SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૨: ઉપપાત [૧૧૭] માતા-પિતાની સેવા કરનારા, માતા-પિતાના વચનોનું ઉલ્લંઘન નહીં કરનારા, અલ્પ ઇચ્છાવાળા, અલ્પારંભી, અલ્પપરિગ્રહી, અલ્પારંભથી, અલ્પપરિગ્રહથી, અલ્પારંભ પરિગ્રહથી પોતાની આજીવિકા ચલાવતા હોય, તે ઘણા વર્ષોનું આયુષ્ય ભોગવીને મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યતર જાતિના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વ સૂત્રવત્ જાણવું, વિશેષતા એ છે કે તેની સ્થિતિ ચૌદ હજાર(૧૪,૦૦૦) વર્ષની હોય છે. | ११ से जाओ इमाओ गामागर जाव संणिवेसेसु इत्थियाओ भवंति, तं जहा- अंतो अंतेउरियाओ, गयपइयाओ, मयपइयाओ, बालविहवाओ, छड्डियल्लियाओ, माइरक्खयाओ, पियरक्खियाओ, भायरक्खियाओ, पइरक्खियाओ कुलघररक्खियाओ,ससुर-कुलरक्खियाओ, मित्तणाइणियगसंबंधिरक्खियाओ, परूढणह केसकक्खरोमाओ, ववगयधूवपुप्फगंधमल्लालंकाराओ, अण्हाणगसेयजल्लमल्लपंक परितावियाओ, ववगयखीस्दहिणवणीयसप्पि तेल्ल-गुल-लोण-महु-मज्ज-मस-परिचत्तकयाहाराओ, अप्पिच्छाओ, अप्पारंभाओ, अप्पपरिगहाओ, अप्पेणंआरंभेणं, अप्पेणंसमारंभेणं, अप्पेणं आरंभसमारंभेणं वित्तिकप्पेमाणीओ अकामबंभचेरवासेणं तामेव पइसेज्जं णाइक्कमंति, ताओ णं इत्थियाओ एयारूवेणं विहारेणं विहरमाणीओ बहूई वासाई आउयं पालेति, पालित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएसु देवत्ताए उववत्ताराओ भवंति। सेसं तं चेव सव्वं णवरं चउसर्टि वाससहस्साई ठिई पण्णत्ता । ભાવાર્થ:- ગામ યાવત સન્નિવેશ આદિમાં જે સ્ત્રીઓ હોય છે તેમાંથી જે રાણીવાસમાં નિવાસ કરતી હોય, જેનો પતિ પરદેશ ગયો હોય, પતિ મૃત્યુ પામ્યો હોય, બાલ્યાવસ્થામાં વિધવા થઈ હોય, પોતાના પતિ દ્વારા પરિત્યક્તા હોય, પોતાના માતા, પિતા, ભાઈ, પતિ, પિતાના વંશજો અથવા પિતાના મિત્રો, શ્વસુર પક્ષના સસરા, જેઠ આદિ દ્વારા સુરક્ષિત હોય; મિત્ર જ્ઞાતિજનો, નિજક, સંબંધીઓથી સુરક્ષિત હોય; જેના નખ, કેશ, બંગલના વાળ વધી ગયા હોય; જે સુગંધિત તેલ આદિના લેપથી તથા પુષ્પ, સુગંધીમાળા અને અલંકારોથી રહિત હોય; સ્નાન ન કરવાથી પસીનાથી નીતરતી હોય, રજ, ધૂળ વગેરે ઊડવાથી મેલ જામી ગયો હોય, મેલ કઠણ થઈ જવાથી મલિનતાથી પરિતાપિત થતી હોય; દૂધ, દહીં, માખણ, ઘી, તેલ, ગોળ, મીઠું, મધ, મધ, માંસ રહિત આહાર કરતી હોય, જેની ઇચ્છાઓ અલ્પ હોય, જેને ધન, ધાન્ય આદિનો અલ્પ પરિગ્રહ હોય, જે અલ્પારંભ, અલ્પપરિગ્રહ અને અલ્પારંભ-પરિગ્રહથી આજીવિકા ચલાવતી હોય; તેઓ જીવન પર્યત ઇચ્છા વિના બ્રહ્મચર્યનું પાલન કરતી હોય, પતિ શય્યાનું અતિક્રમણ કરતી ન હોય અર્થાત્ બીજા પતિનો સ્વીકાર કરતી ન હોય; જે સ્ત્રીઓ આ પ્રકારનું આચરણ કરી પોતાનું જીવન વ્યતીત કરતી હોય, તે ઘણા વર્ષો સુધી લાંબુ આયુષ્ય ભોગવી મૃત્યુના સમયે મૃત્યુ પામીને વાણવ્યંતર દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. શેષ કથન પૂર્વવત્ જાણવું. તેની સ્થિતિ ૪,000 હજાર વર્ષની છે. |१२ से जे इमे गामागर जावसंणिवेसेसुमणुया भवंति, तं जहा- दगबिइया, दगतइया, दगसत्तमा, दगएक्कारसमा, गोयमगोव्वइयगिहिधम्म-धम्मचिंतग- अविरुद्धविरुद्ध वुड्ड सावगप्पभिइयो, तेसि णं मणुयाणं णो कप्पंति इमाओ णवरसविगइओ आहारेत्तए, तं ના- હીર, ઉં, જવ, સપ, તેજું, પોળ, માં, મન્ન, માં, પત્થ દવા
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy