SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ | અધ્યયન-ર/ઉજ્જિતક [ ૪૧ ] कोडुंबिय-इब्भ-सेट्ठि-सत्थवाहा लवणसमुद्दे पोयविवत्तीए णिब्बुडभडसारं कालधम्मुणा संजुत्तं सुणेति, ते तहा हत्थणिक्खेवं च बाहिरभांडसारं च गहाय एगते अवक्कमंति। ભાવાર્થ :- ત્યાર પછી કયારેક વિજયમિત્ર સાર્થવાહે વહાણ દ્વારા ગણિમ -નાળિયેર વગેરે ગણતરીપૂર્વક વેચવામાં આવતી વસ્તુ, ધરિમ–ઘી,તેલ,સાકર વગેરે તોળીને વેચાતી વસ્તુ, મેય-કપડાં વગેરે માપીને વેચવામાં આવતી વસ્તુ અને પરિચ્છેદ્ય- હીરા,પન્ના વગેરે પરીક્ષા કરીને વેચાતી વસ્તુ, રૂપ ચાર પ્રકારની વહેચાણ યોગ્ય વસ્તુઓને લઈને વહાણ દ્વારા લવણસમુદ્રમાં પ્રસ્થાન કર્યું પરંતુ લવણસમુદ્રમાં વહાણનો નાશ થવાથી વિજયમિત્રની ઉક્ત ચારે પ્રકારની મહામૂલ્યવાળી વસ્તુઓ પાણીમાં ડૂબી ગઈ અને તે પોતે પણ ત્રાણરહિત (જેની કોઈ રક્ષા કરનારું ન હોય) અને અશરણરૂપ (જેને કોઈ આશ્રય આપનાર ન હોય) થઈ જવાથી મૃત્યુ પામ્યો. ત્યાર પછી ઈશ્વર, તલવર, માંડલિક, કૌટુંબિક, ધનવાન, શેઠ અને સાર્થવાહોએ જ્યારે લવણ સમુદ્રમાં વહાણ નષ્ટ થયું તે તથા મહામૂલ્યવાન કરિયાણું જળમાં ડૂબી જવાથી ત્રાણ અને શરણથી રહિત વિજયમિત્રના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે હાથોહાથ લીધેલી સંપત્તિ (થાપણ) અને તે સિવાયનાં બહુમૂલ્ય વસ્ત્ર, આભૂષણ આદિ લઈને એકાંત સ્થાનમાં ચાલ્યા ગયા. | १९ तए णं सा सुभद्दा सत्थवाही विजयमित्तं सत्थवाहं लवणसमुद्दे पोयविवत्तीएणिब्बुडभांडसारं कालधम्मुणा संजुत्तं सुणेइ, सुणित्ता महया पइसोएणं अप्फुण्णा समाणी परसुणियत्ता विव चम्पगलया धस त्ति धरणीयलंसि सव्वंगेण संणि-वडिया । तए णं सा सुभद्दा सत्थवाही मुहुत्तंतरेण आसत्था समाणी बहूहि मित्त णाइ णियग-सयण- संबंधि- परियणेणं संद्धि परिवुडा रोयमाणी कंदमाणी विलवमाणी विजयमित्त- सत्थवाहस्स लोइयाई मयकिच्चाई करेइ । तए णं सा सुभद्दा सत्थवाही अण्णया कयाइ लवणसमुद्दोत्तरणं च लच्छिविणासं च पोयविणासंच पइमरणं च अणुचिंतेमाणी अणुचिंतेमाणी कालधम्मुणा संजुत्ता ।। ભાવાર્થ :- જ્યારે સુભદ્રા સાર્થવાહીએ લવણસમુદ્રમાં વહાણના નાશ થઈ જવાના કારણે કરિયાણું પાણીમાં ડૂબી જવાની સાથે વિજયમિત્ર સાર્થવાહના મૃત્યુના સમાચાર સાંભળ્યા ત્યારે તે પતિ વિયોગજન્ય મહાન શોકથી વ્યાપ્ત થઈ અને કુહાડાથી કાપેલી ચંપકવૃક્ષની શાખાની જેમ ધડામ કરતી પૃથ્વી તળ પર પડી ગઈ. પછી થોડા સમય બાદ આશ્વાસન મેળવીને સ્વસ્થ થઈને તથા અનેક મિત્રો, જ્ઞાતિજનો, સ્વજનો, સંબંધીઓ તથા પરિજનોથી ઘેરાયેલી રુદન, કંદન તથા વિલાપ કરતી તેણે વિજયમિત્રની લૌકિક મૃતક ક્રિયા કરી. ત્યાર બાદ તે સુભદ્રા સાર્થવાહી થોડા સમય પછી લવણસમુદ્રમાં પતિનું ગમન, લક્ષ્મીનો વિનાશ, વહાણનું ડૂબવું તથા પતિનું મૃત્યુ એ બધી ચિંતામાં નિમગ્ન થઈને ચિંતામાં જ મરણ પામી.
SR No.008768
Book TitleAgam 11 Ang 11 Vipak Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUshabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages284
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_vipakshrut
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy