SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯૪ ] શ્રી વિવાઈસૂત્ર વારંવાર સ્નાન કર્યું. અનેક સેંકડો કલ્યાણકારક(આરોગ્યપ્રદ) કૌતુકપૂર્વક શ્રેષ્ઠ સ્નાનવિધિ પૂર્ણ કરી. - ત્યાર પછી રૂંછડાંવાળા, સુકોમળ, સુગંધિત લાલ રંગના વસ્ત્ર વડે શરીર લૂછીને; સરસ, સુગંધિત ગોશીર્ષ ચંદનનો લેપ કરીને અખંડિત, મૂલ્યવાન, શ્રેષ્ઠ, ઉત્તમ વસ્ત્રો ધારણ કર્યા; શુદ્ધ પુષ્પોની માળા ધારણ કરી અને સુગંધિત દ્રવ્યો(પરફયુમ) છાંટયાં; મણિ જડિત સુવર્ણના આભૂષણો પહેર્યા; યથાસ્થાને અઢારસરો હાર, અર્ધહાર-નવસરો હાર, ત્રણસરો હાર, તથા લાંબો લટકતો કંદોરો(કટિસૂત્ર) કમર પર બાંધ્યો; ગળામાં સુંદર આભૂષણો, આંગળીઓમાં વીંટીઓ તથા અન્ય સુંદર આભૂષણો ધારણ કર્યા; બંને હાથમાં સુંદર કડા તથા બાહુ પર બાજુબંધ ધારણ કર્યા. આ રીતે તેમનું શરીર અત્યંત શોભાયમાન થઈ ગયું આંગળીમાં પહેરેલી મુદ્રિકાઓથી તેમની બધી આંગળીઓ પીળી ઝાંઈથી ચમકવા લાગી; કુંડળોથી મુખ ચમકવા લાગ્યું, મુગટથી મસ્તક શોભવા લાગ્યું; અનેક પ્રકારના હારથી ઢંકાયેલું વક્ષ:સ્થળ મનોહર પ્રતીત થતું હતું. તેમણે લાંબા લહેરાતા ઉત્તરીય વસ્ત્રને ધારણ કર્યું સુયોગ્ય કારીગરો દ્વારા અનેક પ્રકારના મણિ-સુવર્ણથી બનાવાયેલા. વિમલ, ઉજ્જવળ, મૂલ્યવાન, અત્યંત સુંદર, વિશિષ્ટ સંધિયુક્ત, પ્રશસ્ત આકારવાળા(ઘાટીલા) સુંદર વીરવલય- વિજયકંકણને ધારણ કર્યું.(આ વલય ધારણ કરનાર વ્યક્તિ શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરે છે.) વિશેષ શું કહેવું? આ પ્રકારે અલંકારોથી અલંકૃત અને વિશિષ્ટ વેશભૂષાથી સજ્જ થયેલા તે રાજા કલ્પવૃક્ષની સમાન શોભવા લાગ્યા. કોરંટના પુષ્પોની માળાઓથી યુક્ત છત્ર અને બંને બાજુથી ચાર ચામર ઢોળાતા, જય-વિજયના માંગલિક શબ્દોથી વધાવાતા રાજા સ્નાનગૃહમાંથી બહાર નીકળ્યા. અનેક ગણનાયકો, દંડનાયકો, રાજાઓ, ઐશ્વર્યશાળી યુવરાજો, તલવરો–રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિકો, માંડલિકો-જાગીરદારો, કૌટુંબિકો, ઇભ્ય–વૈભવશાળી પુરુષો, શ્રેષ્ઠીઓ, સેનાપતિઓ, સાર્થવાહો, દૂતો, સંધિપાલકો વગેરે પુરુષોથી વીંટળાયેલા, ધવલ મહામેઘમાંથી બહાર નીકળતા, ગ્રહગણોની મધ્યમાં સુશોભિત ચંદ્ર જેવા પ્રિયદર્શનીય રાજા બહારના સભા ભવનમાં રહેલા શણગારાયેલા મુખ્ય હાથી સમીપે આવીને અંજનગિરિના શિખર જેવા તે હાથી ઉપર બિરાજમાન થયા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં કોણિક રાજાની સ્નાનવિધિનું વિસ્તૃત વર્ણન છે. શતપાક-સહાપાક - વૃત્તિકાર આચાર્ય અભયદેવ સૂરિએ વૃત્તિમાં તેની ત્રણ પ્રકારે વ્યાખ્યા કરી છે. (૧) જે તેલ જુદી જુદી ઔષધિઓની સાથે સો વાર પકવવામાં આવે તો તેને શતપાક અને હજારવાર પકવવામાં આવે તો તેને સહસ પાક તેલ કહે છે. (૨) જે તેલમાં સો તથા હજાર પ્રકારની ઔષધિઓ હોય, તેને શતપક તથા સહસંપાક તેલ કહે છે. (૩) જેને બનાવવામાં સૌ કાર્દાપણ તથા હજાર કાર્દાપણ ખર્ચ થાય છે તે શતપાક તથા સહસ પાક કહેવાય છે.(કાર્દાપણ એ પ્રાચીન સુવર્ણ સિક્કાનું નામ છે.) કોણિક રાજાની દર્શન શોભાયાત્રા : ९५ तएणंतस्सकूणियस्सरण्णो भंभसारपुत्तस्स आभिसेक्कं हत्थिरयणंदुरुढस्स समाणस्स तप्पढमयाए इमे अट्ठ मंगलया पुरओ अहाणुपुच्चीए संपट्ठिया । तं जहा- सोवत्थियसिरिवच्छ णदियावत्तवद्धमाणग-भद्दासणकलसमच्छदप्पणा ।
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy