SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ ભાવાર્થ:- ત્યાર પછી ભભસારના પુત્ર કોણિકરાજા અભિષિકત હાથી ઉપર સવાર થયા ત્યારે સહુથી આગળ સ્વસ્તિક, શ્રીવત્સ, નન્દાવર્ત, વર્ધમાનક, ભદ્રાસન, કલશ, મત્સ્ય, તથા દર્પણ, આ આઠ મંગલો લઈને રાજપુરુષો ગોઠવાઈ ગયા. ९६ तयाणंतरं च णं पुण्णकलसभिंगारं, दिव्वा य छत्तपडागा सचामरा, सण रइय आलोयदरिसणिज्जा वाउद्भूयविजयवेजयंती य, ऊसिया गगणतलमणुलिहती पुरओअहाणुपुव्वीए संपट्ठिया । ભાવાર્થ - ત્યાર પછી જળથી ભરેલા કળશો, ઝારીઓ, દિવ્ય છત્રો, પતાકા, ચામર તથા રાજાની દષ્ટિ પડે તે રીતે ગોઠવેલી, સુંદર, ઊંચી લહેરાતી, આકાશને સ્પર્શ કરતી, વિજયન્તી–વિજય ધ્વજાઓ લઈને રાજપુરુષો ગોઠવાઈ ગયા. | ९७ तयाणंतरचणंवेलियभिसंतविमलदंड,पलबकोरंटमल्लदामोवसोभियं, चंदमण्डलणिभं, समूसियं, विमलं आयवत्तं, पवरं सीहासणं वरमणिरयणपादपीढं, सपाउया- जोयसमाउत्तं, बहुकिंकस्कम्मकस्पुरिसपायत्तपरिक्खित्तं पुरओ अहाणुपुव्वीए संपट्ठियं । ભાવાર્થ - ત્યાર પછી વૈર્ય–નીલમણિની પ્રભાથી દેદીપ્યમાન, ઉજ્જવળ દંડયુક્ત, લાંબી લટકતી કોરંટ પુષ્પમાળાઓથી સુશોભિત, ચંદ્રમંડળ સમાન આભામય, ઊંચુ ખુલેલું નિર્મળ છત્ર જેની ઉપર છે તેવા મણિરત્નોથી વિભૂષિત, પાદુકા રાખવા માટેના પાદપીઠ સહિતના શ્રેષ્ઠ સિંહાસનને ગ્રહણ કરીને (અમે શું કરીએ? તેમ રાજાને હંમેશાં પૂછનારા) કિંકરો, (આજ્ઞાપાલનમાં તત્પર) સેવકો અને વિભિન્ન કાર્યોમાં નિયુક્ત પગે ચાલનારા) પદાતિઓ ગોઠવાઈ ગયા. |९८ तयाणंतरंचणंबहवेलढिग्गाहा कुंतग्गाहा चावग्गाहा चामरग्गाहा पासग्गाहा पोत्थयग्गाहा फलगग्गाहा पीढग्गाहा वीणग्गाहा कूवग्गाहा हडप्पयग्गाहा पुरओ अहाणुपुत्वीए संपट्ठिया । ભાવાર્થ:- ત્યાર પછી લાઠીધારી, ભાલાધારી, ધનુર્ધારી, ચામરધારી, ઉદ્ધત થયેલા હાથી, ઘોડા આદિને નિયંત્રિત રાખતા પાશ–ચાબુકધારી, પુસ્તકધારી, કાષ્ટફલક-પાટિયાધારી (ઢાલધારી) પીઢ નામના આસન વિશેષધારી, વીણાધારી, ચોરાઈને પાછી મળેલી વસ્તુને ધારણ કરનારા અથવા ચામડાના તૈલ પાત્રધારી અને આભૂષણ મંજૂસા ધારણ કરનારાઓ ગોઠવાઈ ગયા. | ९९ तयाणंतरं च णं बहवे दंडिणो मुंडिणो सिहंडिणो जडिणो पिच्छिणो हासकरा डमरकरा दवकरा चाडुकरा वादकरा कंदप्पकरा कोक्कुइया किडक्करा य, वायंता य गायंता य हसंता य णच्चंता य भासंता य सार्वता य रक्खंता य रावेता य आलोयं च करेमाणा, जयजयसदं पउंजमाणा पुरओ अहाणुपुव्वीए संपट्ठिया । ભાવાર્થ :- ત્યાર પછી દંડ ધારણ કરનારા દંડીઓ, શિરોમુંડન કરનારા મુંડીઓ, ચોટી રાખનારા શિખંડીઓ, જટા ધારણ કરનારા જટીઓ, મોરપીંછ ધારણ કરનારા પિંછીકો, હાસ્ય કરાવનારા વિદૂષકો, ડમરું વગાડનારા, મશ્કરી કરનારા, પ્રિયવચન બોલી ખુશામત કરનારા ખુશામતિયાઓ, વાદવિવાદ કરનારા, શૃંગારી ચેષ્ટા કરનારા કાંદપિંકો; કુતૂહલ કરનારા, ખેલ-તમાશા બતાવનારા ક્રિીડાકારો, વાજિંત્રો
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy