SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ વિભાગ-૨: ઉપપાત [ ૧૩૩ ] अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ मूलभोयणे वा कंदभोयणे, फलभोयणे, हरियभोयणे, बीयभोयणे वा भोत्तए वा पाइत्तए वा । ભાવાર્થ – અંબડ પરિવ્રાજકોને પોતાના ગમન માર્ગ સિવાય ક્યાંય પણ ગાડાના ધોંસર પ્રમાણ પાણીમાં ઉતરવું કલ્પતું નથી. અંબડ પરિવ્રાજક કોઈ દિવસ બળદ કે બીજા પ્રાણીઓ જોડેલા હોય તેવી ગાડીમાં સવારી કરતા નથી. યાવત્ તેને એક ગંગાની માટીને છોડીને શેષ ચંદન આદિ સર્વ વિલેપનનો ત્યાગ હોય છે. ત્યાં સુધીનું સમગ્ર વર્ણન પૂર્વવત્ સમજી લેવું. અંબડ પરિવ્રાજકને સાધુના નિમિત્તે બનાવેલું આધાકર્મી ભોજન, સાધુના ઉદ્દેશથી બનાવેલું ઔદેશિક ભોજન, સાધુ તથા ગૃહસ્થ બંનેના ઉદ્દેશથી બનાવેલું મિશ્રજાત ભોજન, સાધુને માટે વધારે તૈયાર કરેલું અધ્યવરત ભોજન, આધાકર્મી આહારના અંશથી મિશ્રિત પૂતિકર્મ ભોજન, વેચાતું લાવેલું ક્રિતિકૃત ભોજન, ઉધાર લાવેલું પ્રામીત્ય ભોજન, ઘરના મુખ્ય વ્યક્તિને પૂછ્યા વગર કે અપાયા વગર કરેલું અનિસૃષ્ટ ભોજન, સાધુની સન્મુખ લાવીને આપવામાં આવેલું અભ્યાહન ભોજન, સાધુ માટે અલગ રખાયેલું સ્થાપિત ભોજન, સાધુ માટે ખાંડીને, ભાંગીને, પીસીને કે સુધારીને બનાવેલું રચિત ભોજન, સાધુને માટે જંગલ પાર કરવા બનાવેલું કાન્તાર ભક્ત ભોજન, દુષ્કાળ પીડિત લોકો માટે બનાવેલું દુર્મિક્ષભક્ત ભોજન, બીમાર માટે બનાવેલું ગ્લાનભક્ત ભોજન, વરસાદથી પીડિત લોકો માટે બનાવેલું વાઈલિકભક્ત ભોજન તેમજ દુઃખી અને દરિદ્રો માટે બનાવેલું ભોજન, અતિથિઓ તેમજ મહેમાનો માટે તૈયાર કરેલું પ્રાધૂર્ણકભક્ત ભોજન વગેરે દોષયુક્ત ભોજન અંબડ પરિવ્રાજકને ખાવું કે પીવું કલ્પતું નથી. તે જ રીતે અંબડ પરિવ્રાજકને મૂળ, કંદ, ફળ અને લીલા શાકભાજી, પાંદડા કે બીજવાળા શાકભાજીનું ભોજન કરવું કે પીવું કલ્પતું નથી. |३१ अम्मडस्स णं परिव्वायगस्स चउव्विहे अणट्ठादंडे पच्चक्खाए जावज्जीवाए, तं जहा- अवज्झाणाचरिए, पमायाचरिए, हिंसप्पयाणे, पावकम्मोवएसे । ભાવાર્થ :- અંબડ પરિવ્રાજકને ચાર પ્રકારના અનર્થદંડનો પાવજીવન ત્યાગ છે. તે આ પ્રમાણે છે(૧) અપધ્યાનચરિત– આર્તધ્યાન અને રૌદ્રધ્યાન સહિતનું આચરણ (૨) પ્રમાદાચરિત– પ્રમાદાચરણ (૩) હિંસા પ્રદાન– હિંસક શસ્ત્રો અન્યને આપવા (૪) પાપકર્મ ઉપદેશ, પ્રેરણા. | ३२ अम्मडस्सणंपरिख्वायगस्स कप्पइ मागहए अद्धाढए जलस्स पडिग्गाहित्तए, सेविय वहमाणए, णो चेव णं अवहमाणए जाव से वि य परिपूए, णो चेव णं अपरिपूए, से वि य सावज्जे त्ति काउंणो चेवणं अणवज्जे, से वि यजीवा ति काउं, णो चेवणं अजीवा, से वि यदिण्णे, णो चेवणं अदिण्णे,सेविय हत्थपाक्चरुचमसपक्खालणट्ठयाए पिबित्तए वा, णो चेवणं सिणाइत्तए। अम्मडस्सणं परिव्वायगस्स कप्पइ मागहए य आढए जलस्स पडिग्गाहित्तए, से वि य वहमाणए जावणो चेव णं अदिण्णे, से वि य सिणाइत्तए णो चेवणं हत्थपायचरुचमसपक्खालणट्ठयाए, पिबित्तए वा । ભાવાર્થ :- અંબડ પરિવ્રાજકને મગધ દેશમાં પ્રચલિત તોલ માપ અનુસાર અર્ધ આઢક(બે પ્રસ્થ)
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy