SearchBrowseAboutContactDonate
Page Preview
Page 132
Loading...
Download File
Download File
Page Text
________________ | ८० શ્રી શયપણીય સૂત્ર पण्णत्ता-अट्ठ जोयणाई आयामविक्खंभेणं, चत्तारि जोयणाई बाहल्लेणं, सव्वमणिमया अच्छा जाव पडिरूवा। तीसे णं मणिपढियाए उवरिं, एत्थ णं महेगे देवसयणिज्जे पण्णत्ते । ભાવાર્થ :- માણવક નામના ચૈત્યસ્તંભના પશ્ચિમ દિભાગમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, સર્વ મણિમય સ્વચ્છ ભાવત મનોહર એવી એક મોટી મણિપીઠિકા છે. તેના ઉપર એક भोटी, २भएीय हेवशय्या छे. १५८ तस्सणं देवसयणिज्जस्स इमेयारूवे वण्णावासे पण्णत्ते.तंजहा- णाणामणिमया पडिपाया, सोवणिया पाया, णाणामणिमयाइं पायसीसगाई, जंबूणयामयाइं गत्तगाई, वइरामया संधी, णाणामणिमए विच्चे, रययामई तूली, लोहियक्खमया बिब्बोयणा, तवणिज्जयमया गंडोवहाणया। से णं सयणिज्जे सालिंगणवट्टिए उभओ बिब्बोयणं दुहओ उण्णत्ते, मज्झे णयगंभीरे गंगापुलिणवालुया उद्दालसालिसए, सुविरइयरयत्ताणे ओयवियखोमदुगुल्लपट्ट पडिच्छायणे रत्तंसुयसबुए सुरम्मे आईणग-रूय बूर-णवणीयतूलफासे जाव पडिरूवे। ભાવાર્થ:- તે દેવશયાનું વર્ણન આ પ્રમાણે છે– તે દેવશય્યાના પડવાયા(પાયા નીચે મૂકાતો લાકડાનો ટુકડો) સોનાના, પાયા મણિના અને પાયાના કાંગરા અનેક પ્રકારના મણિઓના છે. તેના ગાત્ર(ઈસો–પાયાને જોડતા લાંબા લાકડા અને ઉપળા– માથા કે પાંગત પાસેના લાકડા) જંબૂનદમય(લાલ) સુવર્ણના છે. તેની સાંધ વજરત્નમય છે. તેના વાણ(ઢોલિયો ભરવામાં વપરાતી પાટી) વિવિધ મણિમય, તળાઈ–ગાદલું, રજતમય, ઓશિકા લોહિતાક્ષ રત્નના અને ગંડોપધાનિકા–તકિયા તપનીય સુવર્ણના છે. તે દેવશય્યા બંને બાજુ આલંબનયુક્ત છે. તેમાં ગાદલા છે. બંને બાજુ તકિયા રાખેલા હોવાથી તે દેવશય્યા બંને બાજુથી ઊંચી અને વચ્ચેથી ઢળતી, ઊંડી છે. જેમ ગંગા કિનારાની રેતીમાં પગ મૂકતા પગ અંદર સરકી જાય તેમ આ દેવશય્યામાં બેસતા, તે નીચે નમી જાય તેવી છે. તે ગાદલા ઉપર રજસ્ત્રાણ– ઓછાડ છે. તેના ઉપર ક્ષોમદુકૂળ(રૂ અને રેશમ આદિથી મિશ્રિત ચાદર) બિછાવેલી છે, તે રક્તાંશુક– લાલસૂતથી ઢંકાયેલી છે, તેનો સ્પર્શ – ચર્મ, રૂ, બૂર, માખણ અને આકડાના રૂ જેવો સુકોમળ છે યાવત મનોહર છે. સુધર્મા સભાનું શસ્ત્રાગાર :१५९ तस्स णं देवसयणिज्जस्स उत्तरपुरथिमेणं महेगा मणिपेढिया पण्णत्ता-अट्ठ जोयणाई आयामविक्खंभेण, चत्तारि जोयणाई बाहल्लेणं, सव्वमणिमया जावपडिरूवा। तीसे णं मणिपेढियाए उवरिं, एत्थ णं महेगे खुड्डए महिंदज्झए पण्णत्ते- सद्धि जोयणाई उड्टुं उच्चत्तेणं, अद्धकोसं उव्वेहेणं, अद्धकोसं विक्खंभेण वइरामया वट्टलट्ठसठिय-सुसिलिट्ठ जाव पडिरूवा । उवरिं अट्ठट्ठ मंगलगा, झया छत्ताइछत्ता । ભાવાર્થ:- તે દેવશય્યાના ઈશાન ખૂણાના દિભાગમાં આઠ યોજન લાંબી-પહોળી, ચાર યોજન જાડી, મણિમય, રમણીય એવી એક મોટી મણિપીઠિકા છે.
SR No.008770
Book TitleAgam 13 Upang 02 Rajprashniya Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorBindubai Mahasati, Rupalbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages238
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_rajprashniya
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy