SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ | વિભાગ-૧: સમવસરણ पवीणेइ, पवीणेत्ता, जाणाई समलंकरेइ, समलंकरेत्ता जाणाई वरभंडगमंडियाई करेइ, करेत्ता जेणेव वाहणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता वाहणसालं अणुपविसइ, अणुपविसित्ता वाहणाई पच्चुवेक्खेइ पच्चुवेक्खित्ता वाहणाई संपमज्जइ, संपमज्जित्ता वाहणाई णीणेइ, णीणेत्ता वाहणाई अप्फालेइ, अप्फालेत्ता दूसे पवीणेइ, पवीणेत्ता वाहणाई समलंकरेइ, समलंकरेत्ता वाहणाई वरभंडगमंडियाइं करेइ, करेत्ता वाहणाई जाणाई जोएइ, जोएत्ता पओयलट्ठि पओयधरए य समं आडहइ, आडहित्ता वट्टमग्गं गाहेइ, गाहेत्ता जेणेव बलवाउए तेणेव उवागच्छइ, उवागच्छित्ता बलवाउयस्स एयमाणत्तियं पच्चप्पिणइ । ભાવાર્થ :- યાનશાળાનો અધિપતિ, સેનાપતિના આદેશ વચનનો વિનયપૂર્વક સ્વીકાર કરીને યાન શાળામાં ગયો. ત્યાં જઈને તેણે બધા રથોનું નિરીક્ષણ કર્યું, તે રથોની સારી રીતે સફાઈ કરી અને જેટલા રથો જોઈતા હતાં તેને એક જગ્યાએ ભેગા કરીને બહાર કાઢયા, તેના પરનાં આચ્છાદિક વસ્ત્રો દૂર કર્યા, ત્યાર પછી રથોને શણગાર્યા, ગાદી-તકિયા આદિ શ્રેષ્ઠ સાધનોથી તેને સુશોભિત બનાવ્યા. રથોને શણગારી જ્યાં વાહનશાળા હતી ત્યાં આવ્યો અને વાહનશાળામાં પ્રવેશ કર્યો. ત્યાં આવીને બળદોનું નિરીક્ષણ કરીને તેનું પ્રમાર્જન કર્યું. તેના પર લાગેલી ધૂળ વગેરે દૂર કરી અને વાહનશાળામાંથી તેને બહાર કાઢયા. તે બળદોને બહાર કાઢી તેની પીઠ થાબડીને તેને ચાલવા માટે પ્રોત્સાહિત કર્યા. તેના પર ઢાંકેલી ઝૂલ વગેરે દૂર કરીને, સુંદર આભરણોથી વિભૂષિત કરી રથોમાં તેને જોડ્યા. ત્યાર પછી હાંકવા માટે ચાબૂકવાળી લાકડીઓને ધારણ કરેલા ચાલક પુરુષોને તેના સ્થાન પર બેસાડ્યા અને તેને વાહન ચલાવવાનું કામ સોંપવામાં આવ્યું. ચાલક પુરુષો આજ્ઞા પ્રમાણે જોડેલા યાન-વાહનોને રાજમાર્ગ પર લાવ્યા. આ પ્રમાણે વાહનો તૈયાર કરાવીને તે યાનશાલિકે સેનાપતિ પાસે જઈને આજ્ઞાપાલન થઈ ગયું છે તે પ્રમાણે સૂચન કર્યું. | ९२ तए णं से बलवाउए णगरगुत्तियं आमंतेइ, आमंतेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! चंपं णयरिं सब्भितरबाहिरियं आसिय-समज्जियं कारवेत्ता एयमाणत्तियं पच्चप्पिणाहि । तए णं से णयरगुत्तिए बलवाउयस्स एयमढे आणाए विणएणं पडिसुणेइ, पडिसुणित्ता चप णयरिं सब्भितरबाहिरियं आसियसमज्जियं जाव कारवेत्ता, जेणेव बलवाउए तेणेव उवागच्छइ, उवागच्छित्ता एयमाणत्तियं पच्चप्पिणइ । ભાવાર્થ - ત્યારપછી સેનાપતિએ નગરરક્ષક-કોટવાલને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! ચંપાનગરીની બહાર અને અંદર પાણીનો છંટકાવ કરી સાફ કરાવો યાવતુ આ બધું કરીને મને ખબર આપો. નગર રક્ષકે સેનાપતિના આદેશનો વિનયપૂર્વક સ્વીકાર કરીને ચંપાનગરીની બહાર અને અંદરની સફાઈ કરીને પાણીનો છંટકાવ ઇત્યાદિ કાર્ય કરાવીને સેનાપતિ પાસે જઈને કાર્ય પૂર્ણ થયું છે', તે પ્રમાણે નિવેદન કર્યું. |९३ तएणंसे बलवाउएकोणियस्सरण्णो भंभसारपुत्तस्स आभिसेक्कं हत्थिरयणंपडिकप्पियं पासइ, हयगय रहपवरजोहकलियं च चाउरंगिणिं सेणं सण्णाहियंपासइ,सुभद्दापमुहाणं देवीणं पडिजाणाई उवट्ठवियाई पासइ, चंपंणयरिं सब्भितरं बाहिरियं जाव गंधवट्टिभूयं कयं पासइ,
SR No.008769
Book TitleAgam 12 Upang 01 Auppatik Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorKalpanabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages237
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_aupapatik
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy