SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૮ ] શ્રી ઉવવાઈ સત્ર ભાવાર્થ - ત્યાર પછી તે ભંભસારના પુત્ર કોણિકરાજા ચંપાનગરીની મધ્યમાં થઈને આગળ વધ્યા. તેની આગળ જળ ભરેલી ઝારીઓ ગ્રહણ કરેલા પુરુષો ચાલી રહ્યા હતા. (તે ઝારીથી સુગધી પાણીનો છંટકાવ કરતા હતા.) બંને બાજુ સેવકો પંખાથી હવા નાંખી રહ્યા હતા, ઉપર શ્વેત છત્ર ધારણ કરેલું હતું, બંને બાજુ ચામર ઢોળાઈ રહ્યા હતા. તે રાજા સમસ્ત રાજ્યઋદ્ધિ, વસ્ત્ર-આભૂષણોના પ્રભાવરૂપ ધુતિ, સમસ્ત સૈન્ય, સમસ્ત પારિવારિકજનો સહિત, પૂર્ણ આદરપૂર્વક, સમસ્ત ઐશ્વર્યરૂ૫ વિભૂતિ અને વસ્ત્રાભરણની વિભૂષા સહિત, ભક્તિભાવજન્ય અત્યંત ઉત્સુકતાપૂર્વક, સર્વ પ્રકારના પુષ્પો, ગંધદ્રવ્યો, માળા અને અલંકારોથીયુક્ત, સર્વ પ્રકારના વાજિંત્રોના મધુર ધ્વનિ સહિત, પોતાની વિશિષ્ટ ઋદ્ધિ, ધુતિ, સૈન્ય, પારિવારિકજનો અને એક સાથે વગાડવામાં આવતા વાજિંત્રોના મનોહર ધ્વનિપૂર્વક, શંખ, ઢોલ, મોટા ઢોલ, ભેરી, ઝાલર, ખરમુખી, ડુકક, મુરજ, ઢોલક તેમજ દુંદુભિના વિશેષ પ્રકારના મહાનાદ સહિત નીકળ્યા. १०७ तए णं तस्स कूणियस्स रण्णो चंपाए णयरीए मज्झमज्झणं णिग्गच्छमाणस्स बहवे अत्थत्थिया, कामत्थिया, भोगत्थिया लाभत्थिया किदिवसिया, कारोडिया, कारवाहिया, संखिया, चक्किया, णंगलिया, मुहमंगलिया, वद्धमाणा, पूसमाणया, खंडियगणा ताहिं इट्ठाहिं कंताहिं पियाहि मणुण्णाहि मणामाहि मणाभिरामाहिं हिययगमणिज्जाहिं वग्गूहि जयविजयमंगलसएहिं अणवरयं अभिणंदता य अभित्थुणता य अभित्थुणता य एवं वयासी जय जय णंदा! जय जय भद्दा! भई ते अजियं जिणाहि, जियं च पालेहि, जियमज्झे वसाहि । इंदो इव देवाणं, चमरो इव असुराणं, धरणो इवणागाणं, चंदो इव ताराणं, भरहो इव मणुयाणं बहूहिँ वासाई बहूई वाससयाई, बहूई वाससहस्साई अणहसमग्गो, हद्वतह्रो परमाउं पालयाहि, इट्ठजणसंपरिखुडो चपाए णयरीए अण्णेसिं च बहूणं गामागरणयस्खेडकब्बङ दोणमुहमडंब -पट्टण आसमणिगमसंवाहसंणिवेसाणं आहेवच्चं, पोरेवच्चं, सामित्तं, भट्टित्तं, महत्तरगत्तं, आणाईसस्सेणावच्चं कारेमाणे, पालेमाणे महयाहयणट्टगीय वाइक तंती-तल तालतुडियघणमुइंग-पडुप्पवाइयरवेणं विउलाई भोगभोगाई भुंजमाणे विहराहि त्ति कटु जय जय सदं पउंजंति। ભાવાર્થ :- જ્યારે કોણિક રાજા ચંપાનગરીની વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ઘણા ધનાર્થીધનના અભિલાષી, કામાર્થી- મનોજ્ઞ શબ્દ અને રૂપને ઇચ્છનારા, ભોગાર્થી-મનોજ્ઞ રસ, ગંધ અને સ્પર્શને ઇચ્છનારા, લાભાર્થી- મનોજ્ઞ ભોજનાદિના લાભને ઇચ્છનારા, કિલ્વીષકો- માંડ ચેષ્ટા કરનારા, કાપાલિકો- ખપ્પર ધારણ કરનારા ભિક્ષુઓ, રાજકર બાધિત–રાજ્યના કરથી પીડિત થનારા, શાંખિકશંખ વગાડનારા ચાક્રિક– ચક્રધારીઓ, લાંગલિક– હળ ચલાવનારા ખેડૂતો, મુખ માંગલિકો– આશીર્વાદ દેનારા, વર્ધમાન- અન્યના સ્કંધ પર બેસનારા, પુષ્યમાનવ-ભાટ ચારણ આદિ સ્તુતિગાયકો, ખંડિકગણવિદ્યાર્થીઓ વગેરે ઇષ્ટ, કમનીય, પ્રીતિકર, મનોજ્ઞ, મનામ- ચિત્તને પ્રસન્ન કરનારી, મનોભિરામમનને ગમે તેવી, હદયમાં આનંદ ઉત્પન્ન કરનારી વાણીથી જય-વિજય આદિ સેંકડો માંગલિક શબ્દોથી રાજાને લગાતાર અભિનંદન આપતા હતા તેમજ તેમની પ્રશસ્તિ કરતા હતા. જનજનને આનંદ આપનારા હે રાજન ! આપનો જય હો. આપનો વિજય હો. જનજનને માટે
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy