SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ ૨: ઉપપાત સુમેળ પરિણામેળ પસહિં અાવસાળેહિં, વિમુામાળીર્દિ તેસાહિઁ :– શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધ લેશ્યાથી તદાવરણીય કર્મનો ક્ષયોપશમ થયો. ૧૪૧ વૃત્તિકારે પરિણામ, અધ્યવસાય અને લેશ્યા તે ત્રણે શબ્દોનું સ્પષ્ટીકરણ આપ્યું છે. પરિણામેળ ति जीव परिणत्या, अज्झवसाणेहिं ति मनोविशेषैः, लेसाहिं तेजोलेश्यादि । પરિણામ, અધ્યવસાય અને લેશ્યા તે ત્રણે ય આત્મદ્રવ્યના પરિણામોની જ ક્રમિક અવસ્થા છે. ચૈતન્ય સ્વરૂપ જીવ દ્રવ્યમાં નિરંતર પરિણામોની ધારા ચાલ્યા જ કરે છે. શુદ્ધ સ્વરૂપી સિદ્ધોમાં હંમેશાં પરિણામોની ધારા શુદ્ધ જ હોય છે પરંતુ સંસારી જીવોમાં કર્મના ઉદય અનુસાર શુભ અને અશુભ બંને પ્રકારના પરિણામો હોય છે. અંબડ સંન્યાસીની પરિણામની ધારા શુભ હતી. તે આત્મપરિણામો જ્યારે સ્થૂલ સ્વરૂપ ધારણ કરે, માનસિક સ્તર પર વિચારરૂપે પ્રગટ થાય ત્યારે તે અધ્યવસાય કહેવાય છે. પરિણામ અનુસાર અધ્યવસાય પણ શુભ-અશુભ બંને પ્રકારના હોય છે. અંબડ સંન્યાસીના પરિણામો શુભ હોવાથી તેના અધ્યવસાયો પણ શુભ-પ્રશસ્ત હતા. જીવના અધ્યવસાયો તથાપ્રકારના યોગ્ય પુદ્ગલ દ્રવ્યો ગ્રહણ કરીને બહાર પ્રગટ થાય ત્યારે તે લેશ્યા(દ્રવ્ય લેશ્યા) કહેવાય છે. લેશ્યાના છ પ્રકારમાં કૃષ્ણ, નીલ, કાપોત તે ત્રણ અશુભ અને તેજો, પદ્મ અને શુક્લ, તે ત્રણ શુભ લેશ્યા છે. અધ્યવસાય અનુસાર લેશ્માનું પરિણમન થાય છે. અંબડ સંન્યાસીને પ્રશસ્ત અધ્યવસાય હોવાથી તેજોલેશ્યાદિ શુભ લેશ્યાના પરિણામો હતા. શુભ પરિણામ, પ્રશસ્ત અધ્યવસાય અને વિશુદ્ધ લેશ્યાથી જ અશુભકર્મોનો નાશ થાય છે. અંબડ સંન્યાસીને તદાવરણીય કર્મોનો ક્ષયોપશમ થયો અને વીર્યલબ્ધિ, વૈક્રિયલબ્ધિ તથા અવધિજ્ઞાન પ્રગટ થયું. वीरियलद्धिए वेडव्वियसिद्धिए -- વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થતી વિશિષ્ટ શક્તિને વીર્યલબ્ધિ કહે છે અને વિવિધ ક્રિયાઓ અને વિવિધરૂપો બનાવવાની વિશિષ્ટ શક્તિને વૈક્રિયલબ્ધિ કહે છે, નારકી અને દેવોને જન્મથી જ વૈક્રિયલબ્ધિ હોય છે, કર્મભૂમિના ગર્ભજ મનુષ્યો અને સંશી તિર્યંચને સંયમ-તપના પાલનથી વૈક્રિયલબ્ધિ પ્રગટ થાય છે. વૈક્રિયલબ્ધિના પ્રયોગમાં વીર્યલબ્ધિ સહાયક બને છે તેથી વીર્યલબ્ધિ અને વૈક્રિયલબ્ધિ બંનેનું સાથે કથન છે. સૌનવ્યયમુળ વેમળ પન્નવúાળઃ– જેના દ્વારા આત્માને ચિંતનરૂપ સમાધિ પ્રાપ્ત થાય તેને શીલવ્રત કહે છે. તેમાં સામાયિકવ્રત, દેશાવગાસિકવ્રત, પૌષધવ્રત અને અતિથિ સંવિભાગવ્રત, તે ચાર શિક્ષાવ્રતનો સમાવેશ થાય છે. જે વ્રતના પાલનથી પાંચ અણુવ્રતોમાં ગુણ વૃદ્ધિ થાય તે ગુણવ્રત છે. દિશાપરિમાણ, ઉવભોગ-પરિભોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણવ્રત, તે ત્રણ ગુણવ્રત છે. મિથ્યાત્વાદિથી અને હિંસાદિથી નિવૃત્ત થવું, તેને વિરમણવ્રત કહે છે. પર્વના દિવસોમાં અમુક વસ્તુનો ત્યાગ અને તપ સ્વીકાર કરવો, તે પચ્ચક્ખાણ છે. ગુરુ પ્રત્યેનીક શ્રમણોની ઉત્પત્તિ ઃ ४८ से जे इमे गामागर जाव सण्णिवेसेसु पव्वइया समणा भवंति, तं जहा - आयरिय पडिणीया, उवज्झायपडिणीया, तदुभय पडिणीया, कुलपडिणीया, गणपडिणीया, आयरिय उवज्झायाणं अयसकारगा, अवण्णकारगा, अकित्तिकारगा, बहूहिं असब्भावुब्भावणाहिं मिच्छत्ताभिणिवेसेहि य अप्पाणं च परं च तदुभयं च वुग्गाहेमाणा, वुप्पाएमाणा विहरिता
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy