપપાત સભા, તેના મધ્ય ભાગાદિના પ્રમાર્જનાદ કાર્ય કરી) ઉપપાત સભાના દક્ષિણી દ્વાર પાસે આવીને તેના પ્રમાર્જનાદિ કાર્યો કરીને, સિદ્ધાયતનની જેમ પર્વી નંદાપુષ્કરિણી, દહ પાસે આવીને તેના તોરણ, ટિસોપાનશ્રેણી, પૂતળીઓ વગેરે વિવિધરૂપોના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કર્યા. અભિષેક સભામાં આવીને ત્યાંના સિંહાસન, મણિપીઠિકા અને દક્ષિણીદ્વારના ક્રમથી પૂર્વી નંદાપુષ્કરિણીના પ્રમાર્જનાદિ સર્વ કાર્યો કર્યા. અલંકાર સભામાં આવીને અભિષેક સભાની જેમ સર્વ કાર્યો કર્યા. વ્યવસાય સભામાં આવીને મોરપીંછથી પુસ્તકરત્નનું પ્રમાર્જન કર્યું, દિવ્ય જલધારાથી પ્રક્ષાલન કર્યું. શ્રેષ્ઠ સુગધીદ્રવ્યો–માળાઓ ચઢાવી, ત્યાર પછી મણિપીઠિકા, સિંહાસન, પૂર્વી નંદાપુષ્કરિણી, દૂહ તેના તોરણ, ત્રિસોપાનશ્રેણી, પૂતળીઓ વગેરે વિવિધરૂપોના પ્રમાર્જનાદિ સર્વ કાર્ય કર્યા. બલિપીઠ પાસે આવીને બલિનું વિસર્જન કર્યું. ત્યાર પછી અભિયોગિક દેવોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે શીધ્ર સુર્યાભવિમાનના શૃંગાટકો-શિંગોડાના આકારવાળા ત્રિકોણ સ્થાનો, ત્રિક-ત્રણ રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચોક–ચાર રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચત્વરો–ઘણા રસ્તા મળતા હોય તેવા સ્થાનો, ચતુર્ભજોચારેબાજુ દ્વાર હોય તેવા સ્થાનો, રાજમાર્ગો, પ્રાકારો, અટારી-અટ્ટાલિકાઓ(કોટ ઉપરના ઝરૂખાઓ), ચરિકાઓ–આઠ હાથ પ્રમાણવાળો કિલ્લા અને શહેરનો અંતરાલવર્તી માર્ગ દ્વાર, ગોપુર-નગરના દરવાજાઓ, આરામો–ક્રીડા સ્થાનો, ઉદ્યાનો–ઉત્સવ સમયે અનેક લોકો ભેગા થાય તેવા ચંપકાદિ વૃક્ષોવાળા સ્થાનો, વન-વિશેષ પ્રકારના ઉધાનો, વનરાઈઓ–એક જાતિના ઉત્તમવૃક્ષો હોય તેવા સ્થાનો, કાનન–સામાન્યવૃક્ષ યુક્ત ગામની નજીકના સ્થાનો, વનખંડો–અનેક જાતના ઉત્તમવૃક્ષવાળા સ્થાનોની અર્ચના કરો અને તે કાર્ય થઈ ગયાની મને શીધ્ર જાણ કરો. સુર્યાભદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે તે અભિયોગિક દેવોએ તે આજ્ઞા શિરોધાર્ય કરીને સૂર્યાભવિમાનના શૃંગાટકો, ત્રિક, ચોક, ચત્તર, ચતુર્મુખ, રાજમાર્ગો, પ્રકારો, અટારી-અટ્ટાલિકાઓ, ચરિકાઓ, તારો, ગોપુરો, તોરણો, આરામો, ઉધાનો, વનો, વનરાઈ કાનનો, વનખંડોની અર્ચના આદિ સર્વ કાર્યો કર્યા અને સૂર્યાભદેવને કાર્ય થઈ ગયાના સમાચાર આપ્યા. ત્યાર પછી સૂર્યાભદેવ નંદાપુષ્કરિણી સમીપે આવીને, પૂર્વી ત્રિસોપાન શ્રેણીદ્વારા(તે વાવમાં)
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy