SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૩૨ ] શ્રી વિવાઈસૂત્ર ભાવાર્થ -પ્રશ્ન- હે ભગવન્! શું સંબડ પરિવ્રાજક આપની પાસે મુંડિત થઈને ગૃહસ્થપણાનો ત્યાગ કરીને અણગાર ધર્મમાં પ્રવ્રજિત થઈ શકશે? ઉત્તર- હે ગૌતમ! તેમ શક્ય નથી. અંબડ પરિવ્રાજક શ્રમણોપાસક છે. તે જીવ, અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને સારી રીતે જાણે છે. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ–ક્રિયા કરવાનું સાધન, બંધ અને મોક્ષ આદિ તત્ત્વોમાં હેય-ઉપાદેયના વિવેકમાં કુશળ છે. તે બીજાની સહાયતા ઇચ્છતા નથી– આત્મ નિર્ભર છે. તે દેવતાઓ- અસુરો, નાગ, સુવર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ આદિ દેવતાઓ દ્વારા નિગ્રંથ પ્રવચનથી અનતિક્રમણીય એટલે કોઈથી વિચલિત ન થઈ શકે તેવા દેઢ, નિગ્રંથ પ્રવચનમાં નિઃશંક- શંકા રહિત, નિષ્કાંક્ષા–આત્મોત્થાન સિવાય અન્ય કામના રહિત, નિર્વિચિકિત્સ- ફળ વિષયમાં સંશય રહિત અને લબ્ધાર્થ– ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા, ગૃહીતાર્થ– ગ્રહણ કરેલા, પૃષ્ટાર્થ– જિજ્ઞાસા અને પ્રશ્ન દ્વારા સ્થિર થયેલા, અભિગતાર્થ– નિશ્ચય કરેલા, વિનિશ્ચિતાર્થ-નિશ્ચિતરૂપે આત્મસાત્ કરેલા તેમજ અસ્થિમજ્જા પર્યત ધર્મ પ્રેમાનુરાગથી ભરેલા છે. તેનો ધર્મ પ્રત્યે પૂર્ણ વિશ્વાસ છે કે આ નિગ્રંથ પ્રવચન જ કલ્યાણરૂપ છે, તે સિવાય અન્ય બીજું બધું આત્મા માટે અપ્રયોજન ભૂત છે. ચતુર્દશી, આઠમ, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે તે પરિપૂર્ણ પૌષધનું સારી રીતે પાલન કરે છે. શ્રમણ નિગ્રંથોને પ્રાસુક(અચિત્ત), એષણીય નિર્દોષ) અશન પાન, ખાદિમ, સ્વાદિમ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછન, ઔષધ, ભેષજ અને પાઢીયારી(પાછી આપી શકાય તેવી) વસ્તુઓ, જેમ કેપાટ, બાજોઠ, મકાન શય્યા, પથારી માટે ઘાસ વગેરે વહોરાવતા પોતાના આત્માને ભાવિત કરતા વિચરે છે. વિશેષતા એ છે કે તેના ઘરના દરવાજાનો ભોગળિયો હંમેશાં ઊંચો રહેતો. ઘરના દ્વાર ભિક્ષકો માટે હંમેશાં ખુલ્લા રહેતા અને રાજાના અંતઃપુરમાં અથવા બીજાના ઘરમાં પ્રવેશનો તેને ત્યાગ હતો; આ ત્રણ વિશેષણ તેના માટે ન કહેવા કારણ કે આ ત્રણ વિશેષણ ગૃહસ્થ શ્રાવક માટે ઉપયુક્ત થાય છે પરંતુ તે ગૃહસ્થ ન હતા, પરિવ્રાજક પર્યાયમાં જ તેમણે શ્રાવક વ્રત ધારણ કર્યા હતા. | २९ अम्मडस्सणं परिव्वायगस्स थूलए पाणाइवाए पच्चक्खाए जावज्जीवाए, थूलए मुसावाए पच्चक्खाए जावज्जीवाए, थूलए अदिण्णादाणे पच्चक्खाए जावज्जीवाए, सव्वे मेहुणे पच्चक्खाए जावज्जीवाए, थूलए परिग्गहे पच्चक्खाए जावज्जीवाए । ભાવાર્થ - અંબડ પરિવ્રાજકને જીવન પર્યત સ્થૂલ પ્રાણાતિપાત, સ્થૂલ મૃષાવાદ, સ્થૂલ અદત્તાદાન, સ્થૂલ પરિગ્રહ અને સર્વ પ્રકારે અબ્રહ્મચર્યના પચ્ચખ્ખાણ છે. | ३० अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ अक्खसोयप्पमाणमेत्तंपि जलं सयराह उत्तरित्तए, णण्णत्थ अद्धाणगमणेणं । अम्मडस्स णं णो कप्पइ सगडं वा एवं तं चेव भाणियव्वं जावणण्णत्थ एगाए गंगामट्टियाए । अम्मडस्स णं परिव्वायगस्स णो कप्पइ आहाकम्मिए वा उद्देसिए वा मीसजाए इ वा अज्झोयरए इ वा पूइकम्मे इ वा कीयगडे इ वा पामिच्चे इ वा अणिसिटे इ वा अभिहडे इ वा ठाविए वा रइए वा कंतारभत्ते इ वा दुब्भिक्खभत्ते इ वा गिलाणभत्ते इ वा वद्दलियाभत्ते इ वा पाहुणगभत्ते इ वा भोत्तए वा पाइत्तए वा ।
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy