SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઉવવાઈ સૂત્ર કે લોઢાના બંધનથી બાંધી દેવામાં આવે, બેડીમાં જકડી દેવામાં આવે, પગ લાકડાના હેડમાં બાંધવામાં આવે, જેલમાં પૂરવામાં આવે, હાથ, પગ, કાન, નાક, હોઠ, જીભ, મસ્તક, મોઢું, મધ્યભાગ–પેટના ભાગને છેદવામાં આવે; ઉત્તરાસંગના આકારે ડાબા ખભાથી લઈ જમણી બગલ સુધીના દેહને વિદારિત કરવામાં આવે; હૃદય, આંખ, દાંત, અંડકોષનો નાશ કરવામાં આવે, ગર્દન મરડી નાંખે, ચોખાના કણોની જેમ શરીરના ટુકડે ટૂકડા કરવામાં આવે, તેના શરીરનું કોમળ માંસ કાપી કાપી કાગડાને ખવડાવવામાં આવે, દોરડાથી બાંધી કૂવામાં લટકાવવામાં આવે, વૃક્ષની ડાળીએ બાંધી લટકાવવામાં આવે, ચંદનની જેમ પથ્થર સાથે ઘસવામાં આવે, દહીંની જેમ શરીર વલોવવામાં આવે, સૂકા લાકડાની જેમ શરીરને ચીરવામાં આવે, શેરડીની જેમ પીલવામાં આવે, શૂળીમાં પરોવી વીંધવામાં આવે, શૂળથી ભેદવામાં આવે, તેના પર મીઠું છાંટવામાં આવે, ભીનાં ચામડાથી બાંધવામાં આવે, સિંહના પૂંછડા સાથે બાંધવામાં આવે, દાવાગ્નિમાં બાળવામાં આવે, કીચડમાં ઉતારી દેવામાં આવે, કીચડમાં ખૂંચાડી દેવામાં આવે, વલયમરણ– ભૂખ આદિની પીડાથી મરે, નિદાનમરણ– વિષયભોગની ઇચ્છાથી નિદાનપૂર્વક મરે, અંતઃશલ્યમરણ– હૃદયમાં વાગેલા શસ્ત્રના ઘાથી મરે, ગિરિપતન–પર્વત પરથી પડીને મરે, વૃક્ષ ઉપરથી પડીને મરે, મરુભૂમિ- રણપ્રદેશની રેતીમાં પડીને મરે, પર્વત ઉપરથી ઝંપાપાત કરીને, કૂદીને મરે, વૃક્ષ પરથી કૂદીને મરે, રણપ્રદેશમાં કૂદીને મરે, જળમાં ડૂબીને મરે, અગ્નિમાં પ્રવેશ કરીને મરે, ઝેર ખાઈને મરે, શસ્ત્રોથી પોતાના હાથે જ મરે, ગળા ફાંસો ખાઈને મરે, મરેલા હાથી આદિના શરીરમાં પ્રવેશ પામીને ગીધડાઓની ચાંચોથી વિદારણ પામીને મરે, જંગલમાં મરે, દુષ્કાળની ભૂખથી મરે, ઉપરોક્ત સર્વ પરિસ્થિતિઓમાં પણ આર્ત-રૌદ્ર ધ્યાન વિનાના અસંક્લિષ્ટ પરિણામોમાં મૃત્યુના સમયે મૃત્યુ પામે, તો તે કોઈ પણ વ્યંતરજાતિના દેવલોકમાં દેવરૂપે ઉત્પન્ન થાય છે. ત્યાં તે દેવલોકને અનુરૂપ તેની ગતિ, સ્થિતિ અને ઉત્પત્તિ થાય છે. ૧૧૬ પ્રશ્ન- હે ભગવન્ ! તે દેવોની ત્યાં કેટલી સ્થિતિ હોય છે. ઉત્તર– હે ગૌતમ ! ત્યાં તેની સ્થિતિ ૧૨,૦૦૦ વર્ષની હોય છે. પ્રશ્ન- હે ભગવન્ ! શું તે દેવોને ત્યાંની ઋદ્ધિ, યશ, બળ, વીર્ય તથા પરાક્રમ હોય છે ? ઉત્તર– હા, ગૌતમ ! હોય છે. પ્રશ્ન- હે ભગવન્ ! શું તે દેવો પરલોકના આરાધક થાય છે ? ઉત્તર- હે ગૌતમ ! તેમ શક્ય નથી. તે દેવો પરલોકના આરાધક થતા નથી. १० से जे इमे गामागर जाव सण्णिवेसेसु मणुया भवंति, तं जहा - पगइभद्दगा, પાડવલંતા, પાપતળુ-શેહમાગમાયાતોહા, મિમસંપળા, અલ્હીમા, વિળીયા, अम्मापिउसुस्सूसगा, अम्मापिऊणं अणइक्कमणिज्जवयणा, अप्पिच्छा, अप्पारंभा, अप्परिग्गहा, अप्पेणं आरंभेणं, अप्पेणं समारंभेणं, अप्पेणं आरंभसमारंभेणं वित्तिं कप्पेमाणा बहूई वासाई आउयं पार्लेति, पालित्ता कालमासे कालं किच्चा अण्णयरेसु वाणमंतरेसु देवलोएस देवत्ताए उववत्तारो भवंति । सेसं तं चैव सव्वं णवरं ठिई चउद्दसवासहस्साइं । ભાવાર્થ :- જે જીવો ગામ, આકર યાવત્ સન્નિવેશમાં મનુષ્યો હોય છે, તેમાંથી જે મનુષ્યો સ્વભાવથી જ સૌમ્ય વ્યવહારવાળા, સ્વભાવથી જ શાંત, સ્વભાવથી જ અલ્પ ક્રોધ-માન-માયા-લોભવાળા, અત્યંત કોમળ સ્વભાવવાળા અને અભિમાન રહિત, ગુરુજનોના આશ્રયે રહેનારા, સ્વભાવથી વિનીત,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy